બદલાતી જીવનશૈલીના કારણે લોકો અનેક સમસ્યાનો શિકાર થઈ રહ્યા છે. વેપાર અને કારર્કિદને લઈને સ્પર્ધાત્મક સમયમાં યુવાનો ડિપ્રેશનનો ભોગ બને છે. શારીરિક પ્રવૃત્તિના અભાવે લોકોમાં થાક અને નબળાઈની સમસ્યા વધુ જોવા મળે છે. થાક અને નબળાઈની સમસ્યા દૂર કરવા કેટલાક લોકો બજારમાં મળતા મલ્ટીવિટામિન અને સીરપનું પીવાનું પસંદ કરે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ગોળીઓથી થોડીવાર સ્ફૂર્તિનો અનુભવ થશે. પરંતુ સતત તેનું સેવન શરીરના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનું સેવન કરવાથી ફક્ત થોડા સમય માટે જ ઉર્જા મળે છે અને લાંબા ગાળે શરીરને નુકસાન થાય છે.
થાક અને નબળાઈ દૂર કરવા સ્પ્લિમેન્ટ લેવાનો ટ્રેન્ડ
મોંઘા સ્પલિમેન્ટ લીધા વગર જો તમે થાક અને નબળાઈને દૂર કરવા માંગતા હો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી બનશે. શરીરને ઉર્જાવાન બનાવવા કુદરતી વસ્તુનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે. મોંઘી દવાઓના કારણે કયારેક આડઅસર થાય છે. ત્યારે આજકાલ લોકોમાં આર્યુવેદિક ઉપચાર કરવાનું પસંદ કરી રહ્યા છે. આર્યુવેદ નિષ્ણાતે શરીરને સ્ફૂર્તિમાં રાખવા કુદરતી ઉકાળો વિશે જણાવ્યું છે. આ ઉકાળો બનાવવા તમારે વધુ સામગ્રીની જરૂર નહીં પડે. આ ઉકાળામાં જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અનેક બીમારીમાં રામબાણ ઇલાજ સાબિત થઈ છે. આ ઉકાળો મોરિંગા કે જેને ડ્રમસ્ટ્રીક કહે છે તેમાંથી બનાવવામાં આવે છે. આ ઉકાળાનું સેવન શરીર માટે ગુણકારી છે.
શરીરને ઉર્જાવાન રાખશે મોરિંગાનો ઉકાળો
મોરિંગાનો ઉકાળો બનાવવા એક ગ્લાસ પાણી લો અને તેમાં 1 ચમચી મોરિંગા પાવડર, 1/2 ચમચી અશ્વગંધા પાવડર અને 1/2 ચમચી તજ પાવડર ઉમેરો. હવે, આ મિશ્રણને લગભગ 10 મિનિટ સુધી સારી રીતે ઉકાળો. પાણી ઉકળે પછી, તેને ગાળી લો અને તેને હૂંફાળું પીવો. મીઠાશ માટે તમે મધ અથવા ગોળ પણ ઉમેરી શકો છો. મોટાભાગના લોકો અઠવાડિયામાં ફક્ત એક કે બે વાર આ ઉકાળાનું સેવન કરી શકે છે. પરંતુ જો શરીરમાં ગંભીર નબળાઈ રહેતી હોય તો નિષ્ણાતની સલાહ બાદ નિયમિત સેવન કરી શકે છે. સવારે નાસ્તા પછી અથવા સાંજે 5-6 વાગ્યે તેનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત તમે રાત્રે સૂતા પહેલા પણ તેનું સેવન કરી શકો છો. હાઈ બ્લડ પ્રેશર, થાઈરોઈડ અથવા હૃદયની સમસ્યાઓ હોય તેમણે અને સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ડોકટરના સૂચન બાદ જ આ પીણાનું સેવન કરવું.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


