સ્પેસ મિશનનો એક નવો રેકોર્ડ બનવા જઇ રહ્યો છે. આ સ્પેસ મિશનમાં ફક્તને ફક્ત મહિલાઓ જ હશે. ખાસ વાત તો એ છે કે હોલિવૂડ સિંગર કેટી પૈરી પણ આ સ્પેસ મિશનમાં સામેલ થવાના છે. કેટી પેરી સહિત અમેરિકાની અનેક દિગ્ગજ મહિલાઓ પણ હશે. આ મિશનની અમેરિકી અરબપતિ જૈફ બેજોસની પત્ની કરી રહી છે.
આ સ્પેસ મિશનની શું છે ખાસિયત ?
ગાયિકા કેટી પેરી જે અવકાશ મિશન પર જવાના છે તે જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનનું એક મિશન છે, જેનું નામ NS-31 મિશન છે. આ મિશનની સૌથી ખાસ વાત એ હશે કે મિશન માટે જઈ રહેલા ન્યૂ શેપર્ડ અવકાશયાનમાં ફક્ત મહિલાઓ જ હશે.
આ અવકાશ યાત્રા એક સીમાચિહ્નરૂપ સાબિત થવા જઈ રહી છે, કારણ કે 1963 માં વેલેન્ટિના તેરેશકોવાના એકલા મિશન પછી પહેલી વાર આ મિશનનું નેતૃત્વ મહિલા અવકાશયાત્રીઓની ટીમ કરશે.
લોકોની અપેક્ષાઓ વધશે
મહત્વનું છે કે કેટી પેરી કેપિટોલ રેકોર્ડ્સની સૌથી વધુ ચર્ચામાં રહેતી મહિલા કલાકાર છે. તેમણે આ મિશન અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું મને આશા છે કે મારી સફર મારી પુત્રી અને અન્ય લોકોને પણ સ્ટાર્સ સુધી સુધી પહોંચવા માટે પ્રેરણા આપશે.
બેઝોસના મંગેતરનો પ્લાન!
આ મિશનનું નેતૃત્વ જેફ બેઝોસની પત્ની અને ભૂતપૂર્વ ન્યૂઝ રિપોર્ટર લોરેન સાંચેઝ કરશે. સાંચેઝએ જ આ પ્રતિષ્ઠિત ટીમને એકઠી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. પૈરી અને સાંચેજની સાથે સીબીએસ એંકર ગેલ કિંગ, અગ્રણી વ્યક્તિઓમાં નાગરિક અધિકાર કાર્યકર્તા અમાન્ડા ન્ગ્યુએન, ફિલ્મ નિર્માતા કેરીન ફ્લાયન અને ભૂતપૂર્વ નાસા રોકેટ વૈજ્ઞાનિક આઈશા બોવેનો સમાવેશ થાય છે.


