ગીર સોમનાથ તંત્ર દ્વારા જેપુર ગામમાં ડમ્પિંગ માટે ફાળવેલી જમીન પર્યાવરણ અને વન્યજીવો માટે જોખમી હોવાના આક્ષેપ : સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષનો માહોલ
તાલાલા તાલુકાના જેપુર અને ખીલદાર ગામના સીમાડે, જ્યાં પ્રકૃતિ અને વહીવટી તંત્રના એક વિવાદાસ્પદ નિર્ણય વચ્ચે સીધો જંગ છેડાયો છે. તાલાલા નગરપાલિકાને ડમ્પિંગ સાઇટ માટે સિંહ સહિતના વન્યજીવોની અવરજવર ધરાવતા જંગલ વિસ્તારમાં જમીન ફાળવાઈ છે. જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છે, ત્યાં પ્લાસ્ટિકના ઢગલાં સળગતાં દેખાયા હતા. જેને પગલે પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ગીર સોમનાથ ડેપ્યુટી કલેક્ટર દ્વારા જેપુર ગામની સરકારી પડતર જમીન સર્વે નંબર 82/પૈકી 3માંથી 2 હેક્ટર અને 40 ગુંઠા જમીન ફાળવી છે. આ નિર્ણય વન્યજીવોના અસ્તિત્વ અને સ્થાનિક પર્યાવરણ માટે જોખમી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે દિવ્યભાસ્કરની ટીમ જે તાલાલા નગરપાલિકાને જે જગ્યાએ ડમ્પિંગ સાઈટ માટે જગ્યા ફાળવી છે તે સ્થળે પહોંચી હતી.
તાલાલા તાલુકાના જેપુર અને ખીલદાર ગામનો જ્યાં સીમાડો મળે છે, જે પ્રોટેક્ટ એરિયાની જ્યાં જમીન છે ત્યાં પણ વચ્ચે પડેલી સરકારી જમીન તાલાલા નગરપાલિકાને ડે. કલેક્ટર દ્વારા ડમ્પિંગ સાઇડ માટે ફાળવવામાં આવી છે. અંદાજે બે હેક્ટરને ચાલીસ ગુટા જમીન સહિતના વન્યજીવોની રોજ અવરજવર કરે છે. રોજ તેમના ધામા હોય છે અને ખેડૂતોની કીમતી ફળદ્રુપ જમીનની વચ્ચે નગરપાલિકાના કચરાના ઢગ તમને દેખાઈ રહ્યા હતા. જે કચરાના ઢગલાથી પર્યાવરણ અને બાજુમાંથી વહેતી વાગડિયા નદીને અને લોકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન થવાની સંભાવના છે.
જેપુર, ખીલદાર ગામનો સીમડો મળે છે, ત્યાંના જંગલ વિસ્તારના જે પીએફ(પ્રોટેક્ટેડ ફોરેસ્ટ)ની જંગલ વિસ્તારની જમીન છે. 15 વીઘા જેટલી જમીન અંદાજે બે હેક્ટરને ચાલીસ ગુટા જમીન તાલાલા નગરપાલિકાને કચરાનો પ્રોસેસિંગ પ્લાન્ટ માટે ડમ્પિંગ સાઈડ માટે ડે. કલેક્ટર દ્વારા ફાળવાઈ છે. સરકારી જમીનની વહીવટી તંત્રને જરૂરિયાત ઊભી થતી હોય. એટલે ફાળવવી પણ થતી હોય છે, પરંતુ જંગલની વચ્ચે કે જ્યાં સિંહ સહિતના વન્યજીવોની દરરોજની અવરજવર છે, ત્યાં નગરપાલિકાના પ્લાસ્ટિકના કચરાના ઢગલો કરાયો છે, જે સળગતો છે. આ ડમ્પિંગ સાઈટ અહીં જંગલની વચ્ચે બની છે. કચરાને સળગાવવાથી ગીરની જે ખૂબસૂરતી છે, તે વન્યજીવો ઉપર ખતરો. ઉપરાંત લોકોના આરોગ્ય માટે ખતરા સમાન છે. ઉપરાંત પર્યાવરણને ગંભીર પ્રકારનું નુકસાન પહોંચાડી રહ્યું છે.


