By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/03/25 at 2:28 PM
5 months ago
Share
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
SHARE

સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

કયારેક તાળા ન તૂટે તો પણ તાળો તો મળી જ જાય છે!

અયોધ્યામાં દર્પણ છે પણ દર્પ નથી, લંકામાં દર્પ ખૂબ છે પણ દર્પણ નથી!

સભી સયાને એક મત ન હોય પણ સભી સયાને એક સત જરૂર હોય

 

ધીંગીધરા કચ્છની માધાપરની ધરતી પર પ્રવાહિત થતી રામકથા ‘માનસ મુકુરાષ્ટક’ના ગઇકાલે ચોથા દિવસે મંગળવારના કથા પ્રેમસંવાદને આગળ ધપાવતા બાપુએ કહ્યું હતું કે આજે યમુના મહારાણીજીનો દિવસ છે. સૌ વૈષ્ણવો માટે ધન્યતાનો પાઠ કરવો. ઘણા લોકો પૂછે છે કે બાપુ, અમે તો રોજ પાઠ કરીએ છીએ પણ અમારો સ્વભાવ સુધરતો નથી! યમુનાષ્ટક કે અન્ય પાઠ કરવાથી સ્વભાવ સુધરે કે ન સુધરે પણ બગડશે તો નહીં જ! તમે રોજ પાઠ કરો છો એ જ બતાવે છે કે તમારો સ્વભાવ પાઠ કરવા લાગ્યો એ જ પુરતું છે. દર્શન કરવા હોય એણે દરેક વસ્તુમાં દર્પણ દેખાય છે. ગોવિંદ એટલે ‘ગો’ એટલે ઇન્દ્રિયો. જે સર્વ ઇન્દ્રિયોને જાણે છે કે ગોવિંદ અને ગોપાલ એટલે જે તમામ ઇન્દ્રિયોનું પાલન કરે તે ગોપાલ.

શ્રીમદ ભાગવદજીમાં, માનસમાં અને અન્ય શાસ્ત્રોમાં પણ કથાકોને કહેવી અને કથા કોને ન કહેવી એની વાત કહેવાઇ છે. ભાગવદના એકાદશ સ્કંધના ભગવદ ધર્મમાં ઉધ્ધવ-કૃષ્ણ સંવાદમાં આ વાત કહેવામાં આવી છે. એમાં કહ્યું છે કે અભકત હોય, નાસ્તિક હોય, પરદોહ કરે પરદ્વેષ કરે એને કથા ન કહેવી. તો કથા કોને કહેવી? બ્રાહ્મણ એટલે અહીં વર્ણની વાત નથી પણ બ્રાહ્મણ એટલે ભકત-પરમભકતને કથા કહેવી, જેનું ચરિત્ર પવિત્ર હોય એને કથા કહેવી અને કોઇ સાધુ પુરૂષ મળી જાય એને કથા કહેવી. મારી દ્રષ્ટિએ સાધુ એ શબ્દબ્રહ્મ છે. ઇશ્વર કરતાંય સાધુ શબ્દ મોટો છે. માનસમાં ભગવાન રામે પણ સાધુ શબ્દનો મહિમા આગળ કર્યો છે. તલગાજરડી દ્રષ્ટિએ અગ્નિને ધૂમાડો આવૃત કરે એ તમોગુણ છે. અરિસા ઉપર રજ ચડિએ રજોગુણનું પ્રતિક છે અને ગર્ભને આવૃત કરે અને પછી કોઇ ચેતના પ્રગટ થાય એ સતગુણ છે. તમે જુઓ આપણે ત્યાં કહેવાયું કે સભી સયાને એક મત પણ અઆમ જોવા જાવ ત્યારે સભ સયાને એક મત નથી! કેટકેટલા મહાપુરૂષો-બૃધ્ધપુરૂષો જુદા-જુદા મતો ધરાવે છે. એને બદલે મારે કચ્છની ધરતી પર આ કથામાં કહેવું છે કે સભી સયાને એક મત હોય કે ન હોય પણ સભી સયાને એકસ ત એ તો છે. બધાનાં મતમાં સત તો પ્રગટેલું જ છે. તો હવેથી સભી સયાને એક મતને બદલે સભી સયાને એક સત એમ કહેવું યોગ્ય ગણાશે. એટલે કે મત જુદા હોવાના પણ સત એક હોવાના અમે હોય છે. બૃધ્ધ પુરૂષ એટલે વિધ્વાન, જ્ઞાની વગેરે બુધ્ધપુરૂષ એ જ હોજનું પાણી છે જયારે બુધ પુરૂષ એ કૂવો છે.

અયોધ્યામાં દર્પણ છે પણ દર્પ (અભિમાન) નથી. દર્પ ન અને લંકામાં દર્પ (અહમ-અભિમાન) ખૂબ છે પણ દર્પણ નથી. રાવણ પાસે અરિસો જ નથી. જો એની પાસે અરિસો હોત તો એ દસ માથા કાપી નાખી! પણ બિચારા પાસે અરિસો જ ન્હોતો! આ દર્પણને આપણા મનરૂપી દર્પણને શુધ્ધ કોણ કરશે! તો એ માટે હું એક શ્લોક લાવ્યો છું…

ગુરોરવિતા વૈદ વિધ્યહ:

પિયુષપાણી કુશલ: કિયાષુ

ગતસ્પૃહો ધૈર્ય ધરો દયાલુ : શુધ્ધોધિકારી

એટલે કે આવા ગુરૂની ચરણ રજ આપણા મનના મેલરૂપી દર્પણને શુધ્ધ કરે છે. ગુરૂકૃપા શું ન કરે! શાસ્ત્રો વાંચવા કે ભણવાથી આ રહસ્યો નથી ઉકેલાતા પણ કોઇ ગુરૂ કૃપા-બુધ્ધપુરૂષની ચરણ રજથી એ રહસ્યો આપણને ખબર ન પડે એ રીતે ઉકેલાય છે.

 

કથા રત્નો

(૧) ગાતો હોય એ ઇશ્વર હોય, રોતો હોય એ જીવ હોય

(૨) ગુરૂ આપણી વૃતિ અને આકૃતિ બદલી નાખે છે

(3) બૃધ્ધ પુરૂષ એ હોજનું પાણી છે, બુધ્ધ પુરૂષ કૂવો છે!

(૪) અમારે વિધાન નહીં ઓધાન હોય છે, બુધ્ધ પુરૂષ સગર્ભા હોય છે!

(૫) દર્શન કરવા હોય એને દરેક વસ્તુમાં દર્પણ દેખાય છે

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસુમોના જીવ લીધા
ગુજરાતરાજકોટ

લોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસુમોના જીવ લીધા

Editor By Editor 6 days ago
ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ
રાજકોટમાં ૧૧.૮૨ લાખ વાહનો, ટ્રાફિક સમસ્યા વિકરાળ બની
રાજુલાના વાવેરા ગામે ‘વન કવચ’નું ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ
શીતળ દિવ્યતા વચ્ચે નવયૌવનમય શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?