આન્દ્રે રસેલ એક જમૈકાના ઓલરાઉન્ડર ક્રિકેટર છે જે પોતાના વિસ્ફોટક બેટ્સમેન અને જોરદાર બોલિંગ માટે જાણીતા છે. તેમણે હાલમાં IPL 2026ના ઓક્શન પહેલા જ IPL માંથી સંન્યાસ લીધો છે.પરંતુ તે હવે KKR સાથે એક પાવર કોચના રૂપમાં નવી ભૂમિકા નિભાવશે.રસેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વિડિઓમાં આ માહિતી શેર કરી છે. જો કે મીડિયા રિપોર્ટ અનુસાર આ સ્ટાર ખેલાડીને તેની નિવૃત્તિ સાથે KKR કેમ્પમાં એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
શાહરૂખ ખાને લખી ભાવનાત્મક પોસ્ટ
KKRના માલિક શાહરૂખ ખાને તેની ટીમમાં આન્દ્રે રસેલની એક અલગ જ ભૂમિકાને લઈને ખૂબજ ભાવનાત્મક પોસ્ટ લખી હતી. શાહરૂખ ખાને લખ્યું હતું કે, ખૂબ શાનદાર યાદો માટે ધન્યવાદ આંન્દ્રે. અમારા શાનદાર યોદ્ધા, KKRમાં તમારુ યોગદાન યાદગાર છે. હવે એક ખેલાડી તરીકેની તમારી યાત્રાનું વધુ એક ચેપ્ટર શરૂ થશે. પાવર કોચ તરીકે અમારા જાંબલી અને ગોલ્ડન કલરની ટીશર્ટ પહેરેલા ખેલાડીઓને જ્ઞાન અને તાકાત આપશો. હાં કોઈ અન્ય ટી શર્ટ તમને કંઈક જુદી જ લાગશે. મારા દોસ્ત,ટીમ અને આ રમતને પ્રેમ કરતા ચાહકો તરફથી લવ યૂ.
KKR કેમ્પમાં નાઈટ રાઇડર્સ માટે પાવર કોચ
IPLમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બોલરોને ચારે દિશામાં દોડાવનાર ઘાતક ખેલાડી આન્દ્રે રસેલે IPL માંથી નિવૃત્તિની જાહેરાત કરી તેના ચાહકોને એક મોટો ઝટકો આપ્યો છે. રસેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વિડિઓમાં આ માહિતી શેર કરી છે. જો કે મીડિયા રિપોર્ટ અનુસાર આ સ્ટાર ખેલાડીને તેની નિવૃત્તિ સાથે KKR કેમ્પમાં એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. IPLમાં જોરદાર બેટિંગ કરનાર આ સ્ટાર ખેલાડી ખરા અર્થમાં પાવર પેક ખેલાડી કહી શકાય છે અને એટલા માટેજ તે કોલકાતા નાઈટ રાઇડર્સ માટે પાવર કોચ તરીકે સેવા આપશે.


