By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 months ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢની આલ્ફા વિદ્યાસંકુલની હોસ્ટેલમાં મારપીટ થયાના આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતજૂનાગઢ

જૂનાગઢની આલ્ફા વિદ્યાસંકુલની હોસ્ટેલમાં મારપીટ થયાના આક્ષેપ

Editor
Last updated: 2026/08/11 at 4:04 PM
2 months ago
Share
જૂનાગઢની આલ્ફા વિદ્યાસંકુલની હોસ્ટેલમાં મારપીટ થયાના આક્ષેપ
SHARE

જૂનાગઢની આલ્ફા વિદ્યાસંકુલની હોસ્ટેલમાં મારપીટ થયાના આક્ષેપ

શાળામાં સ્ટાફ અને ટ્રસ્ટીઓમાં ફેરફાર થયા બાદ અનેક સમસ્યા થતી હોવાની રાવ

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુવિધા અને તેમની સાથેના વર્તનને લઈને વિવાદ ઊભો થયો છે. વાલીઓએ શાળા પ્રશાસન, ટ્રસ્ટી અને હોસ્ટેલ સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. બીજી તરફ સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટરે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી સંસ્થાનો બચાવ કર્યો છે.વાલીઓના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનામાં શાળાના સ્ટાફ અને ટ્રસ્ટીઓમાં ફેરફાર થયા બાદ હોસ્ટેલની વ્યવસ્થાને લઈને અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. વિદ્યાર્થીઓને પૂરતી મૂળભૂત સુવિધાઓ ન મળતી હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો છે.

વાલીઓનો આરોપ છે કે હોસ્ટેલમાં કેટલાક રૂમમાં 15-15 દિવસ સુધી લાઈટ અને પંખા બંધ રહેતા હોવા છતાં સમયસર સમારકામ કરવામાં આવતું નથી. પીવાના પાણી અંગે પણ વાલીઓએ સવાલો ઉઠાવ્યા છે.વાલીઓના જણાવ્યા પ્રમાણે, રાત્રે 8 વાગ્યા બાદ બાળકો માટે પીવાના પાણીના કેટલાક સ્ત્રોત બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જોકે, સંસ્થા તરફથી આ આક્ષેપનો વિરોધ કરવામાં આવ્યો છે. કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ કેસરિયાના જણાવ્યા મુજબ, બાળકોને પોતાની બોટલમાં પીવાનું પાણી ભરવાની સંપૂર્ણ છૂટ છે અને તેઓ પોતે પણ કેમ્પસમાં હાજર રહે છે.

વાલીઓએ શિક્ષકો અને રેક્ટરો દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન અને મારપીટ કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, કેટલાક બાળકોને અપશબ્દો કહેવામાં આવે છે અને શિસ્તના નામે થપ્પડ તથા લાકડીથી માર મારવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.એક કિસ્સામાં બાળકની પીઠ પર મારના નિશાન પડ્યા હોવાનો અને સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હોવાનો વાલીઓએ દાવો કર્યો છે.વાલીઓનો વધુ આક્ષેપ છે કે બાળકો હોસ્ટેલમાં થતી બાબતોની ફરિયાદ વાલીઓને કરે તો તેમને વધુ ધમકાવવામાં આવે છે. જોકે, આ તમામ આરોપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

વાલીઓએ હોસ્ટેલના સ્ટાફના વર્તન સામે પણ સવાલો ઉઠાવ્યા છે. દૂરના વિસ્તારોમાંથી બાળકોને મળવા આવતા વાલીઓને મળવા માટે સમય મર્યાદિત રાખવામાં આવતો હોવાનો તેમનો આક્ષેપ છે.વાલીઓના જણાવ્યા મુજબ, સંસ્થામાં તેમની રજૂઆત સાંભળવા માટે પણ યોગ્ય વ્યવસ્થા નથી. આશરે 28 જેટલી સમસ્યાઓની યાદી તૈયાર કરીને સરકારી કચેરીઓ અને સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની ચીમકી વાલીઓએ આપી છે.

બીજી તરફ, આલ્ફા વિદ્યા સંકુલના કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ કેસરિયાએ વાલીઓના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.તેમણે જણાવ્યું કે સંસ્થા છેલ્લા બે વર્ષથી નડિયાદના ટ્રસ્ટી પ્રતિક પટેલ દ્વારા સંચાલિત થઈ રહી છે. તેમના જણાવ્યા મુજબ, બાળકો સાથે કોઈ પ્રકારની ક્રૂરતા કે હેતુપૂર્વક મારપીટ કરવામાં આવતી નથી.

ડાયરેક્ટરે કહ્યું કે બાળકો નાની ઉંમરના હોવાથી તેમની ભૂલ થાય ત્યારે રેક્ટર અથવા સ્ટાફ તેમને શિસ્તના ભાગરૂપે ટોકે છે અને સંતાનની જેમ સમજાવે છે. તેમણે સંસ્થામાં આશરે 900 વિદ્યાર્થીઓ હોવાનો ઉલ્લેખ કરીને કહ્યું કે જો આ પ્રકારની ગંભીર સ્થિતિ હોત તો આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંસ્થામાં અભ્યાસ કરતા ન હોત.

મેડિકલ ઇમરજન્સી અંગે ડાયરેક્ટરે જણાવ્યું કે કોઈપણ બાળકને તાત્કાલિક સારવારની જરૂર પડે ત્યારે સંસ્થા દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે છે.તેમના જણાવ્યા મુજબ, હોસ્ટેલમાં ખાસ રજિસ્ટર રાખવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓની જરૂરી વિગતો નોંધવામાં આવે છે. બાળકની તબિયત અંગે વાલીઓને ફોન મારફતે જાણ કરવામાં આવતી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.

વાલીઓ માટે મળવાનો સમય કેમ નક્કી કરાયો?

વાલીઓ દ્વારા મળવાના સમય અંગે કરાયેલા આક્ષેપોના જવાબમાં ડાયરેક્ટરે જણાવ્યું કે વાલીઓ ગમે ત્યારે કેમ્પસમાં આવે તો અન્ય વિદ્યાર્થીઓના અભ્યાસ અને હોસ્ટેલની દૈનિક વ્યવસ્થામાં ખલેલ પડી શકે છે.આ કારણોસર વાલીઓને મળવા માટે સમય નક્કી કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. સંસ્થા દર મહિને વાલી મીટિંગ યોજતી હોવાનો અને દર 15 દિવસે વાલીઓને પોતાના બાળકો સાથે ફોન પર વાત કરવાની વ્યવસ્થા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

એક અઠવાડિયામાં વાલીઓ સાથે બેઠકની ખાતરી

સમગ્ર વિવાદ વચ્ચે કેમ્પસ ડાયરેક્ટરે વાલીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના ઉકેલ માટે ખાસ બેઠક યોજવાની ખાતરી આપી છે.તેમણે જણાવ્યું કે આગામી એક અઠવાડિયામાં ટ્રસ્ટીની હાજરીમાં વાલીઓ સાથે બેઠક યોજવામાં આવશે અને રજૂ થયેલા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

હાલ આલ્ફા વિદ્યા સંકુલના હોસ્ટેલને લઈને વાલીઓના ગંભીર આક્ષેપો અને સંસ્થાના સ્પષ્ટીકરણ બાદ સમગ્ર મામલો ચર્ચામાં છે. વિદ્યાર્થીઓની સુરક્ષા, સુવિધાઓ અને હોસ્ટેલમાં શિસ્ત અંગેના આક્ષેપોની સત્તાવાર તપાસ થાય છે કે કેમ તેના પર હવે નજર રહેશે.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?