GST કાઉન્સિલની 56મી બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતરમણે બુધવારે પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં તેમણે દર્દીઓને મોટી રાહ આપતા 33 જીવનરક્ષક દવાઓ પર GST 12% થી ઘટાડીને ઝીરો કરવાનું એલાન કર્યુ છે. આ દવાઓમાં કેન્સર સહિત અનેર ગંભીર બિમારીઓની દવાઓ સામેલ છે. આ સિવાય ત્રણ અન્ય જીવનરક્ષક દવાઓ પર GSTના 5 ટકાથી ઝીરો કરી દીધુ છે. સાથે જ અન્ય દવાઓ પર પણ જીએસટી 12 ટકાથી ઘટીને 5 ટકા કરી દેવામાં આવ્યુ છે. આવો જાણીએ આ ઘટાડા બાદ તમને કેટલી બચત થશે.
આ દરેક દવાઓ પર મળી રાહત
GST કાઉન્સિલે 33 દવાઓ પર GST 12 થી ઝીરો કરી દીધુ છે. આ દવાઓ મુખ્ય રૂપથી કેન્સર, દુર્લભ જેનેટિક ડિસઓર્ડર, ઓટોઇમ્યુન ડિસીઝ અને અન્ય ગંભીર બિમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. જેમાં Agalsidase Beta, Imiglucerase, Eptacog alfa activated recombinant coagulation factor VIIa, Onasemnogene abeparvovec, Asciminib, Mepolizumab, Pegylated Liposomal Irinotecan, Daratumumab, Daratumumab subcutaneous, Teclistamab, Amivantamab, Alectinib, Risdiplam, Obinutuzumab, Polatuzumab vedotin, Entrectinib, Atezolizumab, Spesolimab, Velaglucerase Alpha, Agalsidase Alfa, Rurioctocog Alpha Pegol, Idursulphatase, Alglucosidase Alfa, Laronidase, Olipudase Alfa, Tepotinib, Avelumab, Emicizumab, Belumosudil, Miglustat, Velmanase Alfa, Alirocumab, Evolocumab, Cystamine Bitartrate, CI-Inhibitor injection અને Inclisiran। જેવી અનેક દવાઓ સામેલ છે.
કેન્સરની કઇ દવાઓ થઇ સસ્તી
તો બીજી તરફ Daratumumab મલ્ટીપલ માયલોમા માટે, Alectinib લંગ કેન્સર, Obinutuzumab બ્લડ કેન્સર, Polatuzumab vedotin લિમ્ફોમા, Entrectinib સોલિડ ટ્યુમર, Atezolizumab લંગ અને બ્લડ કેન્સર, Tepotinib લંગ કેન્સર અને Avelumab સ્કિન કેન્સર પર પણ જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય રેર બિમારીઓની દવાઓ જેમ કે Velaglucerase Alpha) ગોચર ડિઝીઝ, Alglucosidase Alfa પોમ્પે ડિસીઝ અમે હેમોફિલિયા Emicizumab પર પણ જીએસટી ઝીરો કરી દીધી છે.
કઇ દવા કેટલી સસ્તી થશે?
GST ઘટાડાની સીધી અસર દર્દીઓના મંથલી બિલ પર પડશે. કેટલીક પ્રમુખ કેન્સર દવાઓની બજાર પ્રાઇઝના આધાર પર જો હિસાબ લગાવીએ તો તમને કેટલી બચત થશે….
Daratumumab-મલ્ટીપલ માયલોમાં કેન્સર માટે
આ એક ઇન્જેક્શનના ફોર્મમાં આવે છે. તેની મંથલી ડોઝ પ્રાઇઝ બે લાખ રૂપિયા છે. પહેસા 12 ટકા જીએસટીના હિસાબથી 24 હજારનો ટેક્સ લાગતો હતો. એટલે કે આ દવા 2 લાખ 24 હજારની પડતી હતી.
Alectinib-લંગ કેન્સર માટે
કેપ્સ્યુલ ફોર્મમાં આવનારી આ મંથલી પેકમાં 60 કેપ્સ્યુલ આવે છે. જેની બેઝ પ્રાઇઝ 1.50 લાખ રૂપિયા છે. 12 ટકા જીએસટી મળીને 1.68 લાખ રૂપિયા થઇ જતા હતા એટલે હવે આમાં બચત થશે.
Osimertinib -લંગ કેન્સર માટે
80mgની આ ટેબ્લેટમાં 30 ટેબ્લેટ આવતી હતી. પહેલાં 12 ટકા જીએસટીની સાથે આશરે 1.51 લાખ રૂપિયા ખર્ચો પડતો હતો. હવે સીધી રીતે તેમાં 16,200ની બચત થશે.
એટલે કે કોઇ દર્દી આમાંથી એક પણ દવાઓ પર નિર્ભર છે તો મંથલી તેમના બિલમાં 15 થી 50 હજાર સુધીની બચત થવાની આશા છે.


