By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: “તમે બધા જયરાજસિંહના માણસ છો, તમે મને મારતા નહી“ જૂનાગઢ સિવિલમાં હાઇ વોલ્ટેજ ડ્રામા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

“તમે બધા જયરાજસિંહના માણસ છો, તમે મને મારતા નહી“ જૂનાગઢ સિવિલમાં હાઇ વોલ્ટેજ ડ્રામા

Editor
Last updated: 2026/01/08 at 3:56 PM
6 months ago
Share
“તમે બધા જયરાજસિંહના માણસ છો, તમે મને મારતા નહી“ જૂનાગઢ સિવિલમાં હાઇ વોલ્ટેજ ડ્રામા
SHARE

 દારૂડીયાએ એક કલાક હોસ્પિટલને બાનમાં લીધી

 જહેમત બાદ પોલીસ અને સિકયુરીટીએ દારૂડીયાને નીચે ઉતાર્યા

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. હોસ્પિટલના પાંચમા માળે એક નશામાં ધૂત યુવકે ચડી જઈને આપઘાતનો પ્રયાસ કરવાની ધમકી આપતા સમગ્ર હોસ્પિટલ તંત્ર અને દર્દીઓના સગાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. “ઝૂમ બરાબર ઝૂમ શરાબી” જેવી હાલતમાં રહેલા આ યુવકે લગભગ એક કલાક સુધી હોસ્પિટલને બાનમાં લીધી હતી. જોકે, એક કલાકની જેહમત બાદ પોલીસ-સિક્યુરિટીએ નીચે ઉતાર્યો. જ્યારે દારુડિયાને લઈ જઈ રહ્યા હતા ત્યારે બોલ્યો કે, ‘તમે બધા જયરાજસિંહના માણહ છો ને મને મારતા નહી’

‘તમે બધા જયરાજસિંહના માણહ છો ને મને મારતા નહી’હા ઉતારી લ્યો વીડિયો, મારા દલિત ભાઈઓ ભેગા છે હું નમ્ર વિનંતી કરુ છુ કેટલાક લોકો મારા ભેગા છે એટલે હું આત્મવિલોપન કરવા માગતો નથી બાકી ઠેકડો મારી ગયો હોત, સમજાઈ ગયું.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અચાનક હોબાળો મચી ગયો હતો. એક શખસ નશાની હાલતમાં હોસ્પિટલના પાંચમા માળે પહોંચી ગયો હતો. ત્યાં જઈને તેણે બારી કે ગેલેરીના છેડે ઊભા રહી નીચે કૂદકો મારવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ દૃશ્ય જોઈને હોસ્પિટલમાં હાજર દર્દીઓના સગા-સંબંધીઓ અને સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા. લોકોમાં એવી ચર્ચા જાગી હતી કે, જાણે ‘શોલે’ ફિલ્મનો વીરુ ટાંકી પર ચડ્યો હોય એવો જ નજારો અહીં પાંચમા માળે જોવા મળ્યો હતો.

​ આ ​ઘટનાની જાણ થતા જ સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ્સ, હોમગાર્ડના જવાનો અને ત્યાં તૈનાત પોલીસ સ્ટાફ તાત્કાલિક પાંચમા માળે દોડી ગયો હતો. યુવક ખૂબ જ ઉશ્કેરાયેલી હાલતમાં હતો અને નશો કરેલો હોવાથી તેને સમજાવવો મુશ્કેલ હતો. જોકે, સુરક્ષા જવાનોએ ભારે સતર્કતા અને ધીરજ દાખવી હતી. એક તરફ યુવકને વાતોમાં પરોવીને સમજાવવામાં આવી રહ્યો હતો, તો બીજી તરફ જવાનોએ તક મળતા જ તેને પાછળથી પકડી લીધો હતો. આ દિલધડક રેસ્ક્યુ બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો.

​​આ હાઈવોલ્ટેજ ડ્રામા લગભગ એક કલાક સુધી ચાલ્યો હતો. મોડી રાત્રે હોસ્પિટલમાં શાંતિના બદલે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા .હોસ્પિટલના પટાંગણમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સૌ કોઈ મોબાઈલમાં આ ‘શરાબીનો ખેલ’ કેદ કરી રહ્યા હતા. જે બાદ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયા છે.

 પોલીસ-સિકયુરીટીની સમય સુચકતાથી મોટી દુર્ઘટના અટકી

​સુરક્ષા જવાનોએ આ દારૂડિયા યુવકને ઝડપી લીધા બાદ તુરંત જ પોલીસના હવાલે કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ અને સિક્યુરિટીની સમયસૂચકતાને કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટી ન હતી અને યુવકનો જીવ બચી ગયો હતો.

You Might Also Like

ગાદલામાંથી નિકળ્યુ ૧૨ લાખનું સોનું, વેપારીએ મૂળ માલિકને પરત કર્યુ

માંગરોળમાં જમાતખાનાની મીટીંગમાં જૂના હિસાબ-કિતાબ મુદ્દે ટોળાનો આગેવાનો પર હૂમલો

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે આંતરિક વિવાદ સપાટીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીમાં યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપી સહિત ચાર રીઢા હત્યારાઓની ધરપકડ
મોરબી

મોરબીમાં યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપી સહિત ચાર રીઢા હત્યારાઓની ધરપકડ

Editor By Editor 2 days ago
રામેશ્વરમાં કારતક માસમાં સામૂહિક શિવપુરાણ કથાયાત્રાનું આયોજન
 રૂખડિયા ફાટક પર નિર્માણ પામશે અંડરબ્રિજ
રાજકોટ રેલવે ડિવિઝનમાં 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
ગીર સોમનાથમાં ડેમોની ચિંતાજનક સપાટીને ધ્યાને રાખી ઉદ્યોગોને અપાતા પાણીમાં કાપ મુકવો જરૂરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?