By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: કેશોદ એરપોર્ટ પર ધુમ્મસમાં પણ વિમાનોનું થશે સંચાલન, ઉત્તરશે એરબેસ 3૨૦
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

કેશોદ એરપોર્ટ પર ધુમ્મસમાં પણ વિમાનોનું થશે સંચાલન, ઉત્તરશે એરબેસ 3૨૦

Editor
Last updated: 2026/06/12 at 4:25 PM
2 months ago
Share
કેશોદ એરપોર્ટ પર ધુમ્મસમાં પણ વિમાનોનું થશે સંચાલન, ઉત્તરશે એરબેસ 3૨૦
SHARE

સોરઠનો ભવ્ય અને વિકાસશીલ મહત્વકાંક્ષી પ્રોજેકટ પ્રગતિમાં

કેશોદ એરપોર્ટ પર ધુમ્મસમાં પણ વિમાનોનું થશે સંચાલન, ઉત્તરશે એરબેસ 3૨૦

૨૦૨૭માં હવાઇ મથકની કામગીરી પૂર્ણ થવાની શકયતા, રૂ.3૬3 કરોડના ખર્ચે થશે સંપૂર્ણ કાયાપલટ : સ્થાનિક કક્ષાએ એવિએશન સેકટરમાં અનેક નવી તકો ઉભી થશે

પાયલોટોની મદદ માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમની નવી સુવિધા વિકસાવશે : એરપોર્ટ તૈયાર થતા પ્રતિષ્ઠિત એરલાઇન્સ કંપનીઓ રહેશે ઉત્સુક

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

નવાબી કાળના કેશોદ એરપોર્ટનો ટૂંક સમયમાં જ અદભુત અને અભૂતપૂર્વ કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ એરપોર્ટના સંપૂર્ણ આધુનિકીકરણ અને સર્વાંગી વિકાસ માટે અંદાજે 363 કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાલમાં કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક કક્ષાએ એવિએશન સેક્ટરમાં અનેક નવી તકો ઊભી થશે.

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના યુવાનો માટે દેશ-વિદેશમાં કારકિર્દી બનાવવા માટેના મોટા દ્વાર ખૂલી જશે. આ આધુનિકીકરણ પ્રક્રિયા પૂર્ણ થતાં જ કેશોદ એરપોર્ટની ઓળખ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત મજબૂત બનશે અને પ્રાદેશિક વિકાસને એક નવી ઊંચાઈ મળશે.

કેશોદ એરપોર્ટના ડાયરેક્ટર રાજકપૂર મીનાએ જણાવ્યું હતું કે, અત્યારે કેશોદ એરપોર્ટ પર વર્તમાનમાં માત્ર ATR 72 પ્રકારના એરક્રાફ્ટ, જેને ટેકનિકલ ભાષામાં આપણે કોડ-3 એરક્રાફ્ટ પણ કહીએ છીએ, તેને જ લેન્ડિંગ કરવા માટેની મર્યાદિત ફેસિલીટી ઉપલબ્ધ છે. પરંતુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અત્યારે જે નવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે, આ તમામ વિકાસ કાર્ય સંપૂર્ણપણે કમ્પ્લિટ થયા પછી કેશોદ એરપોર્ટની ક્ષમતામાં વ્યાપક વધારો થઈ જશે. આ એરપોર્ટ પર એરબસ 320 જેવા મોટા કદના પેસેન્જર એરક્રાફ્ટને પણ ખૂબ જ સરળતાથી લેન્ડ કરવાની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ જશે.

​વર્તમાન ફ્લાઈટ શિડ્યુલ અને ભાવિ સંભાવનાઓ અંગે રાજકપૂર મીનાએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારના સમયે આ એરપોર્ટ પરથી માત્ર એલાયન્સ એરની ફ્લાઇટ ઓપરેટ થાય છે, જે ATR 72 ટાઇપની છે. આ ફ્લાઇટ અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ એટલે કે મંગળવાર, ગુરૂવાર અને શનિવારના દિવસે જ કેશોદ આવે છે. આમ, ડિપાર્ચર અને અરાઇવલ (આગમન અને પ્રસ્થાન) બંને મળીને એક અઠવાડિયામાં ટોટલ 10 મુવમેન્ટ્સ થાય છે.

એરપોર્ટ સંપૂર્ણપણે અપગ્રેડ થઈ ગયા પછી અહીંયા પાયલોટોની મદદ માટે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS)ની એક નવી આધુનિક ટેકનોલોજી ફેસિલીટી આવી જશે, જેના કારણે પ્રતિકૂળ હવામાન કે ધુમ્મસમાં પણ વિમાનોનું સંચાલન થઈ શકશે. આ નવી સુવિધાને કારણે અમને એવી પૂરી અપેક્ષા છે કે દેશની ઘણી બધી પ્રતિષ્ઠિત એરલાઇન્સ કંપનીઓ આ એરપોર્ટ પર આવવા માટે ઉત્સુક રહેશે અને તેનાથી એર ટ્રાફિક ગ્રોથ વધી જશે.

​કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે જણાવ્યું હતું કે, કેશોદનું એરપોર્ટ એ રાજાશાહી સમયમાં પણ ધમધમતું ચાલતું હતું. જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા અને બંને દેશ અલગ થયા, ત્યારે જૂનાગઢના નવાબ પણ આ જ કેશોદ એરપોર્ટ પરથી પ્લેનમાં બેસીને પાકિસ્તાન ગયા હતા. જે આ એરપોર્ટના ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. વર્તમાન સરકારના આયોજન અંગે વાત કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ એરપોર્ટ પર એક ભવ્ય કાર્ગો પ્લેન સબસ્ટેશન બને તે દિશામાં આયોજન થઈ રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન બનશે ત્યારે વર્ષ 2027માં આ સમગ્ર કામગીરી પૂરી થવાની શક્યતા છે.

ધાર્મિક સ્થળોને પણ થશે ફાયદો

આ એરપોર્ટ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના લોકેશન પર આવેલું હોવાથી દેશ-વિદેશથી આવતા પર્યટકો અને યાત્રાળુઓ સીધી ફ્લાઇટ લઈને અહીંયા આવી શકશે. કારણ કે અહીંથી જગપ્રસિદ્ધ આધ્યાત્મિક કેન્દ્ર સોમનાથ મંદિર, સિંહ દર્શન માટેનું પ્રખ્યાત ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને પવિત્ર દ્વારકાપુરી જેવા પ્રવાસી સ્થળો નજીક છે. જેના કારણે ટૂરિસ્ટો માટે આવા તમામ ધાર્મિક અને પર્યટન ક્ષેત્રોની વિઝિટ કરવી અત્યંત સુગમ અને સરળ થઈ જશે.

પાઇલટ ટ્રેનિંગ સેન્ટરને લીલીઝંડી

એરપોર્ટ ડાયરેક્ટરે સ્થાનિક રોજગારી અને એવિએશન સેક્ટર માટે એક સૌથી મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ એરપોર્ટ પર હવે પાઇલટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની દિશામાં મંજૂરી આપી દેવામાં આવી છે. આ માટે ઓથોરિટીએ કેટલીક એજન્સીઝને સત્તાવાર રીતે વર્ક એવોર્ડ કરી દીધું છે, જેથી આ એરપોર્ટ પરથી પાઈલટ બનવા માટેની વિશેષ ટ્રેનિંગ ખૂબ જ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. આ સંસ્થાને પૂર્ણ રૂપે ધમધમતી થવામાં અને ટ્રેનિંગ શરૂ થવામાં કદાચ એકથી દોઢ વર્ષ જેટલો સમય લાગી જશે, જે સ્થાનિક યુવાનો માટે કારકિર્દીના નવા દ્વાર ખોલશે.

સ્થાનિક વેપારીઓ, ધરતીપુત્રોને મળશે લાભ

​કાર્ગો સુવિધાના કારણે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓને થનારા આર્થિક ફાયદાઓ અંગે ધારાસભ્ય દેવાભાઈ માલમે જણાવ્યું હતું કે, કેશોદ એરપોર્ટ પર કાર્ગો પ્લેનની સુવિધા શરૂ થવાથી સ્થાનિક પ્રજા માટે આ એક ખૂબ જ ઉજળી તક સાબિત થશે. કાર્ગો વ્યવસ્થાના માધ્યમથી અહીંની સ્થાનિક સહિતની અનેક ચીજવસ્તુઓ સીધી વિદેશમાં નિકાસ કરી શકાશે. ખાસ કરીને આ ક્ષેત્રમાંથી નારિયેળ, સ્વાદિષ્ટ ચીકુ, પ્રખ્યાત કેરી તેમજ દરિયાઈ પટ્ટી પરથી મળતી ખાદ્ય સામગ્રી અને અન્ય વાસ્તુઓ પણ આ એરપોર્ટથી સીધા વિદેશના બજારોમાં મોકલી શકાશે.

You Might Also Like

નશાના કારોબારમાં સરકારી કચેરીઓનો પણ ઉપયોગ, પોસ્ટમાં મંગાવેલ ગાંજાનો જથ્થો ઝડપાયો

જૂનાગઢમાં તંત્રની બેદરકારી અને નેતાઓની ઉદાસીનતાથી શહેરના રસ્તાઓ જર્જરીત

જૂનાગઢ જિલ્લામાં ધમધમતું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું

વંથલી બેવડી હત્યા કેસના આરોપીની 123 વિઘા જમીન-બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા

માંગરોળના શેરિયાજમાં આગળ વધતો દરિયો, ૫૦ ફૂટ વિસ્તાર ગાયબ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખવા આદેશ
અમદાવાદ

આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખવા આદેશ

Editor By Editor 6 days ago
માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગડીયા શિસ્તના સીમાડા ઓળંગ્યા, લોકો સાથે ગાળાગાળી
 જેતપુર બસ સ્ટેશન ખાતે બોસમીયા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાયું ભવ્ય સ્વચ્છતા અભિયાન
નિવૃત કર્મચારી મંડળોના પ્રમુખોની રાજકોટ ખાતે મહત્વની બેઠક યોજાઈ
બનાસકાંઠાના અમીરગઢ અને કાંકરેજ ગામમાં ચાંદીપુરાથી બે બાળકોના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?