ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ODI સિરીઝની છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ પહેલાથી જ સિરીઝ 2-0થી જીતી ચૂકી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ODI મેચ નાગપુરમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી જીત મેળવી હતી. કટકમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું. ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપ પર નજર રાખશે, જ્યારે ઈંગ્લેન્ડ કોઈપણ ભોગે મેચ જીતીને પોતાનું સન્માન બચાવવા માંગશે.


