અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કીએ વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ અને ખનિજ સંશોધન મામલે ઉગ્ર ચર્ચા થઇ હતી. પરંતુ આ ચર્ચા દલીલબાજીમાં ફેરવાતા માહોલ ગરમ થયો હતો. અને વાતચીત નિષ્ફળ નિવડી હતી. પરંતુ આ બધાની વચ્ચે ચીને એક વૈજ્ઞાનિક કમાલ કરી બતાવ્યો છે. હાલમાં કરેલા સર્વેક્ષણમાં તેણે થોરિયમનો એક વિશાળ ભંડાર શોધી લીધો છે.
મુંઝવણમાં અમેરિકા, આગળ નિકળ્યુ ચીન
જ્યારે અમેરિકા અને યુક્રેન ખનિજ સંશોધન બાબતે દલીલ કરી રહ્યા હતા. ત્યારે ચીને પોતાનો રસ્તો બનાવી લીધો હતો. ચીને થોરિયમનો વિશાળ ભંડાર શોધી લીધો હતો. જેને ઇનફાઇનાઇટ એનર્જી સોર્સ તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. આ શોધ કોલસા પર નિર્ભતા ઓછી કરવા અને ગ્રીન એનર્જીનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે મદદ કરશે. અમેરિકા અને યુરોપ ખનિજ સંશોધનની રેસમાં ફસાયા છે. તો ચીન આ મુદ્દે પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યુ છે. ઇનફાઇનાઇટ એનર્જી સોર્સ ચીનની એલર્જી જરુરતોને હમેંશા પૂર્ણ કરવાની ક્ષમતા રાખે છે. પરંતુ સાથે જ વૈશ્વિક સ્તર પર એનર્જી કંટ્રોલને પણ બદલી શકે છે. થોરિયમને ભવિષ્યની પરમાણુ ઉર્જાનો એક મહત્વનો સ્ત્રોત ગણી શકાય છે. કારણ કે પાંરપરિક યુરેનિયમ આધારિત રિએક્ટરોથી અધિક સુરક્ષિત હોય છે. ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ ખનિજ તેમની પાસે હાજર હતુ. અને હવે તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે.
ચીન વર્ષોથી તેના સ્ટીલ અને ઉર્જા ઉત્પાદનને પર્યાવરણને અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરકારે 2025 સુધીમાં સ્ટીલ ઉત્પાદનમાં કોલસા પરની નિર્ભરતા 15% ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે, ચીન ઝડપથી ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ ટેકનોલોજી અપનાવી રહ્યું છે. જે પરંપરાગત બ્લાસ્ટ ફર્નેસ કરતા ઓછું પ્રદૂષણ ફેલાવે છે. જો કે, ચીનનો સ્ટીલ ઉદ્યોગ હજુ પણ તેના 2025 ના આબોહવા લક્ષ્યોથી પાછળ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ચીનના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% નો ભારે ટેરિફ લાદ્યો છે. દક્ષિણ કોરિયા અને વિયેતનામે પણ ચીની સ્ટીલ પર ભારે ટેરિફ લાદ્યા છે, જેના કારણે ચીન માટે વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવી વધુ મુશ્કેલ બની ગઈ છે. આમ છતાં, ચીન તેના સ્ટીલ ઉત્પાદનમાં સતત સુધારો કરી રહ્યું છે અને હવે તેની ઊર્જા જરૂરિયાતોને આત્મનિર્ભર બનાવવા માટે થોરિયમ જેવા નવા ઊર્જા સ્ત્રોતોની શોધ કરી રહ્યું છે.
ખનિજ સંસાધનો માટે વૈશ્વિક સ્પર્ધા તીવ્ર બને છે
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે, પશ્ચિમી દેશોની રણનીતિ પણ ખનિજ સંસાધનો પર કેન્દ્રિત થઈ ગઈ છે. અમેરિકા, યુરોપ અને યુક્રેન સંયુક્ત રીતે રશિયાના ખનિજ સંસાધનોને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે ચીન શાંતિથી તેના સંસાધનોને મજબૂત બનાવી રહ્યું છે. આ નવી શોધ પછી, ઉર્જા ક્ષેત્રમાં ચીનની સ્થિતિ વધુ મજબૂત બનશે અને તે તેની ભૂ-રાજકીય શક્તિમાં વધુ વધારો કરી શકશે.


