ભારત માટે બે ICC ટ્રોફી જીતનાર કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની હાર બાદથી હિટમેન ચર્ચામાં હતો.
હવે જૂનમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા, હિટમેને નિવૃત્તિની જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા. આ નિર્ણયથી તેમની પત્ની રિતિકા પણ ઈમોશનલ થઈ ગઈ. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ પોસ્ટ કરી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ વિશે ચર્ચા થઈ
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાને 1-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ રોહિત શર્માના નિવૃત્તિ અંગેની ચર્ચા વધી ગઈ હતી. પરંતુ હિટમેને આ વાતને નકારી હતી. હવે જ્યારે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે નવા કેપ્ટનના સમાચાર ફેલાતા રોહિત શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી. હિટમેનની નિવૃત્તિ પછી, તેની પત્ની રિતિકા સજદેહની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેણે ઘણા ઈમોજી બનાવ્યા છે, જેમાંથી એક તૂટેલું દિલ પણ છે.
ખેલાડીઓએ આપી પ્રતિક્રિયા
રોહિત શર્માના નિવૃત્તિના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. ઘણા ક્રિકેટરોએ હિટમેન વિશે પણ પોસ્ટ કરી છે. રિષભ પંતે રોહિત વિશે લખ્યું છે કે ‘તમારી હાજરી અને પ્રભાવ હંમેશા ડ્રેસિંગ રૂમમાં ગુંજશે.’ ખુબ ખુબ પ્રેમ, રોહિત ભાઈ. ભલે હિટમેન ટેસ્ટ ક્રિકેટથી દૂર થઈ ગયો હોય, પણ તેને સ્પષ્ટ કર્યું કે તે વનડે ક્રિકેટમાં રમશે.
રોહિતે ઈન્સ્ટાગ્રામ પર આપી માહિતી
રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેને લખ્યું છે કે ‘બધાને નમસ્તે, હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.’ વ્હાઈટ જર્સીમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. વર્ષોથી તમારા પ્રેમ અને સમર્થન બદલ આપ સૌનો આભાર. હું ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.


