ગોંડલ લાયન્સ ક્લબ દ્વારા વધુ 5 ગરીબ પરિવારો માટેના પાકા મકાનનું લોકાર્પણ
માનવસેવા એ જ પ્રભુસેવા ના મંત્રને સાર્થક કરતી લાયન્સ ક્લબ
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ ગામના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કાચા અને અસુરક્ષિત ઝૂંપડામાં રહેવા મજબૂર 15 ગરીબ પરિવારોને પાકા મકાનો આપવાનો સંકલ્પ લાયન્સ ક્લબના પ્રમુખ લાયન ગિરધરભાઈ રૈયાણી દ્વારા કરવામાં આવ્યો હતો. આ સંકલ્પના ભાગરૂપે આજે વધુ 5 જરૂરિયાતમંદ પરિવારોને નવનિર્મિત પાકા મકાનો સુપ્રત કરવામાં આવ્યા છે.
સુરેશ્વર ચોકડી થી વેરી પીર અને મછો માતાજીના મંદિર તરફ જવાના રોડ પર આજે રવિવારે સવારે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર તથા પીડીજીના વરદ હસ્તે લાભાર્થી પરિવારોને મકાનની ચાવીઓ અર્પણ કરવામાં આવી હતી અને રીબીન કાપીને તેઓને ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ તમામ મકાનો લાયન પ્રમુખ ગિરધરભાઈ રૈયાણી (સોપાન કન્સ્ટ્રકશન / રાજ ઇન્ડસ્ટ્રીઝ) ના આર્થિક સૌજન્યથી તૈયાર કરવામાં આવ્યા છે.
આ શુભ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે લેઉવા પટેલ સમાજના પ્રમુખ રસિકભાઈ મારકણા અને નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા સહિત અનેક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ લાયન્સ ક્લબના પદાધિકારીઓ જેવા કે, ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન અભયભાઈ શાહ, 1st વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ડો. હાર્દિકભાઈ મહેતા, 2nd વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન નિરવભાઈ વાડોદરીયા, લાયન જયકિશનભાઈ દેવાણી (2nd વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 26/27 – Elect), લાયન ધીરુભાઈ રાણપરીયા (પીડીજી 2007/08) અને લાયન ચંદ્રકાંતભાઈ દફતરી (પીડીજી 2018/19) ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ આમંત્રિત મહેમાનોનું ભાવભર્યું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું અને ક્લબ દ્વારા થતી સામાજિક સેવાઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.


