માતાઓ ઇચ્છે છે કે તેમના બાળકની શિલ્પા શેટ્ટી અને અમિતાભ બચ્ચની જેટલી હાઈટ હોય. બાળકોની ઉંમર કરતા ઓછી હાઈટ માતાપિતાની ચિંતા વધારે છે. તેઓ સતત પ્રયાસ કરતા રહે છે કે બાળકોની હાઈટ કેવી રીતે વધે. બાળકોને શરૂઆતથી જ જો હેલ્ધી ખોરાક આપવામાં આવે તો હાઈટ વધારનારા પરિબળ તરીકે અસર કરી શકે છે. આ સાથે જ તેમને શારીરિક પ્રવૃતિ અને નિયમિત કસરત કરાવો તો જરૂરથી બાળકની હાઈટમાં ફરક દેખાઈ શકે છે.
પોષક તત્વોથી ભરપૂર ખોરાક
જો કે બાળકોની હાઈટ વધારે કે ઓછી હોવી એ વારસાગત બાબત પણ છે. આ ઉપરાંત બાળકોના શારીરિક વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય માટે તબીબી સ્થિતિ, આહાર, શારીરિક પ્રવૃત્તિ અને પર્યાવરણ પણ મહત્વપૂર્ણ છે. બાળકની હાઈટ શિલ્પા શેટ્ટી જેવી થાય તે માટે તેમના ડેઈલી ડાયટમાં કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાકને જરૂર સામેલ કરવો જોઈએ.
બાળકના ડેઈલી ડાયટમાં આ આહાર મહત્વપૂર્ણ
કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર
બાળકોની હાઈટ ઉંમરના પ્રમાણમાં સારી રીતે વધે માટે કેલ્શિયમયુક્ત ખોરાક આપો. આ ખોરાકના સેવનથી હાડકા મજબૂત થશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. તમે બાળકોના ડાયટમાં દૂધ, દહીં, છાશ, પનીર જેવા ડેરી ઉત્પાદનોને સામેલ કરો. આ ડેરી ઉત્પાદનોમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તમે બાળકોને દરરોજ કોઈપણ એક ડ્રાયફ્રૂટ આપી શકો છો. પ્રોટીનથી ભરપૂર ડ્રાયફ્રૂટ ખાવાથી તેમનું મગજ પણ તેજ થશે.
શાકભાજી અને ફળોનું સેવન જરૂરી
આજકાલ જંકફૂડના ચક્કરમાં બાળકો શાકભાજી અને ફળો ખાવાનું ભૂલી ગાય છે. બાળકોને દરરોજ લીલા પાંદડાવાળા શાક, પ્રોટિનથી ભરપૂર કઠોળ અને મેથી, પાલક, બ્રોકોલી, ગાજર તેમજ બીટને સામેલ કરો. શાકભાજીના સેવનથી કેલ્શિયમ, વિટામિન A, K અને આયર્નની ઉણપ દૂર કરી શકશો. આઉપરાંત કેળા, નારંગી, સફરજન જેવા ફળોને પણ સામેલ કરો. કારણ કે ફળોમાં વિટામિન A, B, C અને ઘણા એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે સારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે
આ બાબત પણ જરૂરી
આ આહાર સાથે બાળકોને સાઈકલિંગ, વોકિંગ અને હળવી કસરત કરવા જેવી રોજિંદા કોઈ એક શારિરીક પ્રવૃત્તિ જરૂર કરાવો. આજે બાળકો પણ યોગ કરવા લાગ્યા છે. તમે બાળકોને તેમની ઉંમર મુજબ યોગાસન કરાવી શકો છો. બાળકો આહારમાં નિયમિત અને ઉંઘમાં પણ નિયમિતતા હશે તો સ્વાસ્થ્ય પર અસર દેખાશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


