By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    3 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવા સરકારમાં ભલામણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતજૂનાગઢ

ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવા સરકારમાં ભલામણ

Editor
Last updated: 2026/11/05 at 2:31 PM
2 hours ago
Share
ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવા સરકારમાં ભલામણ
SHARE

ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવા સરકારમાં ભલામણ

જંગલ વિસ્તારમાં દુષ્કાળ જેવી અત્યંત ગંભીર સ્થીતી નિર્માણ પામતા વન્યજીવો અને માનવ વચ્ચે જીવલેણ સંઘર્ષ સર્જાવાની શક્યતા: વાઈલ્ડલાઈફ રિસર્ચરે વૈજ્ઞાનિક તથ્યો આપ્યા: લેખીત રજૂઆત કરાઈ

અગ્ર ગુજરાત, જુનાગઢ

ગુજરાતના પવિત્ર યાત્રાધામ જૂનાગઢ ખાતે દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ દરમિયાન યોજાતી સુપ્રસિદ્ધ ગિરનાર લીલી પરિક્રમાને લઈને મોટો વિવાદ અને ચિંતાનો માહોલ ઊભો થયો છે. જાણીતા વાઇલ્ડલાઇફ રિસર્ચરે વૈજ્ઞાનિક તથ્યો અને ચોંકાવનારા આંકડા રજૂ કરીને ચાલુ વર્ષે યોજાનારી ગિરનાર લીલી પરિક્રમા તાત્કાલિક ધોરણે રદ કરવાની વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર સમક્ષ લેખિત માંગ કરી છે.

નિષ્ણાતના મતે, વર્તમાન વર્ષે ગિરનાર અને ગીરના જંગલ વિસ્તારમાં દુષ્કાળ જેવી અત્યંત ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે. આવા સંજોગોમાં લાખો શ્રદ્ધાળુઓ જંગલના અંતરિયાળ રૂટ પર પ્રવેશે તો માનવ અને વન્યજીવો વચ્ચે જીવલેણ સંઘર્ષ સર્જાવાની પૂરી શક્યતા રહેલી છે.

વાઇલ્ડલાઇફ રિસર્ચરે રજૂ કરેલા દસ્તાવેજો અનુસાર, ગત ચોમાસા દરમિયાન ગિરનાર અભયારણ્ય અને આસપાસના જંગલ પટ્ટામાં નહિવત અને અનિયમિત વરસાદ નોંધાયો છે. આ કુદરતી ખેંચના પરિણામે છેલ્લા 25 થી 30 વર્ષના ઈતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી વિષમ પરિસ્થિતિ આ વર્ષે સર્જાઈ છે. વન વિભાગને સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં એટલે કે માર્ચ કે એપ્રિલ મહિનામાં જંગલના કૃત્રિમ પોઈન્ટ્સમાં પાણી ભરવું પડતું હોય છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનાથી જ વન્યજીવો માટે પાણીના પોઈન્ટ્સ ટેન્કરો દ્વારા ચાલુ કરવાની ફરજ પડી છે. જંગલના કુદરતી ઝરણાં, નદીઓ અને નેચરલ વોટર હોલ્સ સંપૂર્ણપણે સુકાઈ ચૂક્યા છે.

ગિરનારની 36 કિલોમીટર લાંબી પરિક્રમા દરમિયાન દર વર્ષે 10 થી 15 લાખ શ્રદ્ધાળુઓ જંગલના કાચા રસ્તાઓ પરથી પસાર થાય છે. હાલ જંગલમાં પીવાનું પાણી અત્યંત મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. જો લાખો લોકોનો ધસારો જંગલ પરિસરમાં થશે, તો વન્યજીવો માટે બચેલું છેલ્લું પાણી પણ માનવ વપરાશ અને પ્રદૂષણના કારણે સંપૂર્ણપણે ખતમ થઈ જશે. પાણીના તીવ્ર અભાવે સિંહ, દીપડા, હરણ, સાબર સહિતના અસંખ્ય વન્યપ્રાણીઓ અને પક્ષીઓ ટપોટપ મોતને ભેટે તેવી ભયાનક દહેશત તોળાઈ રહી છે.

રિસર્ચરે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં વન વિભાગ, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારે આ ગંભીર બાબતની ત્વરિત ગંભીરતા સમજીને ચાલુ વર્ષ પૂરતી ગિરનાર લીલી પરિક્રમા તાકીદે રદ કરવાનો અથવા માત્ર પ્રતીકાત્મક રીતે યોજવાનો નીતિવિષયક નિર્ણય લેવો જોઈએ.

વહીવટી તંત્ર દ્વારા રૂટનું નિરીક્ષણ

જૂનાગઢમાં આગામી 20 નવેમ્બરની મધ્યરાત્રિથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમાને લઈને વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પરિક્રમા રદ થઈ હોવાથી આ વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા છે. ત્યારે પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર યાત્રાળુઓને કોઈ હાલાકી ન પડે તે માટે સાધુ-સંતો, સાંસદ, ધારાસભ્ય અને વહીવટી તંત્રના અધિકારીઓએ સંયુક્ત રીતે રૂટનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, આ વર્ષે ઓછા વરસાદના કારણે સર્જાયેલી પાણીની તંગી અને સૂકા વાતાવરણને પગલે તંત્ર તથા સંતોએ શ્રદ્ધાળુઓને ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે

 

પરિક્રમા પહેલાં જળસંકટ સર્જાયું

ચોમાસુ સારું ન રહેવાના કારણે ગિરનારના જંગલમાં આવેલા કુદરતી પાણીના પોઇન્ટ સુકાઈ ગયા છે. તંત્ર દ્વારા જંગલમાં બોર કરવામાં આવ્યા હતા પરંતુ પાણી ન મળતાં ચિંતા વધુ વધી છે. જો કે, આગામી લીલી પરિક્રમામાં આવનાર લાખો યાત્રિકોને પીવાના પાણીની કોઈ સમસ્યા ન રહે તે માટે વન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. યાત્રિકો અને વન્યજીવો માટે પાણીના પોઇન્ટ ઊભા કરવા તેમજ ટેન્કર મારફતે જંગલમાં પાણી પહોંચાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વન વિભાગના અધિકારીએ ખાતરી આપી છે કે પરિક્રમા દરમિયાન યાત્રિકો માટે પાણીની કોઈ જ મુશ્કેલી ઊભી થવા દેવામાં આવશે નહી.

You Might Also Like

રાજકોટમાંથી પસાર થતી ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા ૧૬3૨ ખુદાબક્ષ પકડાયા

 જામવંથલી–અલિયાબાડા ડબલિંગ ટ્રેક પર 122 કિમીની ઝડપે ટ્રેન દોડાવાય

રાજય સરકાર દ્વારા ૨૦૨૭ની રજાઓની યાદી જાહેર કરાઇ

દિવાળી પહેલા અદાણી CNGમાં ભાવ વધારાનો બીજો બોમ્બ ફૂટયો

આજી, ન્યારી-૧ ડેમમાં નર્મદા નીર ઠલવાતા વધામણા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વોર્ડ નંબર 14માં વોકળા પર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન સામેના વિરોધમાં વિરોધ પક્ષના નેતાએ વિઝીટ કરી
ગુજરાતરાજકોટ

 વોર્ડ નંબર 14માં વોકળા પર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન સામેના વિરોધમાં વિરોધ પક્ષના નેતાએ વિઝીટ કરી

Editor By Editor 1 day ago
 ફટાકડા ફોડવા લોકોના ખિસ્સા પર બોજ વધશે, ભાવમાં ૨૦ ટકાનો વધારો
બિકાનેર ગેસ ચેમ્બર, AQI 1300ને પાર
60 હજારની ઉઘરાણીમાં ત્રણ સગા ભાણેજે મામાનું ઢીમ ઢાળી દીધું
રાજધાની ટ્રાન્સપોર્ટમાં કર્મચારીઓએ 51.40 લાખનો કાપડનો માલ ગાયબ કર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?