ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન અંતર્ગત બૌદ્ધિક સંવાદ યોજાયો
વિપક્ષ દ્વારા કરાયેલા આંદોલનને વખોડતા હોદેદારો
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સ્થિર અને પ્રગતિશીલ સરકારને અરાજકતા ફેલાવી અસ્થિર કરવાના મનસુબા સાથે તાજેતરમાં રાહુલ ગાંધીએ ભારતીય ચુંટણી પંચ અને ભાજપ સરકાર વિરૂધ્ધ વિપક્ષના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનોને લાંબા સમય સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આ જાહેરાત પછી, વિપક્ષ જનતામાં સતત મિથ્યા અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યો છે અને જાહેર સંસ્થાઓમાં લોકોના વિશ્વાસને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. સત્તાના લાલચમાં વિપક્ષે પોતાના સંકુચિત રાજકીય હિતોને રાષ્ટ્રીય હિતોથી ઉપર રાખ્યા છે અને ઘૂસણખોરોને સમર્થન આપીને પોતાના રાજકીય લાભ માટે દેશના લોકતંત્ર પર હુમલો કર્યો છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી તરૂણજી ચુઘ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ સહસંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીજીની સુચના અનુસાર તમામ જીલ્લા મહાનગરમાં લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન-૨૦૨૬ હેઠળ વિપક્ષને જવાબ આપવા અને દેશની જનતાને વિપક્ષનો અસલી ચહેરો ઉજાગર કરવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
આ સંવાદ કાર્યક્રમમાં રાજકોટ શહેર સંગઠન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અનિરુધ્ધભાઈ દવે સાથે શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિત ઉદ્યોગપિતઓ, બિલ્ડર, નામાંકિત ડોકટર, સી.એ. અને વકીલો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


