By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 day ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાળકોને પીડતી કબજિયાત અને કૃમિની તકલીફો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

બાળકોને પીડતી કબજિયાત અને કૃમિની તકલીફો

Editor
Last updated: 2026/10/29 at 2:07 PM
47 minutes ago
Share
બાળકોને પીડતી કબજિયાત અને કૃમિની તકલીફો
SHARE

બાળકોને પીડતી કબજિયાત અને કૃમિની તકલીફો

 

# કબજિયાત :

નવા જન્મેલા બાળકો ક્યારેક દિવસમાં પાંચ છ વખત ઝાડો કરે કે ત્રણ ચાર દિવસે એક વખત – અને આમાં બાળકને બીજી કોઈ તકલીફ ન હોય તો આ બંને સ્થિતિ સામાન્ય કહેવાય. જો કે આ સ્થિતિ થોડા મહિનાઓમાં ગોઠવાઈ જાય છે. દોઢ બે વર્ષની ઉંમર પછી પણ બાળકને ઝાડો કરતા પહેલા તકલીફ થાય, ખુબ જોર કરવું પડે, સુકો કઠણ ઝાડો જવાય તો તેને કબજિયાત કહી શકાય.

ખોરાકને આંતરડું કુદરતી ગતિથી આગળ વધારે છે. આંતરડાની ગતિ મંદ પડવાથી અથવા આંતરડામાં ખોરાકની ગતિ ન થઇ શકવાથી કબજિયાત થઇ શકે છે. કબજિયાત થવાના મુખ્ય કારણોમાં પ્રવાહી ખોરાકનો અભાવ, રેસાવાળા ખોરાકનો અભાવ, ઘી તેલનો વધુ પડતો ઉપયોગ, પૂંઠના ભાગમાં ચીરા પડયા હોવા, પુરતી કસરત અને હલનચલનનો અભાવ, કાયમી ગેસ કે કફ વિગેરે પૈકી એક કે એક થી વધુ કારણ કબજિયાત માટે કારણભૂત હોય છે. ક્યારેક પૂંઠનો ભાગ સાંકળો હોય કે કોઈ જન્મજાત બીમારી હોય તો પણ કબજિયાત થઇ શકે છે.

કબજીયાતની તકલીફને દુર કરવાના ઘરગથ્થુ ઉપચારોમાં, પાણી અને પ્રવાહીનો વધુ ઉપયોગ. શાકભાજી, શાકના સૂપનો વધુ ઉપયોગ. વિવિધ ભાજી તથા રેસાવાળા ખોરાકનો ઉપયોગ. પુરતું હલનચલન – કસરત. વધુ પડતા ચીકાશવાળા ખોરાકનો ત્યાગ. બાળકને વારંવાર જુલાબ આપવાની જરૂર નથી હોતી. આમ કરવાથી બાળકને નુકશાન થઇ શકે છે. તાસીર મુજબ કાર્ય કરતી હોમીયોપેથીક દવાઓ બાળકને આપી શકાય છે, જે ફાયદો કરશે. ઉપરાંત બાળકને નિયમિત અને સમયસર – દરરોજ સવારે લેટ્રીન જવાની ટેવ પાડો, એટલે બોડી ક્લોક એ રીતે ગોઠવાઈ જતા કબજીયાતની ફરિયાદ નિવારવા ફાયદો થશે.

 

# કૃમિ :

કૃમિ અથવા કરમિયા તરીકે ઓળખાતા જંતુઓ બાળકોમાં હોય છે ત્યારે બાળકોના પોષણના ભોગે પોતે પોષણ મેળવે છે. જેથી બાળકોનો વિકાસ રૂંધાય છે.

કૃમિની અનેક જાત છે, પરતું થ્રેડ વોર્મ તરીકે ઓળખાતા દોરા જેવા કૃમિ વ્યાપક પ્રમાણમાં બાળકોમાં જોવા મળે છે. આ કૃમીઓના ઈંડા મળ વાટે ધૂળ માટીમાં પહોચે છે, અને અસ્વચ્છ શાકભાજી ફળો દ્વારા બાળકના શરીરમાં પ્રવેશે છે. પૂંઠ ખંજવાળતા બાળકોના નખમાં આ કૃમિના ઈંડા હોય છે. બાળક હાથ ધોયા વગર જમવા બેસે કે અસ્વચ્છ હાથ મોં માં નાખે તો આ કૃમિના ઈંડા બાળકના શરીરમાં પ્રવેશે છે. કોઈક બાળકને ધૂળ માટી ખાવાની ટેવ હોય તેને કારણે કૃમિના ઈંડા બાળકના શરીરમાં પ્રવેશે છે.

કૃમિના લક્ષણોમાં બાળક વારંવાર પૂંઠની જગ્યાએ ખંજવાળતું હોય. રાત્રે તેનું પ્રમાણ વધી જાય. પેટમાં વારંવાર સાધારણ દુખાવો થાય. ખુબ વધુ ભૂખ લાગે અથવા બિલકુલ ભૂખ ન લાગે. વધુ ભૂખ લાગવા છતાં પણ શરીર ફિક્કું દેખાય. રાત્રે મોઢામાંથી લાળ પડવી, દાંત કચકચાવવા, પથારીમાં પેશાબ થઇ જવો. બાળકનો સ્વભાવ ચીડચીડીયો થઇ જવો. મોઢા પર ઝાંખા સફેદ ડાઘા દેખાવા.

કૃમિની ફરિયાદ નિવારવા બાળકોની કાયમી અદાતોમાં સુધારો લાવવો જરૂરી છે. જો કે અહી સુચવેલી આ બધી બાબત મોટેરાઓ ને પણ એટલી જ લાગુ પડે છે અને બાળક હમેશા નિરીક્ષણથી શીખે છે. માટે ઘરના દરેક સભ્યએ આ બધી આદતો ખાસ પાડવી જોઈએ. જમવા બેસતા પહેલા કે ખોરાકનો સ્પર્શ કરતા પહેલા હમેશા સાબુથી હાથ ધોવા. બહાર રમતી વખતે બુટ મોજા પહેરીને રમવું.  રમીને આવ્યા બાદ તુરત જ હાથ પગ ધોવા. દરેક બાળક બુટ મોજા પહેરીને રમી શકે એવી આર્થિક સગવડતા ન પણ હોય. આથી બાળક કદાચ બુટ મોજા પહેરીને રમવાને બદલે ખુલ્લા પગે રમે તો પણ બહારથી ઘરમાં આવ્યા બાદ હાથ પગ ધોવા જ. કૃમિના લક્ષણો પૈકી કોઈ પણ લક્ષણ બાળકમાં દેખાય તો તુરંત હોમીયોપેથીક તબીબને મળી, બાળકની તાસીર મુજબની હોમિયોપેથીક દવાઓ બાળકને આપવી, જેથી બાળકની કૃમિની ફરિયાદ દુર થશે.

ડો. ચારુતા ગણાત્રા ઠકરાર

એમ.ડી.(હોમિયોપેથી)

કન્સલ્ટીંગ હોમીયોપેથ

You Might Also Like

 હિરાની ૮૦૦ ઓફિસો બંધ! ૧ લાખ કારીગરો બેરોજગાર

 આજી-ન્યારી ડેમને દિવાળી પહેલા નર્મદા નીરથી ભરાશે

મિલકતવેરામાં વ્યાજમાફી યોજનાની સમય મર્યાદા તા.3૧ ડિસેમ્બર સુધી વધારાઇ

સોની બજારમાં છાના ખૂણે ડિમોલિશન..!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતિકાલે ગુજરાતની મુલાકાતે, ડિસામાં યોજાશે ખાટલા પરિષદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાળા સંચાલકો  લડી લેવાના મૂડમાં રાજકોટમાં શુક્રવારે મહાસંમેલન
ગુજરાતરાજકોટ

શાળા સંચાલકો  લડી લેવાના મૂડમાં રાજકોટમાં શુક્રવારે મહાસંમેલન

Editor By Editor 23 hours ago
માધાપર ચોકડી પાસે મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ, કરોડોનું નુકસાન
ફટાકડાના લાયસન્સ માટે ૨૦૫ અરજીઓ આવી: મનપા ફાયર વિભાગે સ્થળ તપાસ શરૂ કરી
મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સિંગતેલના ભાવમાં સંભવિત મોટો ઉછાળો આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતિકાલે ગુજરાતની મુલાકાતે, ડિસામાં યોજાશે ખાટલા પરિષદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?