ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
10 કિલોના 200 બોક્સની આવક: 10 કિલોના રૂ.5500 ભાવ બોલાયા
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ બસસ્ટેન્ડ સામે આવેલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આજથી આગમન થયું છે. ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ગણેશ ફ્રુટ નામની પેઢીમાં જસાધાર અને કંટાળા અને મોતીસર ગામના ખેડૂત ગીરની કેસર કેરીના 10 કિલોના 200 બોક્સ લઈ ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં આવી પોહચ્યા હતા. આજરોજ ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં 10 કિલોના 1 બોક્સનો ઉંચો ભાવ રૂ.5500 તથા નીચો ભાવ રૂપિયા 2500 બોલાયો હતો. ગોંડલ જુના યાર્ડમાં આવેલ રાદડિયા ફ્રૂટના વેપારી દિવ્યેશભાઈ રાદડિયાએ હરાજીમાં ઉંચા ભાવે કેસર કેરીની ખરીદી કરી હતી. ઉનાળાની સીઝનની કેસર કેરીની પ્રથમ આવક થવા પામી હતી. સ્વાદના શોખીનો કેસર કેરીની તગડી કિંમત ચુકવી ખરીદી કરી રહ્યા છે.
કેસર કેરીની આવકમાં ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડ અવ્વ્લ રહે છે: કિશોરભાઈ રવજીભાઈ
ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ગણેશ ફ્રુટ નામની પેઢી ધરાવતા કિશોરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ફળો ની રાણી ગણાતી કેસર કેરીનું ઉનાળાની સીઝનની પ્રથમ આવક થવા પામી હતી. આજરોજ જસાધાર, કંટાળા, મોતીસર ગામના ખેડૂત કેસર કેરીના કુલ 200 બોક્સ લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે આવી પોહચ્યા હતા.
કાંટાળા, તલાલા, ગીર ગઢડાનું જસાધાર, બાબરીયા સહીત કેસર કેરીની પુસ્કળ પાક થાય છે
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળાની સિઝન દરમ્યાન કાંટાળા, તલાલા, ગીર ગઢડાનું જસાધાર, બાબરીયા સહિતના પંથક માંથી ખેડૂતો કેસર કેરી વેચવા માટે અહીં આવતા હોય છે. ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડ કેસર કેરીનું હબ ગણવામાં આવે છે. જેનું મુખ્ય કારણ એ પણ છે કે સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી વેપારીઓ અહીં ખરીદી કરવા આવતા હોય છે.ત્યારે આ વર્ષે પણ આગામી દિવસોમાં કેસર કેરીની આવકમાં વધારો થશે. આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ગત વર્ષ કરતા 8 દિવસ વહેલી આવક થઈ હતી. આજરોજ હરાજીમાં કેસર કેરીના 10 કિલો બોક્સના રૂપિયા 5500 ઊંચો ભાવ બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.


