By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    9 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડોદરામાં પોલીસે માર મારતા ડિપ્રેશનમાં ઝોમેટોના ડિલિવરી બોયનો આપઘાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વડોદરા

વડોદરામાં પોલીસે માર મારતા ડિપ્રેશનમાં ઝોમેટોના ડિલિવરી બોયનો આપઘાત

Editor
Last updated: 2026/04/30 at 5:46 PM
2 months ago
Share
વડોદરામાં પોલીસે માર મારતા ડિપ્રેશનમાં ઝોમેટોના ડિલિવરી બોયનો આપઘાત
SHARE

વડોદરામાં પોલીસે માર મારતા ડિપ્રેશનમાં ઝોમેટોના ડિલિવરી બોયનો આપઘાત

અટલાવદરમાં ૮માં માળેથી પડતુ મૂકી જીવન ટૂંકાવ્યું : આત્મહત્યા નહી પણ મર્ડર હોવાનો પરિવારજનોનો આક્ષેપ : સામાન્ય બોલાચાલીમાં પોલીસે બેફામ માર માર્યાની રાવ

અગ્ર ગુજરાત, વડોદરા

વડોદરાના અટલાદરામાં આવેલા માધવનગરમાં રહેતા યુવકે આઠમાં માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પોલીસના મારના ડરથી યુવાને ડિપ્રેશનમાં આવીને ટેરેસ પરથી નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. આ આત્મહત્યા નથી, પણ મર્ડર છે. જોકે, આ મામલે ACPએ કહ્યું હતું કે, સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે.

માધવનગર વુડાના મકાનમાં રહેતા 31 વર્ષીય દિલીપ વસાવા નામના યુવકનો અન્ય મિત્રો સાથે ઝઘડો થયો હતો. જેમાં પોલીસની ગાડી બોલાવવામાં આવી હતી, જેને લઈને પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસ દ્વારા ઢોર માર મારવાથી ગભરાઈને ટેરેસ પરથી નીચે પડતું મૂકી હતું. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને થતા પોલીસ અધિકારી ઘટનાસ્થળે ગયા આવ્યા હતા. પરિવારજનોએ પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી હતી. જ્યારે એસીપી દ્વારા ઘટનાની સંપૂર્ણ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાનો આશ્વાસન આપવામાં આવ્યું હતુ.

મૃતકની બહેન કાજલ વસાવાએ જણાવ્યું હતું કે, હું ઘરમાં હતી ત્યારે નીચે કંઈક બોલાબોલી થતી હતી. મને ખબર નહોતી કે શું મામલો છે, પણ જ્યારે મારા ભાભી ઉપર આવ્યા ત્યારે ખબર પડી કે પોલીસવાળા મારા ભાઈને ખૂબ જ મારી રહ્યા છે. મારો ભાઈ નીચેથી ડાયરેક્ટ ઉપર ગયો અને પછી નીચે પડવાનો અવાજ આવ્યો. હું દોડીને નીચે ગઈ ત્યારે મારો ભાઈ ત્યાં જ ખલાસ થઈ ગયો હતો. પોલીસવાળા પણ ત્યાં જ ઊભા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, અંદરોઅંદર છોકરાઓ કંઈક મગજમારી કરતા હતા, પણ જે છોકરા સાથે ઝઘડો થયો હતો એણે ફરિયાદ નથી કરી. તો પછી ફરિયાદ કોણે કરી અને શેના માટે કરી એની અમને કંઈ જ જાણ નથી. અમને ખુદને ખબર નથી કે, પોલીસે એને એટલો બધો માર માર્યો કે એ ડિપ્રેશનમાં આવી ગયો અને ઉપરથી ઝંપલાવી દીધું. આ આત્મહત્યા નથી, પણ મર્ડર છે. મારા ભાઈનો કોઈ જ ગુનાહિત ઇતિહાસ નથી. મારો ભાઈ ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો.

તેઓએ કહ્યું કે, અટલાદરા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસવાળા બે-ત્રણ ગાડીઓ લઈને આવ્યા હતા. મારા ભાભી જ્યારે તેમને રોકવા ગયા તો પોલીસે એમને પણ ધમકાવ્યા કે ‘તું પણ રસ્તામાંથી હટી જા નહીં તો તને પણ મારીશું.’ માધવનગરની પબ્લિકે જોયું છે કે પોલીસે તેને દંડા વડે ખૂબ જ માર માર્યો હતો. હવે આ નાના નાના છોકરાઓનું શું થશે? તેમનું ભવિષ્ય શું? ઘરમાં મારો ભાઈ જ એક કમાનાર વ્યક્તિ હતો.

મૃતકની પત્ની પાયલબેન વસાવાએ જણાવ્યું હતું કે, મારા પતિ અને એમના મિત્ર વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. તેઓ અંદરોઅંદર ઝઘડતા હતા, તે દરમિયાન કોઈએ પોલીસ બોલાવી લીધી. પોલીસ આવ્યા પછી, ત્રણ પોલીસકર્મીઓએ ભેગા મળીને મારા પતિને ખૂબ જ માર માર્યો હતો. આ સમયે મેં પોલીસવાળાને વિનંતી કરી હતી કે, ‘એમને મારશો નહીં, એમને માથામાં વાગેલું છે અને અગાઉ ઓપરેશન પણ કરાવેલું છે.’

વધુમાં જણાવ્યું હતું કે, પોલીસના મારથી ડરીને મારા પતિ ત્યાંથી ભાગી ગયા અને ટેરેસ પર ચઢી ગયા. પોલીસના અત્યાચાર અને મારથી કંટાળીને તેમણે ત્યાંથી છલાંગ લગાવી દીધી હતી. મારા પતિને મારવાનો પોલીસને આટલો બધો હક કોણે આપ્યો? જે પોલીસકર્મીઓએ મારા પતિ પર હાથ ઉપાડ્યો છે, તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. સાથે જ જેણે ખોટી ફરિયાદ કરી હતી તેને પણ હાજર કરવામાં આવે, પોલીસના માર અને દબાણને કારણે જ તેમણે ટેરેસ પરથી છલાંગ લગાવી છે. અમને ન્યાય મળવો જોઈએ.

You Might Also Like

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

વડોદરા નજીક ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી છ મુસાફરના મોત

જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણને ચાર સપ્તાહનો સમય આપતી હાઇકોર્ટ

ખાટુ શ્યામના દર્શને જતાં સેલવાસના પરિવારનો વડોદરા નજીક અકસ્માત : 3ના મોત

વડોદરા નજીક દિલ્હી-મુંબઇ એકસપ્રેસ વે પર કાર-ટ્રકની ટક્કરમાં ચારના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ક્રૂડમાં કડાકો, સોના-ચાંદીમાં સાવચેતીનો માહોલ
અમદાવાદ

ક્રૂડમાં કડાકો, સોના-ચાંદીમાં સાવચેતીનો માહોલ

Editor By Editor 3 days ago
પ્રેમ સંબંધમાં આડખીલી બનેલા પતિની કરાઈ હત્યા, પત્ની જ માસ્ટરમાઈન્ડ
કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
લાયસન્સ-બેજ નંબર વગર પણ ઉમેદવારો કંડકટરની ભરતી માટે અરજી કરી શકશે
 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?