By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જૂનાગઢમાં ૬૦ લાખની ખંડણી માટે CAનું અપહરણ : પોલીસ નજીક પહોંચતા અપહરણકારો નાસી છૂટયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

 જૂનાગઢમાં ૬૦ લાખની ખંડણી માટે CAનું અપહરણ : પોલીસ નજીક પહોંચતા અપહરણકારો નાસી છૂટયા

Editor
Last updated: 2026/01/27 at 4:45 PM
6 months ago
Share
 જૂનાગઢમાં ૬૦ લાખની ખંડણી માટે CAનું અપહરણ : પોલીસ નજીક પહોંચતા અપહરણકારો નાસી છૂટયા
SHARE

 ફિલ્મી ઢબે જૂનાગઢથી .ઠાવી જામનગર તરફ લઇ ગયા હતા

 જૂનાગઢમાં ૬૦ લાખની ખંડણી માટે CAનું અપહરણ : પોલીસ નજીક પહોંચતા અપહરણકારો નાસી છૂટયા

 લોનના કમિશન બાબતે થયેલા ઝઘડા બાદ અપહરણ કરાયું : અપહરણકારોની શોધખોળ

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢમાં CA તરીકે પ્રેકટિસ કરતા મિલન ચૌહાણનું ફિલ્મી ઢબે અપહરણ કરી રૂપિયા 60 લાખની ખંડણી માગવામાં આવતા સનસનાટી મચી છે. અપહરણ થયાની જાણ થયા બાદ પોલીસ તુરંત જ એક્શનમાં આવતા જામનગર તરફ જઈ રહેલા અપહરણકારો ભોગ બનનારને ઉતારીને નાશી છૂટ્યા હતા. લોનના કમિશન બાબતે થયેલા ઝઘડા બાદ CAનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે અપહરણકાર જય ઓડેદરા અને તેના સાગરિતોની શોધખોળ શરૂ કરી છે.

માણાવદરના બોડકા ગામના વતની અને ખેતીકામ કરતા યશભાઈ શાંતિભાઈ મારુના બનેવી મિલનભાઈ ચૌહાણ જૂનાગઢમાં ઓફિસ ધરાવે છે. ગત તા. 23/01/2026ના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં મિલનભાઈ ઘરે આવવાનું કહી ઓફિસેથી નીકળ્યા હતા, પરંતુ તેઓ ઘરે પહોંચ્યા નહોતા. મોડી રાત સુધી તેમનો ફોન સ્વિચ ઓફ આવતા પરિવારે શોધખોળ આદરી હતી. આ દરમિયાન રાત્રે 12:24 વાગ્યે મિલનભાઈના જ ફોન પરથી સાળા યશભાઈને ફોન આવ્યો હતો, જેમાં મિલનભાઈએ ભયભીત અવાજે જણાવ્યું હતું કે જય ઓડેદરા નામનો શખ્સ તેમને ઉપાડી ગયો છે.

અપહરણકર્તાઓએ મિલનભાઈ પાસે ફોન કરાવીને માંગણી કરી હતી કે, “આવતીકાલે બપોરે 11 વાગ્યા સુધીમાં 60 લાખ રૂપિયા તૈયાર રાખજો અને પોલીસમાં ફરિયાદ કરતા નહીં.” એટલું જ નહીં, આરોપી જય ઓડેદરા સાથેના અન્ય એક શખ્સે ફોન લઈને ધમકી આપી હતી કે, જો લોનની મેટર પૂરી નહીં કરો તો મિલનભાઈને જીવતા નહીં છોડીએ. આ ધમકી બાદ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

ફરિયાદ મળતાની સાથે જ જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને લોકેશન ટ્રેસિંગની મદદથી જાણ્યું કે અપહરણકર્તાઓ મિલનભાઈને જામનગર તરફ લઈ ગયા છે. પોલીસના વધતા દબાણને કારણે આરોપીઓ ભોગ બનનારને છોડીને નાસી છૂટ્યા હતા. મિલનભાઈ જામનગર પાસેથી સુરક્ષિત મળી આવ્યા છે. જોકે, મુખ્ય સૂત્રધાર જય ઓડેદરા અને તેની સાથેના અન્ય સંડોવાયેલા શખ્સોને પકડવા માટે પોલીસે કમર કસી છે. પોલીસ દ્વારા આરોપીઓના આશ્રયસ્થાનો અને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

પાંચ મહિના પહેલા લોનના નાણા બાબતે માથાકૂટ થઇ હતી

ભોગ બનનારના પરિવારના જણાવ્યા અનુસાર આજથી પાંચેક મહિના પહેલા જય ઓડેદરા અને હાર્દિક ઓડેદરા નામના શખ્સો સાથે લોનના નાણાં બાબતે મિલનભાઈને બોલાચાલી થઈ હતી. આ જ જૂની અદાવત રાખીને જય ઓડેદરાએ પોતાના સાથીદારો સાથે મળીને ખંડણી વસૂલવા માટે આ આખા કાવતરાને અંજામ આપ્યો હોવાનું જણાય છે. હાલમાં જૂનાગઢ પોલીસે જય ઓડેદરા અને તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, તેઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે. ટૂંક સમયમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

You Might Also Like

જૂનાગઢમાં અશોક શિલાલેખ નજીક ચાર સિંહોનો મસ્તીનો વીડિયો વાયરલ

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે SSIP સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ યોજાયો

જૂનાગઢમાં વિદ્યાર્થીઓને ફિશીપ વગર અને પરીક્ષા વગર પાસ કરવાનું કારસ્તાન

નશાના કારોબારમાં સરકારી કચેરીઓનો પણ ઉપયોગ, પોસ્ટમાં મંગાવેલ ગાંજાનો જથ્થો ઝડપાયો

જૂનાગઢમાં તંત્રની બેદરકારી અને નેતાઓની ઉદાસીનતાથી શહેરના રસ્તાઓ જર્જરીત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુર પાસે ભેળસેળિયા દૂધનો મોટો પર્દાફાશ : 5400 લિટર જથ્થો નાશ કરાયો
ગુજરાતરાજકોટ

જેતપુર પાસે ભેળસેળિયા દૂધનો મોટો પર્દાફાશ : 5400 લિટર જથ્થો નાશ કરાયો

Editor By Editor 6 days ago
સંસદમાં ભગવા વસ્ત્રોના વિરોધથી ગીર સોમનાથના સાધુ સંતોમાં નારાજગી, કલેક્ટર કચેરીમાં રામધુન બોલાવી
રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ, તા.૧૦મી સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
અલિયાબાડા-જામનગર રેલ લાઈન પર ૧૨3 કિ.મી.ની ઝડપે એન્જીનનું ટ્રાયલ
કહેવાતા ગૌ રક્ષક ભાવિન પટેલના વાયરલ વીડિયોથી મચ્યો ખળભળાટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?