IPL 2025 માં આ વખતે ઘણી ટીમોએ પોતાના કેપ્ટન બદલી નાખ્યા છે, જેમાં હવે રિયાન પરાગનું નામ પણ શામેલ થઈ ગયું છે. જો કે ફરક ફક્ત એટલો છે કે રિયાન આ આખી સિઝન સુધી ટીમના કેપ્ટન હશે નહીં, પરંતુ શરુઆતની કેટલીક મેચો માટે જ હશે.
આઈપીએલ 2025 ની સિઝન પહેલા રાજસ્થાન રોયલ્સ પર એક મોટી સમસ્યા આવી પડી છે. ટીમના કેપ્ટન સંજૂ સેમસન હજી સાજા થયા નથી જેના કારણે રાજસ્થાન રોયલ્સે કેપ્ટન પદમાં ફેરફાર કર્યો છે અને સ્ટાર ઓલરાઉન્ડર પરાગને ટીમનું કેપ્ટન પદ સોંપ્યું છે. સેમસન આ સમય દરમિયાન રિયાન પરાગના કેપ્ટન પદ હેઠળ રમતા જોવા મળશે. રાજસ્થાન રોયલ્સની પહેલી મેચ 23 માર્ચના રોજ સનરાઈઝ હૈદરાબાદથી છે. જેમાં પહેલી વખત રિયાન કેપ્ટન પદ સંભાળશે.
3 મેચ માટે કેપ્ટન બનશે રિયાન
છેલ્લા ઘણા અઠવાડિયાથી આંગળીમાં વાગેલા ઘા ને કારણે સંજૂ સેમસન હજી પુરી રીતે આમાંથી બહાર નિકળી શક્યા નથી. સેમસનને બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સિલન્સ તરફથી બેટીંગની પરમિશન મળી ગઈ છે. જેમાં રાજસ્થાન રોયલ્સે કેપ્ટન પદમાં ફેરફાર કર્યો છે. ફ્રેચાંઈઝીએ ગુરુવાર 20 માર્ચે એવી જાહેરાત કરી હતી કે ટીમમાં શરુઆતના 3 મેચ માટે રિયાન પરાગ ટીમનું કેપ્ટન પદ સંભાળશે, જ્યારે સંજુ સેમસન બેંટીંગ કરશે. જો કે પુરી રીતે સ્વસ્થ થયા બાદ સંજુ જ કેપ્ટન તરીકે પરત ફરશે.
સંજુ સેમસને પોતે જ આખી ટીમની સામે રિયાન પરાગને કેપ્ટન પદ આપવાની જાહેરાત કરી છે. સંજુ સેમસનને ઈંગ્લેન્ડની સામે ગયા મહીને પાંચમી ટી 20 મેચ દરમિયાન આંગળીમાં વાગ્યું હતું, ત્યારથી તેઓ મેદાનમાં રમી રહ્યા નથી. જો કે BCCIની મેડિકલ ટીમ દ્વારા તપાસ કર્યા બાદ તેઓ હાલમાં રાજસ્થાન રોયલ્સની ટ્રેનિંગમાં પાછા ફર્યા હતા. પરંતું સવાલ તેમની વિકેટકીપીંગ પર હતો કે તેમને હજી BCCI તરફથી ફીટનેસ સર્ટિફીકેટ મળવાની રાહ જોવાઈ રહી છે.
પહેલી વખત કેપ્ટન પદ સંભાળશે રિયાન
રિયાન પહેલી વખત રાજસ્થાન રોયલ્સનું કેપ્ટન પદ સંભાળશે. તેમણે આ પહેલા ક્યારેય પણ આઈપીએલમાં કોઈ પણ ટીમનું કેપ્ટન પદ સંભાળ્યું નથી. તેમની લીડરશીપ નીચે ટીમ 23 માર્ચે હૈદરાબાદ , 26 માર્ચે ડિફેંડીંગ ચેમ્પ્યન કલક્તા નાઈટ રાઈડર્સ અનેમ 30 માર્ચે ચેન્નાઈ સુપર કીંગ્સ સામે રમશે. રિયાનને હાલ ફક્ત 3 મેચ પુરતું જ કેપ્ટન પદ આપવામાં આવ્યું છે.


