લોકોને આજકાલ ઘર કરતાં બહારનું ભોજન વધુ પસંદ છે. અને એટલે જ રસ્તા પર નાસ્તાની લારીઓ અને રેસ્ટોરન્ટ અને કાફેમાં લોકોની ભીડ વધુ જોવા મળે છે. યુવાનોને પીઝા, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઈસ અને ચિપ્સ ખાવાનો ભારે ક્રેઝ છે. તેઓ આ ખોરાક સાથે સોફ્ટ ડ્રિંકસ પણ લે છે. હેલ્થ એક્સપર્ટે ફ્રેન્ચ ફ્રાઈસ ક્રેઝી ખાવાના શોખીનોને લઈને ચેતવણી આપી છે.
ફ્રેન્ચ ફ્રાઈસ અને ચિપ્સ ખતરારૂપ
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે ફ્રેન્ચ ફ્રાઈસ અને ચિપ્સ બટાકામાંથી બનતી આઈટમ છે. બાફેલા અથવા બેક કરેલા બટાકાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર થતી નથી. પરંતુ, જો તમે તળેલા બટાકા ખાઈ રહ્યા છો, તો તે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયમાં ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ વધ્યા છે. તેને લઈને કરવામાં આવેલ એક સંશોધનમાં સામે આવ્યું છે કે દરરોજ અથવા સપ્તાહમાં 3 થી વઘુ વખત પણ ફ્રેન્ચ ફ્રાઈસ અને ચિપ્સ ખાવાથી લોકોમાં ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધ્યું છે.
ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ
લોકો અઠવાડિયામાં 3 વખત કે તેથી વધુ વખત ફ્રેન્ચ ફ્રાઈસ ખાય છે તેવા લોકોમાં ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ લગભગ 20 થી 27% સુધી જોવા મળ્યું છે. હેલ્થ એક્સપર્ટે વધુ માહિતી આપણા જણાવ્યું કે ફ્રેન્ચ ફ્રાઈસમાં બટાકાને જે રીતે રાંધવામાં આવે છે તેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. ફ્રેન્ચ ફ્રાઈસને ડીપ ફ્રાય કરાય છે, જેમાં બિનઆરોગ્યપ્રદ ચરબી અને સોડિયમ હોય છે. એટલે આ વસ્તુનું સેવન વજનમાં વધારો અને ઇન્સ્યુલિન પ્રતિકાર વધારે છે, જે ટાઇપ 2 ડાયાબિટીસના સૌથી મોટા કારણો છે. આવી સ્થિતિમાં, હેલ્થ એક્સપર્ટનું સૂચન છે કે ફ્રેન્ચ ફ્રાઈસને બદલે બાફેલા અથવા બેક કરેલા બટાકા ખાવા જોઈએ.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


