By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં ધમધમતી નકલી વિદેશી દારૂની મીની ફેકટરી ઝડપાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં ધમધમતી નકલી વિદેશી દારૂની મીની ફેકટરી ઝડપાઇ

Editor
Last updated: 2026/01/06 at 5:11 PM
2 months ago
Share
જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં ધમધમતી નકલી વિદેશી દારૂની મીની ફેકટરી ઝડપાઇ
SHARE

જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં ધમધમતી નકલી વિદેશી દારૂની મીની ફેકટરી ઝડપાઇ

કેમિકલ અને એસેન્સ ભેળવી દારૂ તૈયાર કરી સસ્તી બોટલો ઊંચા ભાવે વેંચતો : બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, ૧૪૦૦થી વધારે બોટલ સહિત ૧૫ લાખનો મુદામાલ જપ્ત

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરોએ હવે નવો રસ્તો અપનાવ્યો છે. અત્યાર સુધી પાડોશી રાજ્યોમાંથી દારૂની ખેપ મારતા બુટલેગરે વધુ નફો કમાવવાની લાલચે ઘરમાં જ નકલી દારુની ફેક્ટરી ઊભી કરી ધમધમાવી. ઘરના ડેલામાં ચાલતી આ નકલી દારૂ બનાવવાની ફેક્ટરીનો જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન ડેલાની અંદર જ નકલી દારૂ તૈયાર કરવાની આખી સિસ્ટમ જોઈને પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

અત્યાર સુધી રાજ્યમાં નકલી ઘી, નકલી તેલ કે નકલી મસાલા પકડાવવાની ઘટનાઓ સામાન્ય હતી પરંતુ, આ પ્રકારે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાતા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ડેલાની અંદર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રાતોરાત આ જગ્યા પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘટનાસ્થળના દૃશ્યો જોઈને પોલીસ પણ થોડીવાર માટે ચોંકી ગઈ હતી.

બુટલેગરે પોતાના રહેણાંક મકાનને જ નકલી દારુ તૈયાર કરવા માટેની ‘મિની ફેક્ટરી’ બનાવી દીધી હતી. નકલી દારુ બનાવવા માટેની આખી સિસ્ટમની ઘરમાં ગોઠવણ કરી હતી. બુટલેગર જાતે જ દારૂ તૈયાર કરતો હતો. એક મોટી ટાંકીમાં પાણી ભરીને ત્યારબાદ તેમાં ઘાતક કેમિકલ અને એસેન્સ મિક્સ કરીને દારુ જેવું જ પ્રવાહી તૈયાર કરતો હતો. આ પ્રવાહી તૈયાર થઈ જાય એટલે તેને અલગ-અલગ પ્રીમિયમ બ્રાન્ડની બોટલોમાં ભરતો ને બજારમાં વેચવા માટે તૈયાર કરતો હતો.

અજુગતી વાત તો એ હતી નકલી દારુ તૈયાર કરવાના કીમીયા સાથે તેની પાસે અલગ-અલગ પ્રીમિયમ બ્રાન્ડના નકલી સ્ટીકરો અને સીલ મારવાનું મશીન પણ હતું. નકલી દારૂ તૈયાર થઈ જાય એટલે નવી-જૂની બોટલો ભેગી કરી તેમાં દારુ ભરીને બ્રાન્ડેડ સ્ટીકરો અને સીલ મારીને આરામથી અસલી દારુની માફક વેચવામાં આવતો હતો. આ દારુની બોટલ એવી રીતે સીલપેક તૈયાર કરાતી કે કોઈ તેના પર શંકા ન કરી શકે કે તે નકલી છે.

પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી 15 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલ આ આરોપી આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું મનાય છે. એ-ડિવિઝન પોલીસે દરોડા દરમિયાન નકલી દારૂ ભરેલી 1400 બોટલો, 450 લિટર જેટલું કેમિકલ અને એસેન્સનો જથ્થો મોટી સંખ્યામાં ખાલી બોટલો, બુચ અને નકલી સ્ટીકરો દારૂ બનાવવામાં વપરાતા વાસણો અને અન્ય સાધનો જપ્ત કર્યા હતા.

આ કૌભાંડમાં રઘુવીર સોલંકી સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને તે આ કેમિકલ ક્યાંથી લાવતો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. જૂનાગઢ પોલીસની આ સફળતાથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડી નાખવા માટે એ-ડિવિઝન પોલીસે કમર કસી છે. આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે.

You Might Also Like

 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ

શિવરાત્રીના મેળામાં ભાવિકોને મળશે શુધ્ધ પીવાનું પાણી

‘હાજી રમકડું’ને ૨૬મીએ પદ્મશ્રીથી નવાજયા, બે દિ’ બાદ મતદારમાંથી નામ કમી કરવા અરજી

 જૂનાગઢમાં ૬૦ લાખની ખંડણી માટે CAનું અપહરણ : પોલીસ નજીક પહોંચતા અપહરણકારો નાસી છૂટયા

જૂનાગઢમાં ગેમ્બલર ગેંગના ભાજપના કોર્પોરેટર સહિત ૪ આરોપીને સાથે રાખી પોલીસનું રીકન્સ્ટ્રકશન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
રાજકોટ

પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા

Editor By Editor 2 days ago
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?