ગોંડલ પોલીસ દ્વારા સોની અને આંગડીયા પેઢીઓના માલિકો સાથે બેઠક
દિવાળી અને બેસતા વર્ષના તહેવારોને લઈ પોલીસ સતર્ક
અગ્ર ગુજરાત, ગોંડલ
આગામી દિવાળી અને બેસતા વર્ષ સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને ગોંડલ પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
DySP કે. જી. ઝાલા સાહેબ (ગોંડલ ડિવિઝન)ની અધ્યક્ષતામાં ગોંડલ શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીઓ, સોની બજારના વેપારીઓ તેમજ અન્ય વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન તહેવારોના દિવસોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વેપારીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. દુકાનો અને વેપારી સંસ્થાઓમાં પૂરતા પ્રમાણમાં CCTV કેમેરા લગાવવા, સુરક્ષાના જરૂરી પગલાં લેવા તેમજ વિશેષ તકેદારી રાખવા વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા.
તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગોંડલ પોલીસ દ્વારા સુરક્ષાને લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


