By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢના બગડુ ગામે પિતાની નજર સામે નવ વર્ષના પુત્રને દિપડો ખેંચી ગયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢના બગડુ ગામે પિતાની નજર સામે નવ વર્ષના પુત્રને દિપડો ખેંચી ગયો

Editor
Last updated: 2025/12/26 at 5:22 PM
6 months ago
Share
જૂનાગઢના બગડુ ગામે પિતાની નજર સામે નવ વર્ષના પુત્રને દિપડો ખેંચી ગયો
SHARE

 ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો : લોકોમાં ભય

 જૂનાગઢ પંથકમાં વન્ય પ્રાણીઓનો માનવ વસ્તી પર હુમલાનો સિલસિલો યથાવત રહ્યો છે. જૂનાગઢના બગડુ ગામે ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારના 9 વર્ષના બાળક પર દીપડાએ હિંસક હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. પિતાની નજર સામે જ દીપડો બાળકને ખેંચીને વાડીની બીજી તરફ લઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જૂનાગઢના રહેવાસી રવિભાઈ સોલંકી બગડુ ગામ પાસે ખેતરમાં ભાગ રાખીને ખેતીકામ કરે છે. આજે તેઓ પોતાના 9 વર્ષના પુત્ર માન સોલંકી સાથે ખેતરમાં બેઠા હતા, ત્યારે અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ માસૂમ બાળક પર હુમલો કર્યો હતો. દીપડો એટલો હિંસક હતો કે રવિભાઈ કઈ સમજે તે પહેલા જ તે બાળકને મોઢામાં પકડીને ખેતરની બીજી બાજુ ખેંચી ગયો હતો.

બાળકના પિતા રવિભાઈએ જણાવ્યું હતું કે, “દીપડો અચાનક આવ્યો અને મારા દીકરાને મારી નજર સામે જ ખેંચી ગયો. મેં હોબાળો મચાવતા દીપડો બાળકને મૂકીને નાસી છૂટ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં દીપડાએ મારા દીકરાના ડોક, છાતી અને વાંસાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. અમે તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા છીએ.

આ હુમલા બાદ બગડુ ગામ અને આસપાસના સીમ વિસ્તારના ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. વન્ય જીવો હવે દિવસે પણ ખેતરોમાં હુમલા કરી રહ્યા હોવાથી ખેતમજૂરોમાં ડરનો માહોલ છે. ભોગ બનનાર પરિવારે વન વિભાગ પાસે માંગ કરી છે કે આ નરભક્ષી બનેલા દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે જેથી તે અન્ય કોઈ નિર્દોષનો ભોગ ન લે.

 સરકાર પાસે સહાયની માંગ

ઈજાગ્રસ્ત બાળકના પિતાએ સરકાર પાસે આર્થિક સહાયની પણ માંગ કરી છે. ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા આ પરિવાર માટે બાળકની મોંઘી સારવારનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ છે, જેથી વન વિભાગના નિયમ મુજબ વળતર અને તબીબી સહાય વહેલી તકે મળે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલના તબીબો બાળકની સારવાર કરી રહ્યા છે અને વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે.

You Might Also Like

ગાદલામાંથી નિકળ્યુ ૧૨ લાખનું સોનું, વેપારીએ મૂળ માલિકને પરત કર્યુ

માંગરોળમાં જમાતખાનાની મીટીંગમાં જૂના હિસાબ-કિતાબ મુદ્દે ટોળાનો આગેવાનો પર હૂમલો

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે આંતરિક વિવાદ સપાટીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
યાત્રાધામ અંબાજીમાં નશાખોરોનો PCR વાન અને પોલીસ પર હૂમલો-પથ્થરમારો
ગુજરાત

યાત્રાધામ અંબાજીમાં નશાખોરોનો PCR વાન અને પોલીસ પર હૂમલો-પથ્થરમારો

Editor By Editor 1 day ago
 વોર્ડ નં.૧૧માં વધુ બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાંથી પાણીની ચોરી ઝડપાઇ, એક-એક લાખનો દંડ
શેઠ ઉપાશ્રય આંગણે અરિહંત વંદનાવલી યોજાઇ
 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા
ફરજિયાત TETના વિરોધમાં આજથી શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન:20 જૂન સુધી અલગ અલગ જિલ્લાઓમાં ધરણા અને આવેદનપત્ર આપશે, પરીક્ષા પાસ ન થાય તો નોકરી ગુમાવવાનો ડર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?