By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    58 minutes ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    3 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    5 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    7 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર

Editor
Last updated: 2026/05/12 at 4:24 PM
1 hour ago
Share
NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર
SHARE

 પેપરલીકની ફરી ફરિયાદ ઉઠતા NTAનો નિર્ણય

NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર

 તપાસ દરમિયાન સામે આવેલા તથ્યો અને કાયદા અમલીકરણના અહેવાલથી રદ કરવાનો નિર્ણય લેવાયો : નવી તારીખો જાહેર કરાશે : CBI તપાસની માંગ

 

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ 3 મેના રોજ યોજાયેલી NEET 2026 પરીક્ષા રદ કરી દીધી છે. પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. NTA એ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે. NTAએ જણાવ્યું કે તપાસ દરમિયાન સામે આવેલા તથ્યો અને કાયદા અમલીકરણ એજન્સીઓના અહેવાલ પરથી સ્પષ્ટ થયું કે વર્તમાન પરીક્ષા પ્રક્રિયા ચાલુ રાખવી યોગ્ય રહેશે નહીં. આવા સંજોગોમાં, હવે NEET-UG 2026 ની પરીક્ષા ફરીથી યોજવામાં આવશે. નવી પરીક્ષાની તારીખો અને એડમિટ કાર્ડ સંબંધિત શેડ્યૂલ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવશે.

આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા કેન્દ્ર સરકારે તેને કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) ને સોંપવાનો નિર્ણય લીધો છે. એજન્સીએ કહ્યું છે કે તે CBI ને દરેક પ્રકારનો સહયોગ આપશે અને તપાસ માટે જરૂરી તમામ દસ્તાવેજો અને રેકોર્ડ ઉપલબ્ધ કરાવશે.

NTA એ જાણકારી આપી છે કે વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે નહીં. પાછલા પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. રી-એક્ઝામ માટે નવા એડમિટ કાર્ડ પણ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષામાં સામેલ વિદ્યાર્થીઓની ફી પણ પાછી આપવામાં આવશે.

3 મેના રોજ દેશભરમાં NEET UG 2026ની પરીક્ષા યોજાઈ હતી. આશંકા છે કે પરીક્ષાનું પેપર પહેલાથી જ લીક થઈ ગયું હતું. રાજસ્થાનમાં ઘણા વિદ્યાર્થીઓ પાસેથી હાથથી લખેલું ગેસ પેપર મળ્યું છે જેના પ્રશ્નો અસલ પરીક્ષા સાથે મેચ થઈ રહ્યા છે. 10 મેના રોજ રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOGએ ઇન્ટેલ ઇનપુટ પર કાર્યવાહી કરતા દેહરાદૂન, સીકર અને ઝુંઝુનૂમાંથી 13 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આમાં સીકરની એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા કરિયર કાઉન્સિલર પણ સામેલ છે.

તપાસમાં સામે આવ્યું છે કે પરીક્ષાના 720 માંથી 600 માર્કના પ્રશ્નો બે દિવસ પહેલા જ સીકરમાં વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. જોકે, એક ગેસ પેપર કેરળની એક કોલેજમાંથી MBBS કરી રહેલા વિદ્યાર્થીએ 1 મેના રોજ સીકરમાં પોતાના એક મિત્રને મોકલી આપ્યું હતું.

રિપોર્ટ અનુસાર, સીકરના એક પીજી સંચાલકને આ પેપર મળ્યું, જેણે તેને પોતાના ત્યાં રહેતા વિદ્યાર્થીઓને આપી દીધું. આ માધ્યમથી તે અલગ-અલગ લોકો સુધી પહોંચ્યું.

SOG હાલ મામલાની તપાસ કરી રહી છે. એજન્સી માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે કડીઓ જોડી રહી છે. તમામ શંકાસ્પદોની સોશિયલ મીડિયા ચેટ્સ અને કોલ લોગ્સ તપાસવામાં આવી રહ્યા છે. જોકે, આ એક ગેસ પેપરની જેમ લોકો સુધી પહોંચ્યું છે અને SOG હાલ તપાસ કરી રહી છે કે તેને પેપર લીક માનવામાં આવે કે નહીં.

બાળકોના ભવિષ્યની બજારમાં હરરાજી : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ‘એક્સ’ પર પોસ્ટ કર્યું, ”નીટ 2026 ના પેપર લીકના સમાચાર સાંભળ્યા. પરીક્ષા નહીં – નીટ હવે હરાજી છે. અનેક સવાલો પરીક્ષાના 42 કલાક પહેલા વોટ્સએપ પર વેચાઈ રહ્યા હતા. 22 લાખથી વધુ બાળકો વર્ષભર રાત-રાત ભર આંખો બાળીને ભણતા રહ્યા અને એક રાતમાં તેમનું ભવિષ્ય બજારમાં સરેઆમ હરાજી થઈ ગયું. તેમણે કહ્યું કે ‘આ પહેલીવાર નથી. 10 વર્ષમાં 89 પેપર લીક, 48 વાર ફરીથી પરીક્ષા. દર વખતે એ જ વાયદાઓ, અને પછી એ જ મૌન.

ભ્રષ્ટાચારથી યુવાનોનું ભવિષ્ય છીનવાયું

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, એકવાર ફરીથી NEET UG ની પરીક્ષામાં મોટા પાયે ગરબડને લઈને સમાચારો છપાઈ રહ્યા છે. બીજેપી રાજમાં છેલ્લા ઘણા વર્ષોથી પરીક્ષાઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર દેશના યુવાનો પાસેથી તેમનું ભવિષ્ય છીનવી રહ્યો છે. આ વખતે પણ આશરે 23 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે NEET જેવી પરીક્ષાઓ માટે બાળકો જી-જાનથી મહેનત કરે છે. માતા-પિતા પોતાનું બધું જ દાવ પર લગાવે છે જેથી બાળકોનું ભવિષ્ય બને. પરંતુ દરેક પરીક્ષા ભ્રષ્ટાચારની ભેટ ચઢી જાય છે. સંસદમાં પેપર લીક વિરુદ્ધ લાવવામાં આવેલા કથિત કડક કાયદાનો શું ફાયદો થયો જો જમીની સ્તરે એ જ ભ્રષ્ટાચાર જારી છે?

You Might Also Like

દિવસની શરૂઆતથી રાત સુધી વપરાતી દરેક વસ્તુ મોંઘી

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજી-ન્યારી છલોછલ હોવાના દાવા વચ્ચે છેવાડાના વિસ્તારોના લોકો ટેન્કર પર નિર્ભર
રાજકોટ

આજી-ન્યારી છલોછલ હોવાના દાવા વચ્ચે છેવાડાના વિસ્તારોના લોકો ટેન્કર પર નિર્ભર

Editor By Editor 5 days ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં બે GCAS હેલ્થ સેન્ટરનો પ્રારંભ
રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે
 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર ગોંડલના ગામોમાં પહોંચ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?