ભારતમાં સોનાના ભાવ સાપ્તાહિક ધોરણે વધી રહ્યા છે. એક અઠવાડિયામાં, 24 કેરેટ સોનામાં ₹330નો વધારો થયો છે. 22 કેરેટ સોનાનો ભાવ ₹300નો વધારો થયો છે. 7 ડિસેમ્બરેપણ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે, તો જાણો તમારા શહેરોન લેટેસ્ટ રેટ શું છે.
તમારા શહેરમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર |
24 કેરેટ પ્રતિ 10 ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,30,200 |
1,19,350 |
| દિલ્હી | 1,30,300 | 1,19,450 |
| મુંબઈ | 1,30,150 | 1,19,300 |
| રાજકોટ | 1,30,200 | 1,19,350 |
| ભોપાલ | 1,30,200 | 1,19,350 |
| સુરત | 1,30,200 | 1,19,350 |
22 કેરેટ અને 24 કેરેટ સોનામાં તફાવત શું છે?
24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધતા ધરાવે છે, જ્યારે 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી અન્ય ધાતુઓનું આશરે 9% મિશ્રણ કરવામાં આવે છે, જેથી જ્વેલરી બનાવવી શક્ય બને. 24 કેરેટ સોનું અત્યંત શુદ્ધ હોવાને કારણે તેને સીધી જ્વેલરીમાં રૂપાંતરિત કરવું શક્ય નથી. તેથી મોટાભાગના દુકાનદારો જ્વેલરી માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરે છે.
મિસ્ડ કોલથી જાણો સોનાની હાલની કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રીટેલ દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયમાં તમને SMS દ્વારા તાજેતરના દર મળવાની વ્યવસ્થા છે. સતત અપડેટ્સ અને વધુ માહિતી માટે, તમે IBJA વેબસાઇટ અથવા IBJA Rates પ્લેટફોર્મ પર મુલાકાત લઈ શકો છો.
Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.


