By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બેન્કોની ડિપોઝિટમાં શહેરીજનોનો સિંહફાળો: ગ્રામ્ય રોકાણ માત્ર 9 ટકા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

બેન્કોની ડિપોઝિટમાં શહેરીજનોનો સિંહફાળો: ગ્રામ્ય રોકાણ માત્ર 9 ટકા

agragujaratnews
Last updated: 2023/10/17 at 7:56 AM
2 years ago
Share
બેન્કોની ડિપોઝિટમાં શહેરીજનોનો સિંહફાળો: ગ્રામ્ય રોકાણ માત્ર 9 ટકા
SHARE


Image Source: pixabay

– રૂ.૧૦.૩૮ લાખ કરોડની ડિપોઝીટ સાથે ગુજરાત દેશમાં છઠા ક્રમે પણ સમગ્ર રાજ્ય કરતા એકલા મુંબઈ પાસે વધારે પૈસા!

– ગુજરાતમાં ચાર શહેરો પાસે  ટકા કરતા વધારે બેંક ડિપોઝીટ, ગામજનોનો માત્ર નવ ટકા હિસ્સો

અમદાવાદ, તા. 14 ઓક્ટોબર 2023, શનિવાર

ભારતમાં બેન્કોમાં જમા  કુલ ડીપોઝીટ (બચત ખાતું, કરંટ ખાતું અને ફિક્સ ડીપોઝીટ મળી)માં માત્ર ૨૮ મેટ્રો અને શહેરી વિસ્તારના થાપણદારો ૫૦ ટકા બચત ધરાવે છે.બધા જ મેટ્રો અને શહેરી વિસ્તારો ગણીએ તો કુલ ડિપોઝીટમાં તેમનો હિસ્સો ૭૮ ટકા જેટલો છે સામે ગ્રામ્ય વિસ્તારોની ડીપોઝીટ માત્ર નવ ટકા છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે સુખી, સમૃદ્ધ અને દેશના અર્થતંત્રનું એન્જિન ગણાતા ગુજરાત રાજ્યનો હિસ્સો છ ટકા કરતા પણ ઓછો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ ગુજરાત કરતા આગળ છે. 

રિઝર્વ બેંકના સ્ટેટીસ્ટીક્સ અનુસાર, માર્ચ ૨૦૨૩ની સ્થિતિએ દેશમાં કુલ રૂ.૧૮૫.૩૩ લાખ કરોડની ડિપોઝીટ જમા હતી. બેન્કિંગની ભાષામાં જેને મેટ્રોપોલિટન કેન્દ્ર કહેવામાં આવે છે તેવા દેશના ૬૩ બેન્કિંગ સેન્ટરમાંથી રૂ.૧૦૦.૦૩ લાખ કરોડ કે ૫૪ ટકા ડિપોઝીટ બેંકોમાં જમા થઇ છે. શહેરી ગણાતા ૩૫૬ કેન્દ્રોમાંથી રૂ.૩૯.૮૮ લાખ કરોડ કે ૨૧.૫૨ ટકા રકમ જમા થઇ છે. આમ માત્ર શહેરી વિસ્તારમાંથી કુલ થાપણનો ૭૫ ટકા હિસ્સો આવે છે. ગ્રામ્ય ૭૪૮ વિસ્તારોમાંથી બેંકોમાં માત્ર રૂ.૧૬.૬૭ લાખ કરોડ કે નવ ટકા જ ડિપોઝીટ બેન્કોમાં જમા થઇ છે. દેશની ૩૮૮ શિડયુલ કોમર્શીયલ બેંકોમાં જમા ડિપોઝીટ આંકડાઓના આધારે આ વિગતો જાણવા મળી છે. 

મુંબઈ મેટ્રો અને મુંબઈ સબબર્બન વિસ્તાર મળી બેંકોમાં રૂ.૨૬.૨૪ લાખ કરોડની રકમ જમા ધરાવે છે. આ રકમ સમગ્ર ગામ્ય વિસ્તાર કરતા વધારે છે એટલું જ નહિ આખા ગુજરાતની બેન્કિંગ ડિપોઝીટ કરતા પણ વધારે છે. માર્ચ ૨૦૨૩ના રોજ ગુજરાત રાજ્યમાંથી બેન્કોમાં કુલ રૂ.૧૦.૩૮ લાખ કરોડની રકમ જમા હતી. એમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મુખ્ય શહેરોનો હિસ્સો ૫૪ ટકા કરતા વધારે છે. આ દર્શાવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં જંગી બેન્કિંગ નેટવર્ક હોવા છતાં આવકના અભાવે બેંકોમાં લોકો નાણા જમા કરાવી શકતા નથી. ગુજરાતમાં પણ મેટ્રો અને શહેરી વિસ્તાર મળી કુલ રૂ.૭.૮૧ લાખ કરોડની ડિપોઝીટ ઉપર માલિકી ધરાવે છે એટલે કે દર ચાર ડિપોઝીટમાંથી ત્રણ આ વિસ્તારની હોય છે. 

દેશમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની સુખાકારી અંગે હમેશ ચર્ચા થતી રહી છે અને શહેર તરફની હિજરતનું એક મુખ્ય કારણ છે કે ગામડાંમાં આર્થિક ઉપાર્જન કે રોજગારીની બહુ અલ્પ તક ઉપલબ્ધ છે. ૫૪ વર્ષથી દેશમાં બેન્કિગ ક્ષેત્રે આવેલા રાષ્ટ્રીયકરણ પછી પણ ગ્રામ્ય વિસ્તારોની હાલત કંગાળ જ રહી છે. 

છેલ્લા બે દાયકાથી દેશમાં બેન્કિંગ ગ્રામ્ય સ્તર સુધી વ્યાપક  બને એ માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આ પછી ૨૦૧૪માં પ્રધાનમંત્રી જન ધન યોજનામાં વધારે સરળતાથી, શૂન્ય બેલેન્સ અને ઓછામાં ઓછા દસ્તાવેજ સાથે બેન્કિંગ સગવડ ઉભી કરવા માટે વધારે તેજ અભિયાન ચાલ્યું હતું. જુલાઈ ૨૦૨૩ની સ્થિતિએ દેશમાં ૪૯.૪૯ કરોડ જન ધન ખાતા છે અને તેમાં રૂ.૨,૦૦,૯૫૮ કરોડની રકમ જમા હોવાનું સરકારે લોકસભાને જણાવ્યું હતું. એટલે કે સરેરાશ આ ખાતામાં માત્ર રૂ.૪૦૬૧ની રાશિ જમા છે. આ દર્શાવે છે કે ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગની આવક ઘણી સીમિત છે. 

બેન્કીંગ ડિપોઝિટમાં ટોચના પાંચ રાજ્યો

રાજ્ય

રૂ. લાખ કરોડ

મહારાષ્ટ્ર

40.20

 

દિલ્હી

17.10

કર્ણાટક

14.63

ઉત્તર પ્રદેશ

14.36

તમિલનાડુ

 

 દેશમાં ડિપોઝિટ: ગામડાઓ ગરીબને ગરીબ

વિગત

રૂ. લાખ કરોડ

હિસ્સો

મેટ્રો

100.35

53.98

શહેરી

39.88

21.52

ગ્રામ્ય

16.67

8.99

 

ગુજરાતના ગામડાઓમાં સ્થિતિ નબળી

વિગત

રૂ. લાખ કરોડ

હિસ્સો

ગ્રામ્ય

0.98

9.43

મેટ્રો

5.59

53.92

શહેરી

2.22

21.43

 

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
રાજકોટ

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

Editor By Editor 2 days ago
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?