પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા
રાજય પોલીસવડા વિકાસ સહાય આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતાં. બપોરે પોલીસ કમિશનર કચેરીએ પોલીસ વડા આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરમાં કાયદો વ્યવસ્થા અંગે પણ પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી હતી.
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા અંગે રાજયના પોલીસ વડા વિકાસ સહાય આજે શહેરની મુલાકાતે આવ્યા હતાં. આ મુલાકાત દરમિયાન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જૂનાગઢ, ભાવનગરના રેન્જ આઇજી તેમજ જિલ્લાના એસપી અને ડીસીપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજય પોલીસ વડા દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કઇ પ્રકારની છે અને તેનું સંચાલન કઇ રીતે કરવામાં આવે છે. તે અંગેની ચર્ચા રાજકોટ પોલીસ કમિશનર સાથે કરવામાં આવી હતી અને કાયદો વ્યવસ્થા અંગે મહત્વની સૂચના પણ આપવામાં આવી હતી.


