By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    6 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    7 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતના ૫૮ ટકા ઘરોમાં પીવાતુ અશૃધ્ધ પાણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

ગુજરાતના ૫૮ ટકા ઘરોમાં પીવાતુ અશૃધ્ધ પાણી

Editor
Last updated: 2026/07/29 at 1:46 PM
2 days ago
Share
ગુજરાતના ૫૮ ટકા ઘરોમાં પીવાતુ અશૃધ્ધ પાણી
SHARE

કેન્દ્ર સરકારના જળશકિત મંત્રાલયના સર્વેમાં થયેલો ખૂલાસો

ગુજરાતના ૫૮ ટકા ઘરોમાં પીવાતુ અશૃધ્ધ પાણી

માત્ર ૪૭ ટકા લોકોને જ નલ સે જલ જીવન મિશન યોજના થકી મળતુ શુધ્ધ પાણી : આદિવાસી વિસ્તારમાં માત્ર નળ નાખી કામગીરી પૂર્ણ કરતું તંત્ર, લોકોને પાણી માટે વલખા : મંત્રી ગુજરાતનાં હોવા છતાં રાજય તરસ્યુ રહેતુ હોવાના વિપક્ષના આક્ષેપ

કેન્દ્રની ખાસ ટીમ દ્વારા તપાસ કરાઇ, વિપક્ષે માત્ર દેખાડો ગણાવ્યું

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ગુજરાત સરકારે 91,18,415 ઘરો સુધી નળથી પાણી પહોંચાડ્યાના મોટા-મોટા દાવા કરી રહી છે. પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ અને ચોંકાવનારી છે. કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના સરવેમાં જ ગુજરાત સરકારના દાવાઓની પોલ ખુલી ગઈ છે. કેન્દ્ર સરકારે પોતે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં માત્ર 47.3% લોકોને જ જલ જીવન મિશન યોજના થકી નળ દ્વારા શુદ્ધ પાણી મળી રહ્યું છે, બાકીના ઘરોમાં માત્ર નળ શો-પીસ બની રહ્યાં છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં આજે પણ આંતરિયાળ વિસ્તારોમાં લોકો અશુદ્ધ પાણી પીવા મજબૂર છે.

ગુજરાતમાં સરકારી યોજનાઓ જાણે ભ્રષ્ટાચાર આચરીને કમાણી કરવાનું સાધન બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. મનરેગા યોજનાના કૌભાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ‘નલ સે જલ’ યોજનામાં પણ કૌભાંડ આચરાયું હોવાની વિગતો સામે આવી છે. ગુજરાત સરકારે નળ કનેક્શન આપીને સિદ્ધિના ગુણગાન ગાઈ ભરપૂર વાહવાહી મેળવી લીધી છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે, હજુ સુધી અડધોઅડધ લોકોને શુદ્ધ પાણી પહોંચાડી શકાયું નથી.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયનું સુકાન સાંસદ સી. આર. પાટીલના હાથમાં હોવા છતાં તેઓ આ યોજનાનો હક નાગરિકોને અપાવી શક્યા નથી. વિપક્ષનું કહેવું છે કે, સી. આર. પાટીલ દિલ્હીમાં બેસીને માત્ર યુપી, બંગાળ, બિહારની ચૂંટણી કેવી રીતે જીતવી તેનું આયોજન જ કરે છે. પરંતુ તેમના હોમ સ્ટેટ ગુજરાતમાં જ યોજનાના નામે મોટું મીંડું સાબિત થયું છે.

શુદ્ધ પાણી આપવાનું વચન પૂરું કરવામાં મંત્રી સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે અને આજે પણ અડધોઅડધ નળ જોડાણ ધારકો માત્ર ખાલી નળ જોઈને પાણીની રાહ જોઈ રહ્યા છે. ખુદ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે પણ સ્વીકારવું પડ્યું છે કે યોજનામાં વ્યાપક સ્તરે ગેરરીતિઓ થઈ છે. આ કૌભાંડની તપાસ કરવા માટે કેન્દ્રની એક ખાસ ટીમ પણ ગુજરાત આવી હતી. જો કે, વિપક્ષે આ કેન્દ્રીય ટીમને માત્ર દેખાડો ગણાવીને આક્ષેપ કર્યો છે કે મંત્રી પોતાના વિભાગની આબરૂ બચાવવા લીંપાપોતી કરી રહ્યા છે.

આંખે ઊડીને વળગે તેવી બાબત એ છે કે વિકાસના મોડેલ ગણાતા ગુજરાત કરતાં દેશના અન્ય રાજ્યો જેમ કે છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, રાજસ્થાન, તામિલનાડુ, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 70%થી માંડીને 89%થી વધારે લોકોને નળથી શુદ્ધ પાણી મળી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં અડધાથી વધુ વસ્તી હજુ પણ શુદ્ધ પાણીથી વંચિત છે.

રાજ્યમાં મનરેગા યોજનાની જેમ નલ સે જલ યોજનામાં પણ ગેરરીતિ આચરવામાં આવી છે. એવો આક્ષેપ છે કે, રાજ્યના અંતરિયાળ પછાત અને આદિવાસી વિસ્તારોમાં જમીનમાં પાણીની મુખ્ય પાઇપલાઇનો નાખ્યા વગર જ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી માત્ર ઘરની બહાર નળ લગાડીને કાગળ પર કામ પૂર્ણ બતાવી દેવાયું છે. સી. આર. પાટીલના મંત્રાલયની બેદરકારીના પાપે ગરીબ આદિવાસીઓને આજે પણ કાળઝાળ ગરમીમાં માઇલો દૂર સુધી પીવાનું પાણી લેવા ભટકવું પડે છે.

આ યોજનામાં મળતિયા કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓએ ભેગા મળીને કરોડો રૂપિયા સગેવગે કરી લીધા છે. પછાત અને આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનો નાખ્યા વગર જ, માત્ર નળ લગાડીને કામ પૂર્ણ થયાનો કાગળ પર દેખાવ કરવામાં આવ્યો છે. સરકારી ચોપડે કામ પૂરું થઈ ગયું છે અને મલાઈ વહેંચાઈ ગઈ છે, પરંતુ ગરીબો અને આદિવાસીઓને આજે પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં દુર-દુર સુધી પાણી લેવા ભટકવું પડે છે. હવે તપાસનું નાટક ચાલી રહ્યું છે.

કયા રાજ્યમાં કેટલાં ઘરમાં શુદ્ધ પાણી મળે છે?

ગુજરાત 47.3 ટકા
છત્તીસગઢ 85.2 ટકા
હરિયાણા 76.4 ટકા
કર્ણાટક 72.2 ટકા
પંજાબ 78.0 ટકા
તમિલનાડુ 83.7 ટકા
રાજસ્થાન 60.0 ટકા
આંધ્ર 86.6 ટકા
હિમાચલ 89.2 ટકા
મહારાષ્ટ્ર 63.3 ટકા
ગોવા 70.2 ટકા

૭૬ ટકા વસ્તી સુધી પહોંચ્યાનો દાવો

કેન્દ્ર સરકારના મતે, 18 જુલાઈ, 2024 સુધી દેશભરમાં 15.89 કરોડ પરિવારોને આ યોજનાના માધ્યમથી નળ કનેક્શન આપવામાં આવ્યું છે. આ યોજનાના અમલને લઈને કરાયેલા સરવેમાં જાણવા મળ્યું કે, 76% લોકોના ઘરમાં નળમાં નિયમિત શુદ્ધ પાણી આવે છે. સરવેમાં એ પણ બહાર આવ્યું છે કે જે લોકો પાસે નળ કનેક્શન છે, તેમાંથી ઘણાને અઠવાડિયામાં માત્ર એક જ દિવસ પાણી નસીબ થાય છે.

You Might Also Like

ભારે વરસાદથી રદ થયેલી GPSCની પરીક્ષાઓ હવે તા.૧ ઓગષ્ટે લેવાશે

શહેરોમાં હવે રસ્તાઓ સિમેન્ટ કોંક્રીટના બનશે

MBBS બોન્ડ સિસ્ટમમાં ફેરફાર કરવા ગુજરાત સરકારની વિચારણા

 મુસાફરીના અંતર મુજબનો જ ટોલ ચૂકવવો પડશે

મુખ્યમંત્રીની કલેકટરો સાથે સમીક્ષા બેઠક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારે વરસાદથી રદ થયેલી GPSCની પરીક્ષાઓ હવે તા.૧ ઓગષ્ટે લેવાશે
ગાંધીનગરગુજરાત

ભારે વરસાદથી રદ થયેલી GPSCની પરીક્ષાઓ હવે તા.૧ ઓગષ્ટે લેવાશે

Editor By Editor 2 days ago
રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં કલસ્ટર લેવલ ફેડરેશનની ઓફિસ કાર્યરત કરવા સુચના
સરગમ કલબ  અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા વ્યાંગો માટે ત્રિ–દિવસીય જયપુર ફૂટ કેમ્પ યોજાશે
ભારે વરસાદની અસર : ગૌણ સેવા મંડળ દ્વારા વર્ગ-3ની પાંચ પરીક્ષાઓ મોકુફ
બાંધકામ સાઈટોની મુલાકાત લેવા સ્થાનિક અધિકારઅઓને કેબીનેટ મંત્રીનો આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?