By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    4 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    1 day ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: માંગરોળના શેરિયાજમાં આગળ વધતો દરિયો, ૫૦ ફૂટ વિસ્તાર ગાયબ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

માંગરોળના શેરિયાજમાં આગળ વધતો દરિયો, ૫૦ ફૂટ વિસ્તાર ગાયબ

Editor
Last updated: 2026/07/17 at 2:27 PM
4 days ago
Share
માંગરોળના શેરિયાજમાં આગળ વધતો દરિયો, ૫૦ ફૂટ વિસ્તાર ગાયબ
SHARE

માંગરોળના શેરિયાજમાં આગળ વધતો દરિયો, ૫૦ ફૂટ વિસ્તાર ગાયબ

કાંઠા પાસે બોટ લંગારવી મુશ્કેલી, દરિયો આગળ વધતા આઠ હજારની વસ્તી માટે કપરી સ્થિતિ, આજીવિકા અને જનજીવન પર ગંભીર અસર : કાગળો પર ચાલતા કરોડોના પ્રોજેકટની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયાના ગ્રામજનોના આક્ષેપ

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં દરિયાકાંઠે આ્વેલા શેરિયાજ બારા ગામના રહેવાસીઓ અને માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો છે. તોફાની દરિયો ગામના 40 થી 50 ફૂટના કાંઠાને ગળચી જતા માછીમારો માટે બોટ ક્યાં રાખવી તે પ્રશ્ન થયો છે. ગામના સરપંચ અને માછીમારોનું માનવું છે કે, અમારા ગામ અને બંદર માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બન્યા છે પણ તે કાગળ પર જ અટકેલા પડ્યા છે. સરકાર બંદરો પાછળ કરોડો રૂપિયા ખર્ચે પણ અમારા જેવા નાના માછીમારો સામે જોવા વાળું કોઈ નથી.

​આ ગંભીર પરિસ્થિતિ અંગે શેરિયાજ બારાના સરપંચ અબ્દુલ્લાભાઈ સમા એ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં દેશભરમાં વિકાસના ઘણા બધા કામો થયા છે અને મોટા બંદરો માટે સરકારે 500 કરોડ જેટલો જંગી ખર્ચ કર્યો છે જેનો અમને આનંદ છે. પરંતુ અમારા જેવા નાના માછીમારોની સ્થિતિ તરફ આજદિન સુધી કોઈ વહીવટી અધિકારી કે ફિશરીઝ વિભાગના અધિકારીઓએ પૂરતું ધ્યાન આપ્યું નથી કે અમારી કોઈ પૂછપરછ પણ કરી નથી. અમારા વિસ્તારના બંદરના વિકાસ માટે અગાઉ 4 કરોડ 65 લાખ રૂપિયા મંજૂર થયા હતા અને તેનું ટેન્ડર પણ બહાર પડી ગયું હતું, પરંતુ વહીવટી કારણોસર તે રદ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ અમે ઘણી મહેનત કરી અને ગાંધીનગર સુધીના ધક્કા ખાધા, જેના પરિણામે હોડીઓના લંગરવા અને નાની જેટી તથા બંદર બાંધવા માટે 8 કરોડ 36 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. આ કામનો વર્ક ઓર્ડર વર્ષ 2021માં જ આપી દેવામાં આવ્યો હોવા છતાં, આજ દિન સુધી કયા કારણોસર આ બંદરનું કામ શરૂ કરવામાં આવ્યું નથી તે સરકારે અમને જણાવવું જોઈએ. અમારા જેવા નાના માછીમારો માટે આ નાનું બંદર વહેલી તકે બને તે અત્યંત જરૂરી છે.

સરપંચે વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, અમે પેઢીઓથી એટલે કે ભારત દેશ આઝાદ થયો તે પહેલાંના છેલ્લા 200 વર્ષથી અહીં રહીએ છીએ અને દરિયો ખેડીને જ અમારી રોજીરોટી કમાઈએ છીએ. અમે અમારી નાની હોડીઓ દ્વારા કિનારાથી માત્ર 15 થી 20 કિલોમીટરના અંતરે જ માછીમારી કરીએ છીએ અને હાલમાં આ કિનારા પર અંદાજે 700 થી 800 જેટલી હોડીઓ છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે દરિયાના પાણીના કારણે અહીં ઓછામાં ઓછું 50 ફૂટ જેટલું કિનારાનું ધોવાણ થઈ ગયું છે, જેના લીધે હવે હોડીઓ સુરક્ષિત રીતે પાર્ક કરવા માટે કિનારે બિલકુલ જગ્યા બચી નથી. જો અહીં ખાડી ખોલીને નાનું બંદર બનાવવામાં આવે તો અમારી હોડીઓ પણ સુરક્ષિત રહેશે અને હજારો લોકોની આજીવિકા પણ જળવાઈ રહેશે.

શેરિયાજ બારામાં હાલમાં અંદાજે 7,000 થી 8,000 જેટલી વસ્તી વસે છે અને આખા ગામની આજીવિકાનો મુખ્ય આધાર માત્રને માત્ર માછીમારી પર જ નિર્ભર છે. બાળકનો જન્મ થાય ત્યારથી લઈને વૃદ્ધના મરણ સુધીની આખી જિંદગી આ વ્યવસાય સાથે જોડાયેલી છે. માછીમારીના કામનો કોઈ ચોક્કસ સમય નથી હોતો, અમારે દિવસ-રાત જોયા વગર દરિયામાં જવું પડે છે. જો અહીં તાત્કાલિક ધોરણે સુરક્ષિત બંદર બનાવવામાં નહીં આવે અને દરિયાઈ ધોવાણ આ જ રીતે ચાલુ રહેશે, તો તોફાનના સમયે માછીમારોની હોડીઓ તણાઈ જવાની સાથે તેમના ઘરો અને મકાનો પણ નાશ પામશે અને લોકો ઘરવિહોણા થઈ જશે.

નવી જેટી બનાવવા માટે દરખાસ્ત કરી છે : મત્સ્યોદ્યોગ વિભાગ

​આ સમગ્ર મામલે સરકારી પક્ષ રજૂ કરતા માંગરોળ મત્સ્યોદ્યોગ અધીક્ષક મયુરી ઠાકરે જણાવ્યું હતું કે, શેરિયાજ બારા ખાતે હાલમાં અંદાજે 600 જેટલી હોડીઓ દ્વારા માછીમારીની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને સ્થાનિક માછીમારો દ્વારા આ વિસ્તારમાં એક નવી જેટી બનાવવામાં આવે તેવી લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. માછીમારોની આ જરૂરિયાતને ધ્યાને રાખીને, મત્સ્યોદ્યોગ વિભાગની વડી કચેરી, ગાંધીનગર દ્વારા અંદાજે 29 કરોડના ખર્ચે નવી જેટીનું નિર્માણ કરવા માટેની મંજૂરી મેળવવા સરકારમાં એક નવી દરખાસ્ત મોકલવામાં આવી છે. જેટી નિર્માણના આ પ્રોજેક્ટ સંદર્ભે જી.સી.ઝેડ.એમ.એ.ની સમિતિ દ્વારા બારા બંદર ખાતે એક નવું લોકેશન એટલે કે સ્થળ પસંદ કરવા માટેની ભલામણ કરવામાં આવેલી છે. હાલમાં તંત્ર દ્વારા આ નવા લોકેશનની પસંદગી અંગેની પ્રક્રિયા ચાલી રહી છે અને જેવું આ નવું લોકેશન ફાઈનલ થઈ જશે, એટલે તુરંત જ ત્યાં જેટીના આગળના કામ માટે જરૂરી મંજૂરી મેળવીને આગળની વહીવટી અને બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવશે.

You Might Also Like

જૂનાગઢ જિલ્લામાં ધમધમતું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું

વંથલી બેવડી હત્યા કેસના આરોપીની 123 વિઘા જમીન-બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા

જૂનાગઢના ધારા મર્ડર પ્રકરણમાં સુરજ ભુવાજી સહિત પાંચ આરોપીઓને આજીવન

સાયલેન્સ ઝોનથી ગેરકાયદે રિસોર્ટ સુધી સરકારનો મોટો પ્રહાર

 અસ્થિ વિસર્જન કરવા જતાં પરિવારનો અકસ્માત, ચારના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલાના મોટા આગરીયા ગામે પે સેન્ટર શાળામાં પોક્સો એક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગુજરાત

રાજુલાના મોટા આગરીયા ગામે પે સેન્ટર શાળામાં પોક્સો એક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Editor By Editor 6 days ago
ચોમાસાનો ચોથો ભાગ હવામાં જ ગાયબ!
ભાડુ એર કન્ડિશનનું! વોલ્વો ડેપોમાં મુસાફરને લોકલ જેવી સુવિધા પણ નહી
સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો
સોના-ચાંદીમાં નફાવસૂલી, ક્રૂડ ઊંચે ચડ્યું; રૂપિયાને સહારો, શેરબજારમાં જોરદાર ઉછાળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?