IPL 2025ની 42મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. રજત પાટીદારના નેતૃત્વમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સારું પ્રદર્શન કર્યું છે અને પાંચ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. પરંતુ ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી ન હતી અને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ત્રણેય મેચ હારી ગઈ છે. રાજસ્થાન રોયલ્સ ટીમ આઠમાંથી ફક્ત બે મેચ જીતી શકી છે. કેપ્ટન સંજુ સેમસન ઈજાના કારણે આ મેચમાં રમી શકશે નહીં. તેમની ગેરહાજરીમાં રિયાન પરાગ કેપ્ટનશીપ કરશે.


