By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    1 day ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    6 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  એરેના એનિમેશન દ્વારા ‘એલ્યુમની મીટ અને પદવીદાન સમારોહ-૨૦૨૬’ સંપન્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 એરેના એનિમેશન દ્વારા ‘એલ્યુમની મીટ અને પદવીદાન સમારોહ-૨૦૨૬’ સંપન્ન

Editor
Last updated: 2026/11/03 at 3:18 PM
27 minutes ago
Share
 એરેના એનિમેશન દ્વારા ‘એલ્યુમની મીટ અને પદવીદાન સમારોહ-૨૦૨૬’ સંપન્ન
SHARE

 એરેના એનિમેશન દ્વારા ‘એલ્યુમની મીટ અને પદવીદાન સમારોહ-૨૦૨૬’ સંપન્ન

 સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શાજન સેમ્યુઅલ સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ

 એનિમેશન, VFX અને ગ્રાફિક ડિઝાઇનિંગના કોર્સ પૂર્ણ કરનાર યુવા કલાકારોને પદવીઓ એનાયત; ૨૦૦થી વધુ મહાનુભાવો અને વિદ્યાર્થીઓ રહ્યા સહભાગી.

અગ્ર ગુજરાત, રાજકોટ

કલા, કૌશલ્ય અને ક્રિએટિવિટીના અગ્રણી હબ સમાન એરેના એનિમેશન દ્વારા ગત ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ “એલ્યુમની મીટ અને પદવીદાન સમારોહ – ૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ માત્ર એક કાર્યક્રમ ન રહેતા યુવા કલાકારોની ઉત્કૃષ્ટ સફર અને તેમના ઉજ્જવળ ભવિષ્યની ગૌરવગાથા બની રહ્યો હતો, જેણે રાજકોટના શૈક્ષણિક અને ક્રિએટિવ જગતમાં અનોખી છાપ છોડી છે.

આ સમારોહની વિશેષ ગરિમા એ રહી કે એનિમેશન અને એજ્યુકેશન ક્ષેત્રની દિગ્ગજ રાષ્ટ્રીય કંપની Aptech Limitedની હેડઓફિસથી ખાસ ઉચ્ચ પદાધિકારીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એરેના એનિમેશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને નેશનલ સેલ્સ હેડ શાજન સેમ્યુઅલ, રીજનલ સેલ્સ હેડ રમેશ મોગાવીરા તથા નેશનલ એકેડેમિક હેડ અમર ત્રિવેદીની ઉપસ્થિતિએ મહોત્સવની શોભા વધારી હતી.

ઉપસ્થિત અતિથિઓએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, “આજના ડિજિટલ યુગમાં એનિમેશન અને VFX (વિઝયુઅલ ઇફેક્ટ્સ) ક્ષેત્રે અપાર સંભાવનાઓ રહેલી છે. યુવાનો પોતાની ઉત્કૃષ્ટ કલા અને સર્જનાત્મકતા દ્વારા વૈશ્વિક સ્તરે મોટી સફળતા અને નામના મેળવી શકે છે.”

સમારોહ દરમિયાન એનિમેશન, ગ્રાફિક ડિઝાઇનિંગ, વિઝયુઅલ ઇફેકટ્સ (VFX) અને મલ્ટીમીડિયા જેવા અદ્યતન અભ્યાસક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પદવીઓ તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓએ પોતાના લાઈવ પ્રોજેક્ટ્સ અને ક્રિએટિવ સ્કિલની ઝલક રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (Alumni) સાથેનો જીવંત સંવાદ રહ્યો હતો. દેશ-વિદેશની નામાંકિત કંપનીઓ, સ્ટુડિયો અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત એલ્યુમની વિદ્યાર્થીઓએ પોતાના સુવર્ણ સંસ્મરણો વાગોળ્યા હતા અને વર્તમાન વિદ્યાર્થીઓ સાથે ઇન્ડસ્ટ્રીની રિયલ-વર્લ્ડ ચેલેન્જીસ તથા લેટેસ્ટ ટ્રેન્ડ્સ શેર કર્યા હતા.

આ ભવ્ય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના વાલીઓ અને વિવિધ કંપનીઓના અગ્રણી પ્રતિનિધિઓ સહિત અંદાજે ૨૦૦ જેટલા ઉત્સાહી લોકો સહભાગી થયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે Digital Keval, Sandhya Branding Agency, Asense Branding, Velixa, Depth Vision અને Mauli’s Art Studio નો વિશેષ સહયોગ સાંપડ્યો હતો, જ્યારે Arkya Foods દ્વારા ગિફ્ટિંગ પાર્ટનર તરીકે સાથ આપવામાં આવ્યો હતો.

એરેના એનિમેશન (કાલાવડ રોડ) ના સંચાલકો વિધી કોટક, જૈમીન ભીંડા અને કમલ ભારદીયા ના ઉત્કૃષ્ટ નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ દીપોત્સવી માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સંચાલકોએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓ સંસ્થાનું સાચું ગૌરવ છે, તેમની સફળતા જ અમારી ખરી ઓળખ છે.” સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રિયંકા ચાવડા, ભાવિષા ગોસ્વામી, શ્રુતિ સાવલિયા અને માનસી કિકાણી સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

ગુજરાતની જેલો, DGP-કલેક્ટર કચેરી અને મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી

 દુષ્કાળથી કચ્છના ૧૦૦થી વધુ પરિવારની હિજરત

દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી

અંજીર, કાજુ, ગુલકંદ, દ્રાક્ષનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

 ઘીની અછતથી ભાવમાં રૂ.૫૦ સુધીનો તોતિંગ વધારો, મોંઘવારીનો વધુ એક માર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત
ગુજરાતરાજકોટ

માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત

Editor By Editor 3 days ago
 દિવાળીમાં સહેલાણીઓ સફેદ રણનો નજારો જોઇ શકશે
જેતપુરના પીઠડીયામાં વીજ ધાંધીયાથી ઢોલ, નગારા સાથે કચેરી બહાર સ્થાનિકોના ધરણા
ધાંગધ્રામાં ચુલી ગામ નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, રૂ.90.48 લાખનો મુદ્દામાલ કબજે
મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન પર હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?