દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ રસ્તાના ખાતમુહૂર્ત કર્યા હતા.દાહોદ વિધાનસભા વિસ્તારમાં કુલ 14.15 કરોડના ખર્ચે રસ્તાઓનું નવીનીકરણ થશે. આ પ્રસંગે સ્થાનિક નેતાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ વિધાનસભા બેઠક પર પંદર વર્ષ પછી ભાજપના ધારાસભ્ય ચુંટાઈ આવ્યા છે.જેથી વિસ્તારની પ્રજામાં સરકારી યોજનાઓના અને પ્રાથમિક સુવિધાઓનો લાભ મેળવવા માટે સ્વાભાવિક રીતે જ ધસારો જોવા મળી રહ્યો છે.દાહોદ વિધાનસભા વિસ્તારમાં મોટા ભાગનો ગ્રામ્ય વિસ્તાર છે ત્યારે સિંચાઈ,પાણી,રસ્તાઓની સુવિધાઓની માંગ સૌથી વધારે છે.હાલમાં જ ધારાસભ્યની ભલામણથી જ ખેતીમાં વીજળીનો પુરવઠો 12 કલાક આપવા ઉર્જા મંત્રીએ મંજૂરી આપતા રવી ઋૃતુમાં ખેડૂતોને તેનો લાભ થશે. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓના નવીનીકરણની જરૂરિયાત હોવાથી વિવિધ યોજનાઓમાં નવા રસ્તાઓ અને રીસર્ફેસીંગ માટે સરકારે મંજૂરી આપતાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ 14.25 કરોડના ખર્ચે બનનારા 13 જેટલા રસ્તાના સાગમટે ખાત મુહૂર્ત કર્યા હતા.જેમાં બોરવાણી નવા ફળિયા, છાપરી એક ડાળ વડલા થી બોરવાણી,ચોસાલા રોડથી સાંકરદા, સાંકરદામાં કાચલા વર્ગ તરફ્નો રસ્તો, કન્સ્ટ્ર બ્રીજ ઓન ચોસાલા ટુ ઓ.ડી.આર બ્રીજ, ચોસાલા ટુ ઓ.ડી.આર, ડોબા ખોબ ફળિયાથી ખરોદાને જોડતો રસ્તો,ભાઠીવાડામાં ગામતળથી ઝરણ ફળિયાને જોડતો રસ્તો,રાજપુર નિશાળ ફળિયા રોડ, રાજપુર વડલી ફળિયા રોડ, ભાઠીવાડા ચોસાલા રોડ,ખરેડી નવા ફળિયા રોડ અને ખરેડી ડુંગરા ફળિયા રોડનો સમાવેશ થાય છે.આ પ્રસંગે તાલુકા ભાજપના મહામંત્રી કાળુભાઈ નિનામા,તાલુકા ભાજપ અગ્રણીઓ વિજયભાઈ પરમાર,મતાભાઈ કિશોરી,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિકુંજ મેડા,એપીએમસીના ડિરેક્ટર બાબુભાઈ હઠીલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
https://sandesh.com/maru-saher-maru-gaam


