આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે તેવા સમાચાર આપણે વારંવાર સાંભળીએ છીએ અથવા જોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કાચા તેલના ભાવ પાણીની બોટલ કરતા પણ સસ્તા થઈ જશે? એવું કહેવામાં આવી રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં ઈન્ટરનેશનલ માર્કેટમાંમાં કાચા તેલની કિંમત પીવાના પાણીની બોટલની કિંમતથી પણ નીચે આવી શકે છે. આ કોઈ અતિશયોક્તિ નથી. પરંતુ આ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ JPMorgan દ્વારા કરાયેલો અંદાજ છે. JPMorgan અનુસાર, માર્ચ 2027 સુધીમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 30 ડૉલર સુધી ઘટી શકે છે.
18 રૂપિયાથી પણ સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ
જો આ કિંમતને ભારતીય રૂપિયામાં આશરે 95 રૂપિયા પ્રતિ ડોલરના એક્સચેન્જ રેટ પર બદલવામાં આવે તો એક બેરલની કિંમત આશરે 2850 રૂપિયા થશે. એક બેરલમાં 159 લિટર ક્રૂડ હોય છે. આ મુજબ, એક લિટર ક્રૂડ ઓઇલની કિંમત ફક્ત 17.90 રૂપિયા હશે, જે દિલ્હીમાં સામાન્ય રીતે 18 થી 20 રૂપિયા પ્રતિ લિટર વેચાતા મિનરલ વોટરની બોટલની કિંમત કરતા ઓછી છે.
JPMorganનો આ અંદાજ એવા દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે ક્રૂડ ઓઇલની આયાત પર વધુ નિર્ભર છે, જેમ કે ભારત. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના લગભગ 86 ટકા અન્ય દેશોમાંથી આયાત કરે છે. JPMorganનો અંદાજ છે કે બ્રેન્ટ ક્રૂડના ભાવ તેમના વર્તમાન સ્તરથી 50%થી વધુ ઘટી શકે છે, જે પ્રતિ બેરલ 62 ડૉલરથી ઉપર છે. આ ઘટાડો અપેક્ષિત છે કારણ કે ગ્લોબલ લેવલ પર ડિમાન્ડથી વધુ સપ્લાય વધી શકે છે.
ઓવરસપ્લાયની દેખાશે અસર
આગામી ત્રણ વર્ષમાં દુનિયાભરમાં તેલ વપરાશમાં વધારો થવાનો અંદાજ હોવા છતાં, ખાસ કરીને આ વચ્ચે સપ્લાય ગ્રોથ નોન-OPEC+ દેશો (રશિયા, મેક્સિકો, કઝાકિસ્તાન, ઓમાન, મલેશિયા, સુદાન અને દક્ષિણ સુદાન, અઝરબૈજાન, બહેરીન, બ્રુનેઈ અને સિંગાપોર)માં ડિમાન્ડની સરખામણીએ અનેક ઘણો વઘુ હશે. જો સપ્લાય વધુ થશે તો તેની કિંમત પર સ્પષ્ટપણે અસર જોવા મળશે.
2025માં વિશ્વભરમાં તેલની માંગ 0.9 મિલિયન બેરલ પ્રતિ દિવસ (mbpd) વધવાની ધારણા છે, જેનાથી કુલ વપરાશ 105.5 mbpd થશે. 2026માં ગ્રોથ સ્થિર રહેવાનો અને 2027માં 1.2 mbpd થવાનો અંદાજ છે. જોકે, JPMorganનો અંદાજ છે કે 2025 અને 2026માં સપ્લાય માંગ કરતાં લગભગ ત્રણ ગણી ઝડપથી વધશે. 2027 સુધીમાં, સપ્લાય વપરાશ કરતાં વધી જશે, જેના કારણે ઓવરસપ્લાય થશે અને કિંમતોમાં ઘટાડો થશે.
આ પણ વાંચો: Income tax Refund નથી મળ્યું? ક્યાં સુધીમાં આવશે પૈસા? જાણો ITR Refund સ્ટેટસ ચેક કરવાની સરળ રીત


