અમરેલી લોકસભા બેઠકને લઇ રસાકસોનો માહોલ જોવા મળ્યો હતો. અને અમરેલી જીલ્લાના મતદાતાઓ મતગણતરીની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતાં તેનો અંત આવ્યો છે. અમરેલી-૧૪ લોકસભા બેઠક પર ભાજપે ભરતભાઇ સુતરીયા તેમજ કોગ્રેસ પક્ષમાંથી જેનીબેન ઠુમ્મરને મેદાને ઉતાર્યા હતાં. અને બન્ને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. ત્યારે આજે સવારે આઠ વાગ્યે અમરેલીની પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઇ હતી. જે બાદ ઇવીએમની ગણતરી કરવામા આવી હતી. એકબાદ એક રાઉન્ડ પ્રમાણે મતગણતરી કરાઇ હતી. જેમાં થોડીવાર માટે રસાકસી જોવા મળી હતી. જોકે તે બાદ ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા સતત લીડ મેળવી આગળ વધી રહ્યાં હતાં. અને મતગણતરીના રાઉન્ડ દરમિયાન ભાજપના ભરતભાઇ સુતરીયા જંગી લડથી આગળ વધતા પાંચેય વિધાનસભાના ધારાસભ્યોએ મત ગણતરી કેન્દ્ર પર આવી પહોંચ્યા હતાં. અને ભરતભાઇને વિજય થવાનો વિશ્ર્વાસ વ્યક્ત સાથે અભિનંદન પાઠવ્યાં હતાં. આ સાથે મતગણતરી પૂર્ણ થવાના અંતે અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવારની શિનદાર જીત થઇ હતી. જેમા ભરત સુતરીયાએ ૩ લાખ વધુ મતથી વિજય થયો હતો. આ સાથે વિજય થતાં અમરેલી જીલ્લાના પાંચેય ધારાસભ્યો, આગેવાનો સહિત કાર્યકર્તાઓમાં હરખની હેલી જોવા મળી હતી. ત્યારબાદ ભરત સુતરીયાને જંગી લીડથી જીત મેળવવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. અને જીત થયા બાદ ભરત સુતરીયાની પ્રતિક્રિયા આપી જેમા જણાવેલ કે, ત્રણ લાખથી વધુ મતથી જીત મેળવી છે. જેટલી મને લીડ મળી છે એટલા સામેના ઉમેદવારને મત પણ નથી મળ્યા. અમરેલીના મતદારોનો હું ખુબ ખુબ આભાર માનું છું. તેઓએ ખેડૂતના પુત્રને વિજય બનાવ્યો છે. અફવાઓ ચાલતી હતી કે, એક ઈગ્લેન્ડથી ભણેલા છે અને એક અહિં અમરેલીમાં ભણેલા છે. લોકોએ ઈગ્લેન્ડથી ભણેલાને જાકારો આપ્યો છે. ખેડૂતના દિકરાને પસંદ કર્યો છે. અમરેલીવાસીઓની અપેક્ષા મુજબ હુ આવનારા દિવસોમાં કામ કરીશ. અને તમે પ્રેમથી રહેવા માંગતા હોય તો તમારા દિલમાં રહેવાનો છું અને નફરતથી રહેવા માંગતા હોવ તો તમારા દિમાગમાં રહેવાનો છું પણ રહેવાનું છું તેમ જણાવેલ હતુ. આ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાને કુલ ૫,૮૦,૮૭૮ મત મળતા તો કોગ્રેસના જેનીબેન ઠુંમરને ૨,૫૯,૮૦૪ મત મળયા હતાં. અને ભાજપ ઉમેદવાર ૩,૨૧,૦૬૮ ની લીડથી જીત હાશીલ કરી હતી. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને બે લાખની લીડ મળી હતી પરંતુ આ વર્ષ ૨૦૨૪ લોકસભામાં ભાજપને ત્રણ લાખ ઉપરાતં લીડ મેળવી જંગી વીજય થયો હતો. મતગણતરી દરમિયાન પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો……


