સોશિયલ મીડિયાના ચક્કરમાં લોકોમાં આજકાલ ઊંઘનો સમય ઘટયો છે. પૂરતી ઊંઘ ના મળતા શરીર થાકેલું લાગે છે અને દિવસભર સુસ્તી રહે છે. જો કે કેટલાક લોકો ઊંઘની સમસ્યાના કારણે હેરાન થાય છે. તેઓ ગમે તેટલા પ્રયાસ કરે છતાં રાત્રિના સમયમાં ઊંઘ આવતી નથી. અને ઊંઘ માટે આખરે તેઓ દવાનો સહારો લે છે. પરંતુ નિયમિત દવાનું સેવન સ્વાસ્થ્ય પર અસર કરે છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે તમે એક્યુ પ્રેશર પદ્ધતિથી ઊંઘની સમસ્યા દૂર કરી શકો છો.
ઊંઘ ન આવવી એક રોગ, મેળવો છુટકારો
એક્સપર્ટ કહે છે કે ઊંઘ ન આવવી એ પણ એક રોગ છે. ઊંઘ ન આવવાના અનેક કારણો હોઈ શકે છે. જો કે સૌથી મોટું કારણ રોજિંદી દિનચર્યા છે. જેની અસર તમારી ઊંઘ પર પડે છે. બદલાતી અને વ્યસ્ત જીવનશૈલી તેમજ સોશિયલ મીડિયામાં સ્ક્રોલિંગની આદત ઊંઘ દૂર રાખે છે. જો કોઈ વ્યક્તિ ઊંઘ ન આવવાના રોગથની સમસ્યાનો સામનો કરતી હોય તો એકયપ્રેશર પદ્ધતિ જરૂર મદદરૂપ થઈ શકે છે. આ ટેકનીકમાં શરીરના કેટલાક ભાગોને દબાવવાથી સમસ્યામાં રાહત મળે છે. ઊંઘ ના આવવાના રોગ ઉપરાંત એકાગ્રતા, વારંવાર યુરિન થવા જેવી સમસ્યામાં એક્યુપ્રેશન ટેકનીક અસરકારક છે.
ગાઢ ઊંઘ લેવા શરીરના આ ભાગ દબાવો
એક્યુપ્રેશર ટેકનીકમાં ઊંઘની સમસ્યા દૂર કરવા કાનની પાછળનો ભાગ દબાવવાથી રાહત મળે છે. કાનની પાછળના ભાગને, કાનની પાછળના ભાગને હળવેથી દબાવવાથી તમને સારી ઊંઘ આવી શકે છે. આ બિંદુને ઓછામાં ઓછા 10 થી 20 વાર દબાવો. આ બિંદુને એનિમિયા કહેવામાં આવે છે, જે ઊંઘ લાવવામાં ખૂબ મદદરૂપ થાય છે. ક્યારેક હાઈ બ્લડ પ્રેશર અને તણાવને કારણે ઊંઘ ના આવતી હોય તેવા કિસ્સામાં માનસિક શાંતિ મેળવવા માથા વચ્ચેના બિંદુને હળવેથી દબાવો. આ સિવાય તમે તમારી ગરદનની માલિશ કરીને સારી ઊંઘ લઈ શકો છો. ગરદનના ઉપરના ભાગમાં એક ચોક્કસ બિંદુ છે જેને આ બિંદુને આરામ બિંદુ કહેવામાં આવે છે. જ્યારે તમારા અંગૂઠાથી આ બિંદુને દબાવવામાં આવે છે, ત્યારે તે સક્રિય થાય છે અને તમને આરામ મળતા તમે સારી ઊંઘમાં સરી પડો છો. હાથની આંગળીઓમાં પણ ઊંઘના બિંદુઓ હોય છે
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


