રાજયમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે બનાવ્યું ખાસ પોર્ટુલ
ક્રાઇમ બ્રાંચે પ્રતિરક્ષા નામનું સ્પેશ્યલ સોફટવેર તૈયાર કર્યુ
અગ્ર ગુજરાત, અમદાવાદ
રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે તાજેતરમાં જ ઓપરેશન ડેલ્ટા હન્ટ’m હાથ ધરાયું હતું. જેમાં ગેરકાયદે રહેતા 609 બાંગ્લાદેશીઓમાંથી 291 જેટલા બાંગ્લાદેશીઓ એકલા અમદાવાદમાંથી પકડાયા હતા. તેમની પાસેથી આધાર કાર્ડ અને પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા. પરંતુ આ આધાર કાર્ડ સાચા છે કે ખોટા, તે તાત્કાલિક સાબિત કરવા માટે અત્યાર સુધી પોલીસ પાસે કોઈ ટેકનોલોજી નહોતી.
હવે ગુજરાત પોલીસની અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પ્રતિરક્ષા નામનું ખાસ સોફ્ટવેર તૈયાર કર્યું છે. આ સોફ્ટવેરની મદદથી ગણતરીની સેકન્ડોમાં જ આધાર કાર્ડ નકલી છે કે સાચું તેનો ભાંડો ફૂટી જાય છે. આ પ્રતિરક્ષા એપ કઈ રીતે કામ કરે છે અને પોલીસને આનાથી કેટલી મોટી મદદ મળી રહી છે તો શકમંદ વ્યક્તિના મોબાઈલમાં આધાર એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે, પછી કયુંઆર કોર્ડ જનરેટ કરવામાં આવે છે, અને બાદમાં પ્રતિ રક્ષા સોફ્ટવેરમાં સ્કેન કરવામાં આવે છે. જો પ્રતિરક્ષા સોફ્ટવેરમાં વેરીફાઈ લખેલું આવે છે તો જ એ આધાર સાચું હોય છે અને વેરીફાઈ ના લખેલું આવે તો બોગસ આધાર કાર્ડ હોવા નું સામે આવે છે.
તાજેતર માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સોફ્ટવેરની મદદથી 394 શકમંદ વ્યક્તિના ડેટા નાખવામાં આવ્યા હતા, જેમાં 212 વ્યક્તિઓ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતું અને જેમાંથી 49 પુરુષ 126 મહિલા 37 બાળકો બાંગ્લાદેશના હોવાની ઓળખ થઈ હતી. હાલ તો આ સોફ્ટવેર માટે ગુજરાત પોલીસ ઉપયોગ કરી રહી છે પણ કેન્દ્ર સરકાર ની મંજૂરી મળ્યા બાદ સમગ્ર ભારત દેશ ની પોલીસને ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવશે.


