મીઠાઈ, દહીં, શીખંડ માં રૂપીયા 10 થી 20 નો વધારો
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2 નો વધારો કરતા રાજકોટ શહેરમાં અંદાજે 600 થી વધુ છૂટક ડેરીના સંચાલકોએ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે તેમજ મીઠાઈ, દહીં અને શીખડના ભાવમાં રૂપિયા 10 થી 20 નો વધારો કરવામાં આવ્યો છે તેમ શહેર ડેરી એસોસિયેશનના પ્રમુખ વી.પી.વૈશનવે જણાવ્યું હતું.
રાજકોટ ડેરી એસોસિયેશન દ્વારા માલધારી તથા દુધના છુટક વેપારીઓને અમુલ જે ભાવે ખરીદ કરે છે તેના કરતા રૂપિયા 3 વધુ ચુકવે છે જેમા અમુલ ડેરીએ લીટરે રૂપિયા 2 નો ભાવ વધારો કરતા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ આશરે 600 જેટલી નાની મોટી ડેરીઓ અને મીઠાઈના વેપારીઓ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં એક લીટર દુધમાં રૂપિયા 2 તથા દહીં 1 કિલોએ રૂપિયા 10 અને મીઠાઈ તથા શીખંડ ના ભાવમાં 1 કિલોએ રૂપિયા 20 નો વધારો કરવામાં આવ્યો છે આમ શહેરમાં હવે દુધ, દહીં, મીઠાઈ તથા શીખંડ હવે ખાવી મોંધી પડશે.


