By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢના પાંચ ગામોમાં થયેલા નબળા કામની તપાસ માંગતા ભાજપના ધારાસભ્ય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢના પાંચ ગામોમાં થયેલા નબળા કામની તપાસ માંગતા ભાજપના ધારાસભ્ય

Editor
Last updated: 2026/01/08 at 4:01 PM
6 months ago
Share
જૂનાગઢના પાંચ ગામોમાં થયેલા નબળા કામની તપાસ માંગતા ભાજપના ધારાસભ્ય
SHARE

ટીડીઓની કોન્ટ્રાકટરો સાથે મિલીભગતનો આક્ષેપ

 વાલાસીમડી, મજેવડી, ઇવનગર, પ્લાસવા, પાદરીયામાં કામગીરીમાં લોટ પાણીને લાકડા

 અગ્ર ગુજરાત, જૂનાગઢ

ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્યસ્તરે લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ, જૂનાગઢ તાલુકામાં આ ગ્રાન્ટનો ઉપયોગ લોકોની સુવિધા માટે નહીં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવા માટે થતો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જૂનાગઢ-86 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સંજય કોરડિયાએ જ્યારે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ગંભીર તપાસની માંગ કરી, ત્યારે તંત્રમાં ફફડાટ મચી ગયો છે. વાલાસીમડી, મજેવડી , ઈવનગર,પ્લાસવા અને પાદરીયા ગામે ઘણા ગામોમાં નાખેલા પેવર બ્લોક ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હતા.તો ક્યાંક ગટરમાં પાણી જવું જોઈએ તે રોડ પર વહેતું દેખાયું હતું.વાલાસીમડી ગામે તો ગ્રામજનો અને પશુઓ માટે પાણીના બોર બનાવવાનું કામ કાગળ પર આ કામ પૂર્ણ બતાવીને સવા લાખ રૂપિયા (1.25 લાખ) ઉધારી લેવામાં આવ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, બોરમાં મોટર નાખવામાં જ આવી નથી.

ગામના સભ્ય ભીખાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, “અહીં સવા લાખ રૂપિયાનો બોર થયો છે પણ પાણી આવ્યું નથી. આજે ખબર પડી કે કાગળ પર મોટર નખાઈ ગઈ છે અને પૈસા પણ ઉપડી ગયા છે, પણ સ્થળ પર મોટર છે જ નહીં.” આ ઘટના સીધો પુરાવો આપે છે કે કઈ રીતે જનતાના પૈસાની ઉઘાડી લૂંટ ચાલી રહી છે.

આ સમગ્ર કૌભાંડમાં સૌથી વધુ આંગળી જૂનાગઢના તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર ઠાકોર પર ચિંધાઈ રહી છે. ગામના સરપંચ અને ઉપસરપંચોએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે TDO રાજેન્દ્ર ઠાકોર કોન્ટ્રાક્ટરો સાથે ભાગીદારીમાં કામ કરે છે. વાલાસીમડીના સરપંચ દેવરાજભાઈએ વ્યથા ઠાલવતા કહ્યું કે, તંત્રમાં અમારું કંઈ ચાલતું નથી. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જાણે પાર્ટનરશિપમાં ધંધો કરતા હોય તેમ મનસ્વી રીતે કામ કરે છે. દોઢ લાખની ગટર બનાવી જેમાં માત્ર અડધો ફૂટ ઊંડો હલકી ગુણવત્તાનો પાઇપ નાખ્યો છે. વારંવાર રજૂઆત છતાં TDO સાંભળતા નથી કારણ કે તેમની ભાગીદારી છે.

ઈવનગરમાં પેવર બ્લોકમાં ગેરરીતિનો ઉપસરપંચનો આક્ષેપ

ઈવનગરના ઉપસરપંચ પરેશ ભુતે TDO પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે વોર્ડ નંબર 5માં 15માં નાણા પંચની ગ્રાન્ટમાંથી ગટરનું કામ થયું છે જે એક વર્ષથી ઉભરાય છે. લાખોના ખર્ચે જે પેવર બ્લોક નાખવામાં આવ્યા તે એટલા નબળા છે કે અત્યારથી જ ઉખડવા લાગ્યા છે.

ગટરની નબળી કામગીરીને લઈ ધારાસભ્યએ કલેકટરને પત્ર લખ્યો

ધારાસભ્ય સંજય કોરડિયાએ જિલ્લા કલેક્ટરને લખેલા પત્રમાં ટેકનિકલ ક્ષતિઓનો પર્દાફાશ કર્યો છે. તેમણે જણાવ્યું કે ગટરના કામોમાં એન્જિનિયરિંગની કોઈ સમજ રાખવામાં આવી નથી. ગટરનો ઢાળ ઉંધો હોવાથી પાણી નીકળવાને બદલે ભરાઈ રહે છે. આટલી ગંભીર ભૂલો હોવા છતાં કયા અધિકારીએ ‘Completion Certificate’ (પૂર્ણતા પ્રમાણપત્ર) આપ્યું તે મોટો સવાલ છે. ધારાસભ્યએ માંગ કરી છે કે ટેકનિકલ ટીમ દ્વારા તપાસ કરાવી જે એજન્સીએ નબળું કામ કર્યું છે તેની પાસે ફરીથી યોગ્ય કામ કરાવવામાં આવે.

પ્લાસવા અને પાદરીયા: કરોડોની ગ્રાન્ટ છતાં સુવિધા શૂન્ય

પ્લાસવા ગામના દિનેશભાઈ ગોંડલીયાએ જણાવ્યું કે, 70 લાખથી વધુના કામો પેન્ડિંગ છે. રસ્તા માટે 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે છતાં ખેડૂતો અને વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ પાદરીયા ગામના સરપંચ વેલજીભાઈ પાથરે જણાવ્યું કે, રસ્તાના કામો બે-ત્રણ વર્ષથી મંજૂર થયા હોવા છતાં એજન્સીઓ કામ શરૂ કરતી નથી. મેટલ કામ કરીને રસ્તા રેઢા મૂકી દેવાયા છે, જેના કારણે જનતા પરેશાન છે.

TDOએ કહ્યું- નબળા કામની કોઈ ફરિયાદ મળી નથી!

જ્યારે આ મામલે તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર ઠાકોરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જાણે કઈ બન્યું જ ન હોય તેમ બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, “મોટાભાગના કામો થઈ ગયા છે અને હજુ સુધી નબળા કામની કોઈ ફરિયાદ મળી નથી.” ગટરના પ્રશ્ને તેમણે વિચિત્ર જવાબ આપતા લોકોની બેદરકારીને જવાબદાર ગણાવી હતી.

You Might Also Like

ગાદલામાંથી નિકળ્યુ ૧૨ લાખનું સોનું, વેપારીએ મૂળ માલિકને પરત કર્યુ

માંગરોળમાં જમાતખાનાની મીટીંગમાં જૂના હિસાબ-કિતાબ મુદ્દે ટોળાનો આગેવાનો પર હૂમલો

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે આંતરિક વિવાદ સપાટીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મોતનો ખેલ! ગુજરાતમાં ચાલતુ નકલી પ્લાઝમાનું રેકેટ
રાજકોટ

 મોતનો ખેલ! ગુજરાતમાં ચાલતુ નકલી પ્લાઝમાનું રેકેટ

Editor By Editor 11 minutes ago
ગોંડલના વોરાકોટડા રોડ પર વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળ્યો
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની દસ્તક, કાલથી રાજયભરમાં જોર વધશે
 ગોંડલ સહિત ૬૨ તાલુકામાં વરસાદ, બાલાસિનોરમાં ૬ ઇંચ
 વોર્ડ નં.૧૧માં વધુ બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાંથી પાણીની ચોરી ઝડપાઇ, એક-એક લાખનો દંડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?