નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે યૂક્રેનને એકબાજુ કરવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ વ્લાદિમીર પુતિનની ચાલનું પરિણામ છે.
અને આ સમયમાં અમેરિકન જાસૂસી તંત્રના વડાઓનું કહેવું છે કે મોસ્કો 2030 સુધીમાં યુરોપમાં એક મોટા યુદ્ધ માટે પોતાની સેનાને તૈયાર કરી રહ્યું છે. અમેરિકન ડિફેન્સ ચીફ પીટ હેગસેથે પોતાના યુરોપિયન સમકક્ષોને જણાવ્યું હતું કે યૂક્રેનનું 2014ની પહેલાની પોતાની સરહદો પર પરત જવાનું સપનું એક ભ્રામક લક્ષ્ય છે અને નાટોના સભ્યપદ માટેની કિવની ઇચ્છા વાસ્તવિક નથી. પીટના આ નિવેદનને વ્યાપક રૂપથી પુતિનના મોટા વિજય અને કિવ માટે એક નિવાશકારી આંચકાના રૂપમાં જોવામાં આવે છે. આ નિવેદનના પરિણામ સ્વરૂપે સુરક્ષાની ગેરંટીની સંભાવના વગર ક્ષેત્રના વિશાળ હિસ્સાને છોડવા માટે તેણે મજબૂર થવું પડે તેમ છે. ટ્રમ્પના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સલાહકાર જોન વોલ્ટને જણાવ્યું હતું કે મોસ્કો માટે આ એક મહાન દિવસ હતો.
તજજ્ઞો ટ્રમ્પના નિવેદનને ચેમ્બરલીન સાથે સરખાવી રહ્યા છે
તજજ્ઞો ચેતવણી ઉચ્ચારી રહ્યા છે કે પુતિનને ખુશ કરવાનું પરિણામ ઇતિહાસનું પુનરાવર્તન કરવા બરાબર બની શકે છે. સ્વીડનના પૂર્વ પીએમએ તો ટ્રમ્પ પર યૂક્રેનને વેચી નાખવાનો આરોપ મૂક્યો છે. તેણે ઉમેર્યું હતું કે 1938માં ચેમ્બરલીન પણ આટલા નીચા ગયાં ન હતાં. આમ પણ મ્યૂનિકનો અંત બૂરો હતો. તેઓ અનેક તજજ્ઞોમાના એક હતાં જેમણે ટ્રમ્પ અને હિટલર સમયના બ્રિટિશ પીએમ ચેમ્બરલેનની શાંતિ માટેની જાહેરાતો વચ્ચે તુલના કરી છે. નોંધનીય છે કે ચેમ્બરલીન શાંતિની વાત કરતાં રહ્યા હતાં અને એડોલ્ફ હિટલરે પોલેન્ડ પર આક્રમણ કરીને કેટલાક ક્ષેત્રોનો વિલય પણ કરી દીધો હતો. અને તે પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. નોંધનીય છે કે યૂક્રેનના ભાગ્ય પર ચર્ચા કરવા માટે હવે શુક્રવારે જર્મન શહેરમાં એક સુરક્ષા સમ્મેલન થવાનું છે.


