ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની, ફેમસ ડાન્સ કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા ફરી એકવાર ચર્ચામાં છે. બંને વચ્ચે છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા છે, પરંતુ ચહલની આરજે માહવાશ સાથેની તાજેતરની તસવીરોએ આ ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે.
ધનશ્રીએ તાજેતરમાં ચહલ સાથેના તેના ફોટા અનઆર્કાઈવ કર્યા છે, જેના પછી હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને ફરી એકવાર એકબીજાની નજીક આવી રહ્યા છે.
ચહલ અને આરજે માહવાશ સાથે મળ્યા જોવા
ચહલ તાજેતરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ દરમિયાન દુબઈ સ્ટેડિયમમાં રેડિયો જોકી આરજે માહવાશ સાથે જોવા મળ્યો હતો. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરો જોઈને ફેન્સ અનુમાન લગાવવા લાગ્યા છે કે ચહલ અને મહાવાશ વચ્ચે કોઈ ખાસ સંબંધ છે.
જૂના ફોટા કર્યા અનઆર્કાઈવ
આ સમગ્ર વિવાદ વચ્ચે બીજી એક રસપ્રદ વાત સામે આવી છે. ધનશ્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચહલ સાથેના તેના જૂના ફોટા અનઆર્કાઈવ કર્યા. આ અંગે પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘણા યુઝર્સ કહે છે કે જો ધનશ્રીએ તાજેતરમાં જ આ ફોટા રીસ્ટોર કર્યા છે, તો પછી બે અઠવાડિયા પહેલા લોકો આ ફોટા પર કેવી રીતે કોમેન્ટ કરી શક્યા?
ધનશ્રીએ ઈશારામાં જવાબ આપ્યો?
ચહલ અને મહાવાશની તસવીરો વાયરલ થયા પછી, ધનશ્રી વર્માએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી, જેમાં લખ્યું હતું કે, ‘સ્ત્રીઓને દોષ આપવી હંમેશા એક ફેશન રહી છે.’ ધનશ્રીની આ પોસ્ટ જોઈને ફેન્સ માને છે કે તેણે તેના અને ચહલના સંબંધોમાં રહેલી સમસ્યાઓ અંગે આ નિવેદન આપ્યું છે.
‘હું ખૂબ જ ભાવુક છું’
બુધવારે રાત્રે ધનશ્રી વર્મા અભિષેક બચ્ચનની ફિલ્મ ‘બી હેપ્પી’ના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. જ્યારે ધનશ્રી ફિલ્મ જોઈને પાછી આવી, ત્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને ફિલ્મ કેવી લાગી. આના જવાબમાં ધનશ્રીએ કહ્યું કે હું અત્યારે ખૂબ જ ભાવુક છું. આ સિવાય ધનશ્રીએ ફિલ્મ વિશે કંઈ કહ્યું નહીં.
ફેન્સમાં થયા કન્ફ્યુઝ
આ સમગ્ર મામલાને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક ફેન્સ માને છે કે ચહલ અને મહાવાશ ફક્ત સારા મિત્રો છે, જ્યારે કેટલાક ફેન્સ માને છે કે બંને વચ્ચે કોઈ ખાસ સંબંધ છે. કેટલાક રિપોર્ટમાં એવો પણ દાવો થઈ રહ્યો છે કે ચહલ અને ધનશ્રી ફરી એકબીજાની નજીક આવી રહ્યા છે.


