- સવારે 11 વાગ્યે સારવાર માટે ખસેડાયા હતા કેડી હોસ્પિટલ
- શાહરૂખ સાથે પત્ની ગૌરી ખાન પણ હોસ્પિટલમાં હાજર
- જુહી ચાવલા પહોંચ્યા હતા શાહરૂખ ખાનની તબિયત પૂછવા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે IPL 2024ની કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી ક્વોલિફાયર મેચમાં પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની તબિયત બગાડતાં KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે શાહરુખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં છે. હાલ, શાહરુખ ખાનની KD હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. તો શાહરુખ ખાનની તબિયતને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. શાહરુખને ડિહાઈડ્રેશન અને ન્યુમોનિયાની અસર થઈ છે. શાહરુખ ખાનની તબિયતને લઈને સતત અપડેટ આવતી રહે છે.
શાહરૂખ સાથે પત્ની ગૌરી ખાન પણ હોસ્પિટલમાં હાજર
તો, KD હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનની સાથે પત્ની ગૌરી ખાન પણ હાજર છે. તો સાથે સાથે, બૉલીવુડ અભિનેત્રી જુહી ચાવલા પણ શાહરુખની તબિયતના સમાચાર લેવા માટે KD હોસ્પિટલ પહોંચ્યા હતા.
લૂ લાગતાં KD હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
કિંગ ખાન શાહરુખ ખાનને લૂ લાગી જતા આજે બપોરે KD હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. શાહરૂખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં હતા. ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ મોડી રાત્રે શાહરૂખ ખાન વસ્ત્રાપુર ખાતે આવેલી ITC નર્મદા હોટલ ખાતે પરત ફર્યા હતા. બાદમાં, સવારે શાહરૂખની તબિયત બગડતા તેમણે KD હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


