- 70 શાળા સહિત 150 એકમના સિલિંગ ખોલવા માગ
- ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશન માટે સિલિંગ ખોલવા માગ
- માત્ર ફાયર સિસ્ટમ એક્ટિવ કરવા મંજૂરી આપી
રાજકોટના TRP ગેમ ઝોનમાં ગત 25મી મેના રોજ સર્જાયેલ અગ્નિકાંડ બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં આજે પણ રાજકોટ શહેરમાં અનેક સ્થળોએ તપાસ કરવામાં આવી જ્યાં, ફાયર સેફટી સહિતની ગંભીર ખામીઓ સામે આવતા અનેક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે, છેલ્લા કેટલાંક દિવસોમાં મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ એકમો ફરી ખોલવા માટે રજૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ બાદમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીને લઈને ઢગલાબંધ એકમો સીલ કર્યા હતા. ત્યારે, મહાપાલિકા દ્વારા ગઈકાલે પણ 161 એકમોની ચકાસણી કરી 80 એકમો સિલ કર્યા હતા. અને આજે પણ બપોરે 1 વાગ્યા સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ 46 એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ 17 સંકુલો સીલ કરવામાં આવ્યા છે. ત્યારે હવે, જાણવા મળી રહ્યું છે કે રાજકોટ મહાપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ એકમો માંથી કેટલાંક એકમોને ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ મહાપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલી 70 શાળા સહિત 150 થી વધુ એકમોના સિલીંગ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. ફાયર સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે સીલ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે, 10 તારીખ થી શાળા અને કોલેજ શરૂ થઈ જશે. ત્યારે, હાલ શૈક્ષણિક કરી શરૂ થાય એ પહેલા ફાયર સિસ્ટમ એક્ટિવ કરવા મંજૂરી આપવામાં આવી છે.


