શિયાળામાં મોટાભાગના લોકો પાણી ઓછું પીવે છે. ઠંડી અને ભેજવાળા હવામાનના કારણે લોકોને તરસ લાગતી નથી. શિયાળામાં ગળું સૂકવાની સમસ્યા થતી નથી. તેમજ દિવસભર કામને લઈને ઓફિસમાં એસીમાં બેસી રહેવાના કારણે પણ તેઓ પાણી ઓછું પીવે છે. આ દિવસોમાં મોટાભાગના લોકો દિવસ દરમિયાન જરૂરીયાત કરતાં ઓછું પાણી પીવે છે. આ બાબતને સામાન્ય માની લોકો અવગણે છે. પરંતુ પાણી પીવાને અવગણવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
શરીર સ્વસ્થ રાખવા પાણી પીવું જરૂરી
પૌષ્ટીક ખોરાકની જેમ શરીર સ્વસ્થ રાખવા પાણી પણ એટલું જ જરૂરી છે. શિયાળો હોય કે ઉનાળો આપણે પાણી ફક્ત તરસ છીપાવવા માટે જ નહીં, પરંતુ સ્વસ્થ રહેવા પીવું જોઈએ. કારણ કે પીવાતું પાણી શરીરના દરેક અંગના કાર્ય માટે મહત્વનું છે. તાપમાન સંતુલનથી લઈને પાચન, મગજની પ્રવૃત્તિ અને સ્નાયુઓની મજબૂતાઈ સુધી બધું જ પાણી પર આધાર રાખે છે. તેથી, જો શરીરના સંકેતોને સમયસર ન સમજાય, તો પાણી ના પીવાની આદત સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. શરીરમાં પાણીની ઉણપ હોય ત્યારે આ સંકેત દેખાય છે.
પાણીની ઉણપના આ સમસ્યાના થશો શિકાર
સાંધાનો દુખાવો, પગમાં નસ ચડવી તેમજ સ્નાયુમાં ખેંચાણ થવું એ પાણીની ઉણપનો મોટો સંકેત છે. આ ઉપરાંત તમારો પેશાબ ઘેરો પીળો કે પીળો રંગનો દેખાય છે, અને તમને વારંવાર શૌચાલય જવાની જરૂર નથી લાગતી. શરીરમાં આ સંકેત ડિહાઈડ્રેશનની સમસ્યા બતાવે છે. આ સ્પષ્ટ સંકેત છે કે તમે ડિહાઇડ્રેટેડ છો. આછો પીળો પેશાબનો રંગ પૂરતો હાઇડ્રેશન દર્શાવે છે. પાણીના અભાવે મગજમાં લોહી અને ઓક્સિજનનો પ્રવાહ ઓછો થાય છે. આનાથી માથાનો દુખાવો, હળવો ચક્કર આવવા જેવી સમસ્યાના શિકાર થઈ શકો છો. કયારેક અચાનક ઉભા થવા પર શરીર સંતુલન ખોઈ લે છે.
ત્વચા પર દેખાય છે અસર
ઓછું પાણી પીવાની આદત ત્વચા પર પણ દેખાય છે. તમારી ત્વચા ખેંચાયેલી, શુષ્ક લાગે, અથવા તમારા હોઠ વારંવાર ફાટેલા રહે, તો આ ડિહાઇડ્રેશનની નિશાની હોઈ શકે છે, બાહ્ય ડિહાઇડ્રેશનની નહીં. ફક્ત ક્રીમ જ નહીં, પાણી પીવું વધુ મહત્વપૂર્ણ છે. ઓછું પાણી પીવાથી શરીર આંતરડામાંથી વધુ પાણી ખેંચે છે, જે મળને સખત બનાવે છે અને કબજિયાત તરફ દોરી શકે છે. પાણીની અછત શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગાડે છે. આ સ્નાયુઓને અસર કરે છે અને ખેંચાણ, જડતા અથવા નબળાઇનું કારણ બને છે.


