લીવર આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. શરીરને સ્વસ્થ રાખવામાં લીવર મહત્વપૂર્ણ કાર્ય કરે છે. ફેટી લીવરની સમસ્યા કયારેક લીવર સંબંધિત સમસ્યા વધારે છે જે લીવર ફેલ્યોરનું કારણ બને છે. આવી સમસ્યાથી બચવા ખાનપાનની આદતો સુધારવી જોઈએ. લીવરને ડિટોક્સિફાય કરનાર ખોરાકનો લોકોએ આહારમાં સમાવેશ કરવો. પરંતુ ઘરમાં વપરાશ કરાતી કેટલીક વસ્તુઓ સ્વાસ્થ્યને જ નહીં લીવરને પણ નુકસાન કરે છે તેવું એક સંશોધનમાં સામે આવ્યું છે.
ઘરેલુ ઉત્પાદનમાં રહેલા રસાયણ સ્વાસ્થ્ય માટે ખતરારૂપ
દુનિયાભરમાં છેલ્લા કેટલાક સમયથી લીવર સંબંધિત ફરિયાદ વધી છે. આ બાબતને લઈને એક સંશોધન કરાયું હતું જેમાં સામે આવ્યું કે ફક્ત ખોરાક જ નહીં પરંતુ ઘરમાં વપરાતી કેટલીક વસ્તુઓના સતત સંપર્કમાં આવવાથી લીવર સંબંધિત સમસ્યા વધે છે. ઘરગથ્થુ અને ડ્રાય-ક્લીનિંગ ઉત્પાદનોમાં રહેલું ટેટ્રાક્લોરોઇથિલિન (PCE) નામનું રસાયણ લીવરના સ્વાસ્થ્ય માટે ખતરારૂપ હોવાનું સાબિત થયું છે. PCEએ ગંધયુક્ત પ્રવાહી છે જેનો ઉપયોગ કપડાંમાંથી ગ્રીસ અથવા ડાઘ દૂર કરવા માટે ડ્રાય-ક્લીનિંગ થાય છે. આ ઉપરાંત અન્ય ઘરેલુ વસ્તુઓ જેવી કે એડહેસિવ ગુંદર, સ્પોટ રીમુવર, સ્ટેનલેસ સ્ટીલ, મેટલ ક્લિનિંગ પોલિશ તેમજ સફાઈ કરતા ઉત્પાદનોમાં પણ આ રસાયણ હોય છે.
PCE ના સંપર્કમાં આવતા લોકોમાં વઘી લીવર સંબંધિત સમસ્યા
સંશોધકોએ PCE ની અસરોનો અભ્યાસ કરતાં શોધી કાઢ્યું છે કે PCE ના સંપર્કમાં આવતા લોકોમાં અન્ય લોકો કરતા ગંભીર લીવર ફાઇબ્રોસિસ થવાની શક્યતા ત્રણ ગણી વધારે હોય છે. લીવર ફાઇબ્રોસિસ એ લીવરમાં ડાઘ પેશીની રચનાનો ઉલ્લેખ કરે છે. આ ડાઘ પેશી ધીમે ધીમે લીવરના કાર્યને બગાડે છે. જો ધ્યાન આપવામાં ન આવે તો, તે ગંભીર બીમારીઓ તરફ દોરી શકે છે. ક્યારેક સમાન સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતા બે લોકોને લીવર રોગ થાય છે, પરંતુ એકને થતો નથી. આ તફાવત PCE જેવા રસાયણોને કારણે હોઈ શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


