By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 day ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વર્ષાંતે અમેરિકા સાથેના સંબંધોમાં નવાજૂની
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

વર્ષાંતે અમેરિકા સાથેના સંબંધોમાં નવાજૂની

agragujaratnews
Last updated: 2023/11/30 at 5:04 PM
2 years ago
Share
વર્ષાંતે અમેરિકા સાથેના સંબંધોમાં નવાજૂની
SHARE

પાકિસ્તાન પ્રેમી હેન્રી કિસિન્જરનું મૃત્યુ અને ખાલિસ્તાની ત્રાસવાદી નિખિલ ગુપ્તાની ધરપકડ થઈ છે ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે વર્ષના અંતે અને આગામી ચૂંટણીઓ પહેલાં નવેસરથી સંબંધો અંગે ચર્ચા જાગી શકે છે

પાકિસ્તાન પ્રેમી હેન્રી કિસિન્જરને કેવી રીતે શ્રદ્ધાંજલિ અપાશે તે થોડું અપેક્ષિત છે. બાંગ્લાદેશની રચના વખતે કિસિન્જરે ભૂંડી ભૂમિકા ભજવી હતી. માનવ અધિકારનું તેનું વલણ શેતાની હતું – લોકો મરતાં હોય તો મરે, અમેરિકાનું હિત જળવાવું જોઈએ. આ બાબતને બીજી રીતે જોનારા પણ છે – અમેરિકાના હિતને સર્વોપરી રાખનારા આજના યુગના સૌથી તેજસ્વી વિદેશી સંબંધોના વ્યૂહકાર તરીકે તેમની વાહવાહ કરનારા અમેરિકામાં અસંખ્ય મળશે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ટ્રમ્પેટ વગાડતા ચૂંટણીના મેદાનમાં છે ત્યારે એક માત્ર ઉદ્દેશ મેક અમેરિકા ગ્રેટ અગેઈન છે. એઝ ઇફ અમેરિકા ગ્રેટ રહ્યું ના હોય…
એક બીજી પણ ઘટના બની છે અને ભારત અને અમેરિકાના સંબંધોમાં તે અગત્યની સાબિત થવાની છે. કિસિન્જર પ્રકારના જડ લોકોને કારણે ભારત જેવા પ્રાચીન અને માનવીય પરંપરા ધરાવનારા દેશોએ ઘણું ભોગવવું પડ્યું છે. આજના યુગમાં પણ આતંકવાદ, ભાંગફોડ, વિભાજનના મુદ્દે પશ્ચિમના બેવડા ધોરણો યથાવત છે. ખાલિસ્તાની ત્રાસવાદીઓને સ્વતંત્રતા સેનાનીઓ ગણાવવાની મુરાદ કેનેડાના વર્તમાન શાસકોની રહી છે. કેનેડાએ આરોપ મૂક્યો તે પછી અમેરિકાએ પણ ભારત પર, તેની એજન્સીઓ પર અમુક પ્રકારની કાર્યવાહી કરવાનો આરોપ મૂક્યો છે. કેનેડાએ માત્ર આક્ષેપો કર્યા છે અને માહિતી ભાગ્યે જ આપી છે. અમેરિકા તરફથી વધારે માહિતી ભારતને અપાઈ છે અને ભારતે જણાવ્યું છે કે તેના કારણે જ ભારતીય અધિકારીઓ તપાસમાં અમેરિકાને સહકાર આપી રહ્યા છે.
હવે સમગ્ર વિગતો એ રીતે બહાર આવી છે કે નિખિલ ગુપ્તા નામના 52 વર્ષના એક ભારતીયની સામે ખાલિસ્તાની ગુરવંતસિંગ પન્નુનની હત્યાની સોપારી આપવાનો આરોપ મૂકાયો છે. અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે નિખિલ ગુપ્તાએ શિખ અલગતાવાદી ગુરપતવંતસિંહ પન્નુનની હત્યા માટે એક હત્યારાને એક લાખ ડોલર આપવાની તૈયારી બતાવી હતી. અમેરિકાના જાસૂસોને સોપારી અપાયાની ગંધ આવી ગઈ હતી અને પન્નુને બચાવી લીધો હતો, પણ ભારતના અધિકારીઓને ચેતવણી અપાઈ હતી કે અમેરિકાની ધરતી પર આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.
કેનેડાએ આ જ પ્રકારનો આક્ષેપ કર્યો છે કે ખાલિસ્તાની ત્રાસવાદી હરદિપસિંહ નિજ્જરની હત્યામાં પણ મૂક્યા હતા, પણ કોઈ વિગતો આપી નથી. તેના કારણે કેનેડા અને ભારતના સંબંધો વણસ્યા છે, પણ અમેરિકાએ અગાઉથી જ ભારતના અધિકારીઓ સાથે માહિતી શેર કરી હતી અને તેના કારણે અત્યારે ભારતને સહકારનું વલણ દાખવ્યું છે. તેના કારણે જે રીતે કેનેડા સાથે સંબંધો વણસ્યા તેવું અમેરિકા સાથે થયું નથી. નજીકના ભવિષ્યમાં થશે પણ નહીં, કેમ કે ભારતની વિદેશ નીતિ હવે સ્પષ્ટપણ એ ભાષામાં વાત કરે છે જે અમેરિકાને, યુરોપને અને ગોરી પ્રજાને સમજમાં આવે. તમારા બેવડા ધોરણ વ્યવહારુ નીતિ કહેવાય અને અન્યના બેવડા ધોરણ ટિકાને પાત્ર એવું ચાલી શકે તેમ નથી.
હકીકતમાં સ્વહિતની વાતને બેવડા ધોરણ કહેવા પણ કેવી રીતે તે સવાલ રહેવાનો છે. હેન્રી કિસિન્જરે એ જમાનામાં ખુલ્લેઆમ પાકિસાતનની તરફેણ કરી હતી, બાંગ્લાદેશનું સર્જન ના થાય અને ભારત જેવા ભાવીની શક્યતા ધરાવતા દેશને બંને બાજુથી ઘેરી રખાય તેવી સ્ટ્રેટેજી માટે અથાક મહેનત કરી હતી. તેની સામે ઇન્દિરા ગાંધીએ લાલ આંખ કરી હતી અને ધરાર અમેરિકાની દાનતને તોડી પાડીને, રશિયા સાથે કરાર કરીને ભારતને તમે ચીલાચાલુ દેશ તરીકે ના લઈ શકો તે દેખાડી દીધું હતું.
એનું નામ જ રાજદ્વારી નીતિ, એનું નામ જ સ્વહિત સાથેની વિદેશ નીતિ. ભારત ખાલિસ્તાની કે એવા બીજો કોઈ પણ પરિબળોને જોર કરવા દઈ શકે નહીં. આ અઠવાડિયે જ મણીપુરમાં દાયકાથી વિદ્રોહ કરી રહેલા સંગઠન સાથે પણ ભારત સરકારે સમજૂતિ કરી છે અને શસ્ત્રો હેઠા મૂકાવ્યા છે. કાશ્મીરમાં પગલાં લઈને ત્યાંના ભાંગફોડિયા તત્ત્વોને કાબૂમાં લેવા મક્કમ વલણ ચાલતું જ રહ્યું છે. એ જ રીતે ભવિષ્યમાં નવેસરથી કોઈ મુશ્કેલી ના આવે તે માટે પન્નુન કે નિજ્જર જેવા તત્ત્વો વિદેશમાં મહાલતા હોય ત્યાં તેમને ઉગતા ડામી દેવા પડે. વિદેશમાં રહીને ફંડ એકઠું કરે, દેશમાં મોકલે અને ભાંગફોડ કરાવે તે ભારત ના ચલાવી શકે એટલી સાદી વાત અમેરિકા જેવો ચાલાક દેશ સમજી જાય છે, કેનેડાને સમજતા કદાચ વાર લાગશે.

 

 

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મુથુટ ફાઈનાન્સ દ્વારા વેસ્ટ ઝોનની ૨૪ આંગણવાડીને રૂ.૧૩,૦૦૦ની રમકડાંની કીટનું વિતરણ કરાયું
રાજકોટ

મુથુટ ફાઈનાન્સ દ્વારા વેસ્ટ ઝોનની ૨૪ આંગણવાડીને રૂ.૧૩,૦૦૦ની રમકડાંની કીટનું વિતરણ કરાયું

Editor By Editor 2 days ago
 ચૂંટણીનું પોસ્ટ મોર્ટમ : રાજકોટ સહિત રાજયભરમાં આપ સમીક્ષા બેઠકો કરશે
1450 કરોડના GST કેસમાં મોટો વળાંક : ડિરેક્ટરની ધરપકડ અદાલતે ગેરકાયદેસર ગણાવી
ધોલેરામાં દેશનું પ્રથમ MICRO-LED યુનિટ બનશે
 કાળઝાળ ગરમીમાં વીજ કાપથી શહેરીજનો બફાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?