- સંદેશ ન્યૂઝનું સ્કૂલ વાહનોમાં રિયાલીટી ચેક
- CNG કીટ પર વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા
- સ્કૂલ વાનમાં નિયમોના ઉલાળીયા
રાજકોટમાં TRP ગેમઝોનમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ રાજ્યમાં બીજી આવી કોઈ ઘટના ના બને તેણે લઈને હવે ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કેફે ,રેસ્ટોરન્ટ ,શાળા ,કોલેજો વગેરે જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. જે કોઈ જગ્યા પર પણ ફાયરસેફટીનો અભાવ જોવા મળે તે જગ્યાઓને સીલ કરવામાં આવી રહી છે.
કેપેસિટી કરતાં વધારે બાળકો
રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે સંદેશ ન્યૂઝ દ્વારા સ્કૂલ વાહનોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ઉનાળાનું વેકેશન પૂરું થઈ ગયું છે. અને હવે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. ત્યારે હવે સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓ સ્કૂલે જતાં હોય છે. ત્યારે આ વિદ્યાર્થીઓ સ્કૂલવાનમાં ઘેટા-બકરાની જેમ ભરવામાં આવે છે. વાનની કેપેસિટી કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવે છે. ત્યારે જો આવી પરિસ્થિતિમાં કોઈ દુર્ઘટના બને તો તેનું જવાબદાર કોણ?
જીવના જોખમે કરી રહ્યા છે સવારી
સ્કૂલ વાહનોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું જેમાં ખૂબ જ ગંભીર બેદરકારી જોવા મળી હતી. સ્કૂલ વાનમાં CNG કીટ ઉપર બેઠક વ્યવસ્થા ગોઠવીને વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે. આ સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો વિદ્યાર્થીઓના જીવના જોખમને સવારી કરી રહ્યા છે.
રીક્ષામાં 8 થી 10 બાળકોને બેસાડવામાં આવે છે
મહત્વનું કહી શકાય કે, રીક્ષાની અંદર પણ 8 થી 10 બાળકોને બેસાડવામાં આવે છે. અને સ્કૂલવાનમાં પણ કેપેસિટી કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવે છે. સ્કૂલવાની અંદર CNG કીટ ઉપર બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે. સાથે જ આ સ્કૂલવાનમાં ફાયર સેફટી પણ જોવા મળતી નથી.


