રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. જેમાં અરેબિયન સમુદ્રમાંથી ભેજ આવતા બફારો રહેશે. તેમજ 25થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે રાજ્યના કેટલાક ભાગોમાં ડસ્ટસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે. તેમજ બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ અને પાટણમાં પણ ડસ્ટસ્ટ્રોમની આગાહી છે. કેમ તૂટી રહ્યો છે ગરમીનો રેકોર્ડ જેમાં આ માટે ઘણા કારણો જવાબદાર માનવામાં આવે છે. જેમા સતત પેટ્રોલ અને ડીઝલનો વધતો ઉપયોગ. જંગલો કાપવા અને ઉદ્યોગનો સતત વધારો થવો. આ દરેકથી ગ્રીનહાઉસ વાયુઓનો જમાવડો થાય છે. મોટે ભાગે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. જેના કારણે ધરતીના વાતાવરણમાં ગરમી થાય છે. જેના કારણે પૃથ્વી પર રહેલી દરેક વસ્તુનું સરેરાશ તાપમાન વધી જાય છે. પછી તે જમીન હોય, પાણી હોય કે હવા હોય. તેના કારણે ઋતુમાં પરિવર્તન થાય છે. આ વિવિધ કારણોસર અતિશય ગરમીની ઘટનાઓ એટલે કે હીટવેવ વધવા લાગે છે.


