સતત થાક અને નબળાઈએ કિડનીને નુકસાન કરી શકે છે. ત્યારે શરીરમાં લોહી યોગ્ય રીતે સાફ થતું નથી. આને કારણે શરીરમાં ઝેરી તત્વો એકઠા થાય છે અને તમે હંમેશા થાકેલા અને નબળા અનુભવો છો.
શરીરમાં પ્રમાણ કરતા વધુ તત્વો
પગ, પગની ઘૂંટી અને આંખોની નજીક સોજો જોવા મળે છે. જ્યારે કિડની શરીરમાંથી વધારાનું મીઠું અને પાણી દૂર કરવામાં અસમર્થ હોય છે. ત્યારે શરીરમાં પ્રવાહી એકઠું થવા લાગે છે. તેની અસર સૌપ્રથમ પગ, પગની ઘૂંટી અને આંખોની આસપાસ સોજાના સ્વરૂપમાં જોવા મળે છે. કિડની ફેલ્યોરનું સૌથી મહત્વપૂર્ણ સંકેત પેશાબ સાથે સંબંધિત છે. ફીણવાળું પેશાબ, લોહી, વારંવાર પેશાબ અથવા ખૂબ ઓછું પેશાબ. જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસેથી ચેકઅપ કરાવવું જોઈએ.
ભૂખ ન લાગવી
કિડની રોગ દરમિયાન શરીરમાં કચરો એકઠો થાય છે. જેના કારણે ભૂખ ન લાગવી અને ઉલટી કે ઉબકા આવે છે. લાંબા સમય સુધી ભૂખ ન લાગવી એ કિડનીના નબળા પડવાની નિશાની છે. ત્વચા પર ખંજવાળ અને ફોલ્લીઓ થવી. જ્યારે કિડની શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવામાં અસમર્થ હોય છે. ત્યારે તેની અસર ત્વચા પર પણ દેખાય છે. ત્વચા શુષ્ક થવા લાગે છે. ખંજવાળ અને ફોલ્લીઓ થવા લાગે છે. જો આવી સમસ્યા ચાલુ રહે છે. તો તેને સામાન્ય એલર્જી માનવાની ભૂલ ન કરો.
શ્વાસ લેવામાં તકલીફ
કિડનીની સમસ્યાઓના કારણે શરીરમાં વધારાનું પ્રવાહી એકઠું થાય છે. જે ફેફસાં સુધી પહોંચી શકે છે. આ શ્વાસ લેવામાં તકલીફ અથવા ગૂંગળામણનું કારણ બની શકે છે. આ કિડની ફેલ્યોરનું પણ ગંભીર સંકેત છે. જ્યારે કિડનીને નુકસાન થાય છે. ત્યારે લોહીમાં રહેલા ઝેરી તત્વો મગજને અસર કરે છે. આ અનિદ્રાની સમસ્યા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી વધારી શકે છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે છે. તો તેને હળવાશથી ન લો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.


